અફઘાનિસ્તાનમાંથી લોકોને હવાઇ માર્ગે બહાર કાઢવાનું કામ ચાલુ, કાબુલ એરપોર્ટ પર ખતરો

|

Aug 25, 2021 | 7:27 AM

વ્હાઈટ હાઉસના (White House) એક અધિકારીએ જણાવ્યું કે યુએસ આર્મીના 28 લશ્કરી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી આશરે 10,400 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે.

અફઘાનિસ્તાનમાંથી લોકોને હવાઇ માર્ગે બહાર કાઢવાનું કામ ચાલુ, કાબુલ એરપોર્ટ પર ખતરો
સાંકેતિક તસ્વીર

Follow us on

યુએસ આર્મીએ (US Army) અફઘાનિસ્તાનમાંથી(Afghanistan) લોકોને બહાર કાઢવાની પ્રક્રિયામાં સૌથી વધુ લોકોને હવાઇ રસ્તે બહાર કાઢ્યા છે.  જો કે, કાબુલ એરપોર્ટ (Kabul Airport) સુધી પહોંચવાનો ખતરો હજુ યથાવત છે. તે જ સમયે, તાલિબાને સંકેત આપ્યો છે કે તે જલ્દીથી સ્થળાંતર કરવાની આ પ્રક્રિયાને રોકી શકે છે.

વ્હાઈટ હાઉસના (White House) એક અધિકારીએ જણાવ્યું કે સોમવારની શરૂઆત સુધી છેલ્લા 24 કલાક દરમિયાન યુએસ આર્મીના 28 લશ્કરી વિમાનો દ્વારા અફઘાનિસ્તાનમાંથી આશરે 10,400 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે. દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) કહ્યુ કે અફઘાનિસ્તાનની રાજધાનીમાંથી અમેરિકનો અને હજારો અન્ય લોકોને એરલિફ્ટ કરવાનું મુશ્કેલ અને પીડાદાયક કામ ઝડપથી આગળ વધી રહ્યું છે.

તણાવગ્રસ્ત દેશમાંથી આ અભિયાન 31 ઓગસ્ટની સમયમર્યાદાથી આગળ ચલાવવાની શક્યતા પણ નકારી ન હતી.   તે જ સમયે, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને મંગળવારે ગ્રુપ જી -7ના નેતાઓની બેઠક બોલાવી છે.  જ્યાં પ્રાદેશિક કટોકટીની ચર્ચા કરવામાં આવશે અને અમેરિકા પર અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછા ખેંચવાની સમયમર્યાદા આ મહિનાની છેલ્લી તારીખ સુધી વધારવા દબાણ કરવામાં આવશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

સૈનિકોને પરત ખેંચવાની તારીખ લંબાવાઇ તો આવશે ગંભીર પરિણામ 

બીજી બાજુ, અફઘાનિસ્તાન પર G7 કટોકટીની બેઠક પહેલા, તાલિબાને ચેતવણી આપી હતી કે જો યુએસ અને બ્રિટન યુદ્ધગ્રસ્ત દેશમાંથી યુએસની આગેવાની હેઠળના દળોને 31 ઓગસ્ટથી આગળ તારીખ વધારવાની વાત કરે છે,  ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

કતારની રાજધાની દોહામાં સ્થાનિક વર્તમાનપત્ર સાથે વાત કરતા તાલિબાનના પ્રવક્તા ડો.સુહેલ શાહીને જણાવ્યું હતું કે મહિનાના અંતમાં નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા છે અને તેને લંબાવવાનો અર્થ દેશમાં વધુ દિવસો સુધી રોકાવાનો છે.તેમણે કહ્યું કે આ સમયમર્યાદા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા નક્કી કરવામાં આવી છે. અને જો બ્રિટન અને અમેરિકા તેને આગળ લઈ જવાની વાત કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

અમેરિકી સૈનિકોને પરત ખેંચવાને લઇ જો બાઇડેનની ટીકા થઈ રહી છે

વ્હાઇટ હાઉસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાત સી -17 અને એક સી -130 યુએસ મિલિટરી એરક્રાફ્ટે 12 કલાકના સમયગાળામાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આશરે 1,700 મુસાફરોને બહાર કાઢયા હતા.

39 ગઠબંધનના વિમાનોએ લગભગ 3,400 મુસાફરો સાથે ઉડાન ભરી હતી. અમેરિકાના 23 સૈન્ય વિમાનોએ શનિવારે કાબુલમાંથી 3,900 અમેરિકનોને લઈને ઉડાન ભરી હતી.  અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના નિર્ણયથી બાઇડેન વહીવટીતંત્રની ટીકા થઈ છે કારણ કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, જેનાથી દેશમાં અરાજકતા ફેલાઈ છે.

આ પણ વાંચો :કાબુલમાં યુક્રેનનું વિમાન થયુ હાઇજૈક, પોતાના નાગરીકોને સુરક્ષિત લાવવા પહોંચ્યુ હતુ

આ પણ વાંચોTokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

 

 

Published On - 7:26 am, Wed, 25 August 21

Next Article