Rupert Murdoch Marriage: સ્ટાર સ્પોર્ટસના માલીક 92 વર્ષની વયે કરશે 5મી વખત લગ્ન, જાણો તેમની સમગ્ર કુંડળી

મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેણે સગાઈની જાહેરાત કરી છે. આ વખતે તે 66 વર્ષની મહિલા સાથે લગ્ન કરશે. બંનેએ પોતાના સંબંધો અંગે નિવેદન જાહેર કર્યું છે. મર્ડોકે જણાવ્યું કે પ્રપોઝ કરતી વખતે તેઓ કેટલા નર્વસ હતા.

Rupert Murdoch Marriage: સ્ટાર સ્પોર્ટસના માલીક 92 વર્ષની વયે કરશે 5મી વખત લગ્ન, જાણો તેમની સમગ્ર કુંડળી
Image Credit source: Google
| Edited By: | Updated on: Mar 21, 2023 | 4:29 PM

મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે 5મી વખત પોતાના લગ્નની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે તેની પાર્ટનર એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી છે. લેસ્લી પોલીસ અધિકારીઓ માટે કાઉન્સેલિંગનું કામ કરતી હતી. લગ્નની જાહેરાત લોકો માટે આશ્ચર્યજનક છે કારણ કે મર્ડોક 92 વર્ષના છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ દરમિયાન તેની મુલાકાત 66 વર્ષીય લેસ્લી સાથે થઈ હતી.

તેને પ્રપોઝ કરતી વખતે તે નર્વસ હતો

તેણે પોતાના એક પ્રકાશન ન્યૂયોર્ક પોસ્ટમાં કહ્યું, ‘મને પ્રેમમાં પડવાનો ડર હતો. જોકે મને ખબર હતી કે તે મારો છેલ્લો પ્રેમ હશે. આ વધુ સારું રહેશે. હું ખુશ છું.’ તમને જણાવી દઈએ કે, મર્ડોક ગયા વર્ષે જ તેની ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા છે. બીજી તરફ, લેસ્લી સ્મિથ વિશે તેમણે કહ્યું કે, તેને પ્રપોઝ કરતી વખતે તે નર્વસ હતો. લેસ્લી વિશે વાત કરીએ તો, તેનો પતિ મરી ગયો છે. તેઓ વ્યવસાયે ગાયક અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ હતા.

આ પણ વાચો: India US Relations: ઈતિહાસમાં પહેલીવાર સેનાથી સેનાની સીધી વાત, અમેરિકાએ LAC પર ભારતને કર્યું એલર્ટ !

મર્ડોક સાથેના સંબંધો અંગે લેસ્લીએ કહ્યું કે, આ અમારા બંને માટે ભગવાનની ભેટ છે. અમે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા. હું છેલ્લા 14 વર્ષથી વિધવા છું. મારા પતિ પણ રુપર્ટ જેવા બિઝનેસમેન હતા. તેથી જ હું તેમની ભાષા બોલી શકું છું. અમારી વિચારસરણી પણ એક જેવી જ છે. મર્ડોકને તેના પ્રથમ ત્રણ લગ્નોમાંથી છ બાળકો છે. તે કહે છે, અમે બંને અમારા જીવનનો બીજો ભાગ એકબીજા સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મર્ડોક અને લેસ્લી આવતા વર્ષે લગ્ન કરશે. લગ્ન બાદ બંને કેલિફોર્નિયા, મોન્ટાના, ન્યુયોર્ક અને યુકેના અલગ-અલગ સ્થળોએ જીવનનો આનંદ માણશે. મર્ડોકે અગાઉ ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ મૂળના પત્રકાર અન્ના માન અને ચીનમાં જન્મેલી બિઝનેસવુમન વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા હતા.

લગ્નો કેટલા સમય સુધી ચાલ્યા?

પ્રથમ લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે થયા હતા, જે 1967 સુધી ચાલ્યા હતા.
બીજા લગ્ન 1967માં એના માન સાથે થયા અને 1999 સુધી જ ટક્યા.
વર્ષ 1999માં તેણે વેન્ડી ડેંગ સાથે ત્રીજા લગ્ન કર્યા અને 2013માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.
મોડલ જેરી હોલ સાથે 2016માં ચોથી વખત લગ્ન કર્યા હતા. બંને 2022માં પરસ્પર સંમતિથી અલગ થયા હતા.

કોણ છે રુપર્ટ મર્ડોક?

રુપર્ટ મર્ડોકનો જન્મ 1931માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. બાદમાં તે અમેરિકા આવ્યો અને હવે તે અમેરિકાના નાગરિક છે. 1952માં તેમને ઓસ્ટ્રેલિયા ન્યૂઝ લિમિટેડ કંપની તેમના પિતા પાસેથી વારસામાં મળી હતી. તેમને કંપનીના એમડી બનાવવામાં આવ્યા હતા. 1950-1960ના દાયકામાં તેમનો મીડિયા બિઝનેસ ઝડપથી વધ્યો. હાલના સમયમાં તેઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના મોટા અખબારો અને ટીવી ચેનલોના માલિક છે.

તેઓ બ્રિટનના પ્રખ્યાત ધ ટાઈમ્સ, સન્ડે ટાઈમ્સ, ધ સન સહિત અનેક અખબારોના માલિક છે. આ સિવાય તે અમેરિકાની વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂયોર્ક પોસ્ટ, 7 ન્યૂઝ ઈન્ફોર્મેશન સર્વિસ, ફોક્સ ટીવી ગ્રુપ અને સ્કાય ઈટાલિયાના માલિક છે. તે એન્ટરટેઈનમેન્ટ કંપની 21st Century Foxના પણ માલિક છે. તેઓ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના માલિક છે. તેની સાથે નેશનલ જિયોગ્રાફિક અને બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટરમાં તેમનો હિસ્સો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, તેઓ 2000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક છે.

Published On - 4:18 pm, Tue, 21 March 23