એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ કરી હવાઈ મુસાફરી, સપ્ટેમ્બરમાં તોડ્યો રેકોર્ડ

|

Nov 30, 2024 | 1:54 PM

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા રવિવારે એક દિવસમાં પ્રથમ વખત પાંચ લાખના આંકને વટાવી ગઈ, જે એક નવો રેકોર્ડ છે. આ તહેવારો અને લગ્નની ઉજવણી વચ્ચે મુસાફરીની મજબૂત માંગ દર્શાવે છે.

એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ કરી હવાઈ મુસાફરી, સપ્ટેમ્બરમાં તોડ્યો રેકોર્ડ
domestic flights reached a record

Follow us on

ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 17 નવેમ્બરને રવિવારે એક દિવસમાં પ્રથમ વખત પાંચ લાખના આંકને વટાવી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે. આ તહેવારો અને લગ્નની ઉજવણી વચ્ચે મુસાફરીની મજબૂત માંગ છે. ત્યારે એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ હવાઈ મુસાફરી કરી રેકોર્ડ બનાવ્યો થે.

એક જ દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે સાંજે ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે 17 નવેમ્બરના રોજ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પાર કર્યું હતું, જ્યારે એક જ દિવસમાં 5,05,412 સ્થાનિક મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું. મંત્રાલયના ડેટા અનુસાર, એરલાઇન કંપનીઓએ રવિવારે (17 નવેમ્બર) 3,173 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું અને આ ફ્લાઇટ્સ દ્વારા 5,05,412 મુસાફરોએ મુસાફરી કરી હતી. આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા પાંચ લાખને પાર કરી ગઈ છે.

ઉડ્ડયન મંત્રીએ જાહેર કર્યા આંકડા

નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે હવાઈ મુસાફરી હવે વધુ લોકોની પહોંચમાં છે. તેમણે કહ્યું કે ઉડે દેશ કા આમ નાગરિક (ઉડાન) જેવી યોજનાઓને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. પ્રાદેશિક હવાઈ જોડાણ યોજના UDAN ઓક્ટોબર 2016 માં શરૂ કરવામાં આવી હતી.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

સંખ્યામાં વધારો થવાનું કારણ લગ્ન અને તેહવારો

ટ્રાવેલ પ્લેટફોર્મ ક્લિયરટ્રિપના વાઇસ પ્રેસિડેન્ટ (એર કેટેગરી) ગૌરવ પટવારીએ જણાવ્યું હતું કે, “યાત્રીઓની સંખ્યામાં વધારો થવાનું મુખ્ય કારણ તહેવારોની માંગ અને લગ્નની શરૂઆત છે. અમને આશા છે કે શિયાળામાં પણ માંગ મજબૂત રહેશે. જો કે, તાજેતરના સમયમાં, એરલાઇન્સના ઓન-ટાઇમ ડિલિવરી (OTP) રેકોર્ડને વિવિધ કારણોસર અસર થઈ છે. રવિવારે ઈન્ડિગોનો OTP 74.2 ટકા હતો. આ પછી એલાયન્સ એર પાસે 71 ટકા અને અકાસા એર પાસે 67.6 ટકા છે. અન્ય એરલાઈન્સમાં સ્પાઈસજેટ અને એર ઈન્ડિયાનો OTP અનુક્રમે 66.1 ટકા અને 57.1 ટકા હતો.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ ઓક્ટોબરમાં કહ્યું હતું કે ભારતીય એરલાઇન્સ 27 ઓક્ટોબરથી શરૂ થતી શિયાળાની સિઝનમાં 124 એરપોર્ટ પરથી દર અઠવાડિયે 25,007 ફ્લાઇટ્સનું સંચાલન કરશે.

Next Article