અવકાશ ઘણી સુંદર, ખતરનાક અને રહસ્યમય વસ્તુઓથી બનેલું છે. અવકાશમાં માણસને જરુરી વાતાવરણ, ખોરક કે પાણી નથી, જો ત્યા કોઈ માણસ કોઈ પણ સાધન વગર જશે તો લાંબો સમય ટકી શકે નહીં. વળી તમામ સાધન સામગ્રી લઈને ગયા પછી પણ ઘણા અવકાશ યાત્રીઓ પાછા આવી શકયા નથી. કલ્પના ચાવલાની વાત તો આપણે સૌ જાણીએ છે, તેમના શરીર અવકાશમાં જ ખાક થઈ ગયું હતું. પણ અવકાશ ખતરનાક હોવાની સાથે સાથે સુંદર પણ છે. સમયે સમયે આપણને આવી સુંદર અને દુર્લભ વસ્તુઓ વિશે જાણવા મળે જ છે. હાલમાં અવકાશની આવી જ એક સુંદર વસ્તુનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટો પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રની (Moon) છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ચંદ્રની સૌથી સ્પષ્ટ ફોટો (Most Detailed Image of Moon) છે.
આપણે પરફેકટ ફેમિલી ફોટો કે સેલ્ફી લેવા માચે 8-10 વાર એમતેમ થવુ જ પડે છે. કઈક આવુ જ થયુ છે ચંદ્રનો આ સ્પષ્ટ ફોટો લેતા સમયે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રનો આ સ્પષ્ટ ફોટો લેવા 2 વ્યક્તિઓને 2 વર્ષમાં ચંદ્રના 2 લાખ સ્નેપ્સ લેવા પડ્યા. ચાલો જાણી આ ફોટો કઈ રીતે મળ્યો.
Two years ago, I teamed up with fellow astrophotographer and planetary scientist @MatherneConnor to capture the most ridiculously detailed moon image we could. Over the last few months we put our heads together again to come up with something even clearer. Behold: pic.twitter.com/SebeDRJx2h
— Andrew McCarthy (@AJamesMcCarthy) August 20, 2022
સ્પેસ ફોટોગ્રાફી કરતા ઈન્ડ્રયૂ મૈક્કાર્થી અને પ્લેનેટરી વૈજ્ઞાનિક કોનર મૈથર્નને આ ફોટો પાડ્યો છે. ચંદ્રના આ સૌથી સ્પષ્ટ ફોટાને ‘ધ હન્ટ ફોર અર્ટેમિસ’ નામ આપવામાં આવ્યુ છે. આ ફોટોનું રીઝોલ્યૂશન 174 મેગાપિક્સેલ છે. આ ફોટોને બનાવવા માટે 2 લાખ ફોટોને ભેગા કરી તેને ફિલ્ટર કરવામાં આવ્યા હતા. તેણમે 2 વર્ષમાં ચંદ્રના 2 લાખ એટલે કે દરરોજ 274 ફોટોઝ લીધા હતા. તેમણે 2 અલગ એન્ગલથી આ ફોટોઝ પાડ્યા હતા. આ ફોટોમાં જોઈ શકાય છે કે ચંદ્ર પર લાલ અને ડાર્ક બ્લૂ રંગ જોવા મળે છે. આ બન્ને વ્યક્તિએ 2 વર્ષની સખત મહેનત અને પોતાના શિક્ષણ, સમજશક્તિનો ઉપયોગ કરીને આ મોટી ઉપલ્બધિ મેળવી છે. જેને આખુ વિશ્વ આજે વખાણી રહ્યુ છે.