અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સે વરિષ્ઠ રાજદ્વારી અતુલ કેશપને (Atul Keshap) યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ચેમ્બરે જાહેરાત કરી હતી કે તેમની નિમણૂક 5 જાન્યુઆરીથી લાગુ થશે. તેણે નિશા દેસાઈ બિસ્વાલની જગ્યા લીધી છે. કાઉન્સિલ યુએસ ચેમ્બર ઓફ કોમર્સનો એક ભાગ છે. અતુલ કેશપ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં (US State Department) લાંબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. કેશપે ભારતમાં યુએસ એમ્બેસીમાં ‘ચાર્જ ડી’ અફેર’ તરીકે સેવા આપી છે.
અતુલ કેશપ અમેરિકી સરકારમાં અનેક વરિષ્ઠ હોદ્દા પર સેવા આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરવા માટે ઉત્સાહિત છે. તેણે કહ્યું, “ભારત અને તેના લોકોનું મારા દિલમાં વિશેષ સ્થાન છે. હું માનું છું કે યુએસઆઈબીસીના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપવા કરતાં વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. જેનો હેતુ બંને દેશો વચ્ચેના વ્યવસાયિક સંબંધોને વધારવાનો છે.”
The US Chamber of Commerce announced that Ambassador Atul Keshap has been appointed President of the US-India Business Council (USIBC) effective January 5.
Ambassador Keshap most recently served in Delhi as United States Chargé d’Affaires to India, leading US Embassy team pic.twitter.com/C2h8wP3nLy
— ANI (@ANI) January 4, 2022
યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ઈન્ટરનેશનલ ડિવિઝનના વડા માયરોન બ્રિલિયન્ટે જણાવ્યું હતું કે, “અમને યુએસઆઈબીસીના આગામી પ્રમુખ તરીકે એમ્બેસેડર કેશપ મળવાથી આનંદ થાય છે. તેમની ઊંડી કુશળતા અને વૈશ્વિક નેટવર્ક સંસ્થાને વધુ ઊંચાઈઓ પર લઈ જશે.
ભારતીય મૂળના અતુલ કેશપ શ્રીલંકા અને માલદીવમાં અમેરિકાના રાજદૂત રહી ચૂક્યા છે. રિચર્ડ રાહુલ વર્મા પછી આ ક્ષેત્રમાં નિયુક્ત થનારા તેઓ બીજા ભારતીય મૂળના રાજદ્વારી હતા. કેશપ મૂળ પંજાબ સાથે જોડાયેલા છે. તેમના પિતા કેશપ ચંદ્ર સેન પંજાબમાં રહેતા હતા. બાદમાં તેઓ યુએન ડેવલપમેન્ટ ઈકોનોમિસ્ટ તરીકે નાઈજીરીયામાં કામ કરવા ગયા. અતુલનો જન્મ 1971માં નાઈજીરિયામાં થયો હતો.
અતુલની માતા જોએ કાલવર્ટ યુએસ ફોરેન સર્વિસમાં રહી ચૂકી છે. તે લંડનમાં કેશપ ચંદ્ર સેન સાથે મુલાકાત થતા બંનેએ લગ્ન કરી લીધા. જોએ ભારતમાં યુએસ એમ્બેસીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. અતુલ હિન્દી બોલે છે અને સમજે છે. અતુલ કેશપે મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને દક્ષિણ એશિયા માટે વિશેષ સહાયક તરીકે કામ કર્યું છે.
આ પણ વાંચો : Success story : ભારતીય કૃષિમાં પરિવર્તનના પ્રેરક બની રહ્યા છે યુવકો, નવી પદ્ધતિઓના ઉપયોગથી કરે છે અઢળક કમાણી
Published On - 8:31 am, Wed, 5 January 22