
થાઈલેન્ડની પ્રધાનમંત્રી પૈટોંગટાર્ન શિનાવાત્રાએ ગુરુવારે સમગ્ર દેશની માફી માગી, વાસ્તવમાં કંબોડિયાના પૂર્વ પ્રધાનમંત્રી હુન સેન સાથેની તેમની વાતચીતનુ રેકોર્ડિંગ લીક થઈ ગયુ છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે સીમા વિવાદના મુદ્દે નવો રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારની એક મોટી સહયોગી પાર્ટીએ ગઠબંધન તોડી નાથ્યુ છે. તો પૈટોંગટાર્નના રાજીનામા માગ પણ પ્રબળ બની ગઈ છે. આના કારણે તેમની પહેલેથી ડગુમગુ થઈ રહેલી સરકાર વધુ નબળી પડી ગઈ છે. જેને તેની પાર્ટી ‘ફ્યુ થાઈ પાર્ટી’ ચલાવી રહી હતી. તે હવે બેકફુટ પર આવી ગઈ છે. પેટોંગટાર્ન જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી તેમની એ વાતને લઈને ટીકા થઈ રહી હતી કે તેઓ કંબોડિયા પ્રત્યે બહુ કુણુ વલણ બતાવી રહ્યા છે. ખાસકરીને દક્ષિણપંથી રાષ્ટ્રવાદીઓ તરફથી, જે તેમના પિતા થાકસિન શિનાવાત્રા (પૂર્વ પ્રધાનમંત્રી) ના જુના વિરોધી છે. 8 મે એ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક નાના વિસ્તારમાં હથિયારો સાથે ઘર્ષણ થયુ હતુ. આ વિસ્તારને બંને દેશો તેનો પોતાનો હિસ્સો ગણાવે છે. તેને ‘નો મેન્સ લન્ડ’ કહેવામાં આવે છે....