પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો, પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવવામાં આવી, એક પોલીસકર્મી ઘાયલ

પોલીસ પ્રવક્તાના જણાવ્યા મૂજબ, આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં વહીદ ગુલ નામનો પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષા દળોને લઈ જતા બે વાહનો પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની આર્મીના સૈનિકોનો મોત થયા હતા.

પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો, પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવવામાં આવી, એક પોલીસકર્મી ઘાયલ
Pakistan Terrorist Attack
| Updated on: Nov 05, 2023 | 4:24 PM

પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં આતંકવાદી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં એક પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવવામાં આવી હતી. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે. ARY ન્યૂઝે આ હુમલા અંગેની માહિતી આપી છે. મીડિયા રીપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, આતંકીઓએ ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેંકના ગુલ ઈમામ વિસ્તારમાં એક પોલીસ ચેક પોસ્ટને નિશાન બનાવી હતી.

બે વાહનો પર આતંકીઓએ હુમલો કર્યો

એઆરવાય ન્યૂઝના અહેવાલ અનુસાર, પોલીસ પ્રવક્તાના જણાવ્યા મૂજબ, આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં વહીદ ગુલ નામના પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. આ પહેલા શુક્રવારે પાકિસ્તાનના ગ્વાદરમાં સુરક્ષા દળોને લઈ જતા બે વાહનો પર આતંકીઓએ હુમલો કર્યો હતો.

14 પાકિસ્તાની આર્મીના સૈનિકોનો મોત થયા

આ હુમલામાં ઓછામાં ઓછા 14 પાકિસ્તાની આર્મીના સૈનિકોનો મોત થયા હતા. પાકિસ્તાન સ્થિત જીઓ ન્યૂઝે આર્મી મીડિયા વિંગને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો. શુક્રવારે, ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના જણાવ્યા અનુસાર, આતંકીઓએ સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો. તેઓ પાસનીથી ગ્વાદર જિલ્લાના ઓરમારા તરફ જઈ રહ્યા હતા. ISPR ના જણાવ્યા મૂજબ, પાકિસ્તાનના સુરક્ષા દળો આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : પાકિસ્તાન: આતંકની જાળમાં ફસાયું પાકિસ્તાન, ચારેબાજુથી થઈ રહ્યા છે આતંકવાદી હુમલા

અમે આ આતંકી હુમલાની સખત નિંદા કરીએ છીએ: વિદેશ મંત્રી

પાકિસ્તાનના વચગાળાના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ સુરક્ષા કાફલા પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વિદેશ મંત્રએ કહ્યુ કે, અમે અમારા સૈનિકો પરના કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ.

 

 

આ હુમલામાં અમારા 14 બહાદુર પુત્રો શહીદ થયા હતા. તેમણે આગળ જણાવ્યું કે, આવા કૃત્યો સંપૂર્ણપણે નિંદાપાત્ર છે. અમારા વિચારો અને પ્રાર્થના શહીદો અને ઘાયલોના પરિવારો સાથે છે. પાકિસ્તાન આતંકવાદીઓ સામે અડગ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો