Biden-Harrisના શપથ ગ્રહણમાં દેખાશે તમિલનાડુની કોલમ રંગોલી, જાણો શું છે ખાસ

|

Jan 17, 2021 | 5:59 PM

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો શપથવિધિ 20 જાન્યુઆરીએ યોજાનાર છે. આ સમારોહ માટે લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી છે.

Biden-Harrisના શપથ ગ્રહણમાં દેખાશે તમિલનાડુની કોલમ રંગોલી, જાણો શું છે ખાસ

Follow us on

નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) અને નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ (Kamla Harris) નો શપથવિધિ 20 જાન્યુઆરીએ યોજાનાર છે. આ સમારોહ માટે લાંબા સમયથી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તેની એક વિશેષ વાત એ હશે કે શપથને લગતા ઓનલાઈન સમારોહની શરૂઆત પરંપરાગત ભારતીય રંગોલીથી કરવામાં આવશે. આ રંગોલી તામિલનાડુમાં કોલમ તરીકે ઓળખાય છે. તમિળનાડુમાં લોકો ઘરની સામે આ રંગોળી બનાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના પ્રવેશદ્વાર પર આ રંગોળી બનાવથી દરેક વસ્તુ શુભ બને છે.

 

ખરેખર, કમલા હેરિસની માતા મૂળ તમિળનાડુની હતી. રંગોલીની હજારો ડિઝાઈન બનાવવા માટે અમેરિકા અને ભારતના 1,800થી વધુ લોકોએ ઓનલાઈન પહેલમાં ભાગ લીધો હતો. આ પહેલમાં ભાગ લેનારા મલ્ટિમીડિયા કલાકાર શાંતિચંદ્રશેખરે કહ્યું, ‘ઘણા લોકો માને છે કે કોલમ હકારાત્મક ઉર્જા અને નવી શરૂઆતનું પ્રતીક છે. જુદા જુદા સમુદાયોના તમામ વયના લોકોએ આ પહેલમાં ભાગ લીધો હતો. સ્થાનિક સ્તરે શરૂ થયેલી આ પહેલ અમારી અપેક્ષાઓ કરતા ઘણી મોટી બની.’

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે શરૂઆતમાં તેને વ્હાઇટ હાઉસની બહાર બનાવવાની હતી, પરંતુ પાછળથી તેને કેપિટલ હિલની બહાર બનાવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા વ્યવસ્થાને લીધે આ પરવાનગી રદ કરવામાં આવી હતી અને તેથી જ જો બાઈડન અને કમલા હેરિસને આવકારવા માટે રંગોળીની હજારો ડિઝાઈન વીડિયોમાં સજાવવામાં આવી હતી કે જેથી અમેરિકાની બહુ-સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરી શકાય.

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યાએ પિતાના નિધનના બીજા દિવસે ઈમોશનલ પોસ્ટ કરી આપી શ્રધ્ધાંજલી

Next Article