તાલિબાને હવે અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો જમાવતા જ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને (Zabihullah Mujahid) સાંસ્કૃતિક અને માહિતી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુજાહિદ એ જ છે, જેમણે એક દિવસ પહેલા મીડિયાને સંબોધન કર્યું અને કહ્યું કે તાલિબાન સરકાર કેવી હશે.
તેમણે ઈસ્લામિક કાયદા હેઠળ મહિલા અધિકારોનું સન્માન કરવા તેમજ વિરોધ કરનારાઓને માફ કરવા અને સુરક્ષિત અફઘાનિસ્તાનની ખાતરીનું વચન આપ્યું છે. આ જાહેરાત વિશ્વના નેતાઓ અને ભયભીત લોકોને બતાવવાનો પ્રયાસ છે કે તાલિબાન બદલાઈ ગયું છે.
આ દરમિયાન તેમણે ઘણા પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. આવું પહેલીવાર બન્યું, જ્યારે મુજાહિદ દુનિયાની સામે આવ્યો. તેઓ દાયકાઓ સુધી પડદા પાછળ કામ કરતા હતા. કેમેરા સામે સીધું બોલવાને બદલે, તે હંમેશા ફોન દ્વારા બોલ્યો છે. મુજાહિદે મહિલા પત્રકારોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા, જ્યારે તે પહેલીવાર કેમેરા સામે આવ્યા અને કહ્યું કે તે દેશની અંદર કે બહાર કોઈપણ પ્રકારની દુશ્મનાવટ ઈચ્છતા નથી.
પ્રવક્તાને લઈ હેરાન થયા લોકો
ઝબીહુલ્લાહ મુજાહિદના નિવેદનો સાંભળીને દરેકને આશ્ચર્ય થયું. જે વ્યક્તિ હંમેશા રક્તપાત સંબંધિત નિવેદનો આપતો હતો, તેણે અચાનક શાંતિની વાત શરૂ કરી. આ સિવાય તેમણે આ શાંતિપૂર્ણ વાતો તે ખુરશી પર બેસીને કહી જેના પર અફઘાનિસ્તાન સરકારના મીડિયા અને માહિતી કેન્દ્રના ડિરેક્ટર દાવા ખાન મેનાપાલ (Dawa Khan Menapal) બેસતા હતા. મેનપાલની આ મહિનાની શરૂઆતમાં તાલિબાનના લડાકુઓએ હત્યા કરી હતી. મુજાહિદે તે સમયે હત્યાની જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે મેનપાલ “ખાસ હુમલામાં મર્યો છે.
રવિવારે થયો કાબુલ પર કબ્જો
અમેરિકન સૈનિકોને પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ તાલિબાને દેશના ગ્રામીણ અને પર્વતીય વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કર્યું. પછી તે શહેરો તરફ આગળ વધ્યો અને એક-એક કરીને પ્રાંતીય રાજધાનીઓને પોતાના નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું.
રવિવારે કાબુલ જલાલાબાદ પછી એકમાત્ર મોટું શહેર હતું જે સરકારી નિયંત્રણમાં હતું, પરંતુ તાલિબાન ત્યાં પણ પહોંચ્યા જે બાદ સરકારે તેમની સામે ઘૂંટણ ટેકવ્યું હતું. તે જ દિવસે રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા હતા.
આ પણ વાંચો : તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર
આ પણ વાંચો : Afghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?