યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી

|

Nov 29, 2021 | 2:58 PM

બેઠક દરમિયાન યૂરોપિયન યૂનિયનના અધિકારીઓએ યુદ્ધગ્રસ્ત દેશમાં હાલની માનવીય સ્થિતિને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બંન્ને પક્ષના ઉચ્ચ અધિકારીઓને ચર્ચા માટે કતરની રાજધાની દોહા મોકલ્યા હતા.

યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી
Taliban Leaders

Follow us on

અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાનની સત્તા વાપસી તો થઈ ગઈ પરંતુ યુદ્ધગ્રસ્ત દેશમાં સત્તા ચલાવામાં ચરમપંથીઓને પરસેવો વળી રહ્યો છે. તાલિબાન (Taliban) અને યુરોપિયન યૂનિયન (European Union)ના અધિકારીઓ વચ્ચે ગત સપ્તાહાંતમાં વાતચીત થઈ. આ દરમિયાન તાલિબાનને અફઘાનિસ્તાનના એરપોર્ટસ (Afghanistan Airport)ને ચાલુ રાખવા માટે યુરોપિયન યૂનિયનની મદદ માગી છે.

બીજી બાજુ આ બેઠક દરમિયાન યૂરોપિયન યૂનિયનના અધિકારીઓએ યુદ્ધગ્રસ્ત દેશમાં હાલની માનવીય સ્થિતિને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બંન્ને પક્ષના ઉચ્ચ અધિકારીઓને ચર્ચા માટે કતર (Qatar) ની રાજધાની દોહા (Doha) મોકલ્યા હતા. આ ચર્ચા સોમવારથી શરૂ થનાર અમેરિકા અને તાલિબાન વચ્ચે બે અઠવાડીયાની ચર્ચાના ઠીક પહેલા યોજાઈ.

તાલિબાન-અમેરિકાની ચર્ચા પણ દોહામાં જ થવાની છે. યુરોપિયન યૂનિયનની એક્સટર્નલ એક્શન સર્વિસ (EEAS)એ જણાવ્યું કે, ચર્ચાનો મતલબ યુરોપિયન યૂનિયન દ્વારા તાલિબાનની વચગાળાની સરકારને માન્યતા આપવી નથી. પરંતુ યુરોપિયન યૂનિયન અને અફઘાન લોકોના હિતમાં યુરોપિયન યૂનિયનના ઓપરેશનલ જોડાણનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, તાલિબાન પોતાની સરકારને માન્યતા અપાવવા માગે છે.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ લોકોએ લીધો ચર્ચામાં ભાગ

તાલિબાનના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ વચગાળાના વિદેશ મંત્રી અમીર ખાન મુતાક્કી(Amir Khan Mutaqqi)એ કર્યું હતું. તેમની સાથે શિક્ષણ અને આરોગ્યના વચગાળાના મંત્રીઓ, કેન્દ્રીય બેંકના કાર્યકારી ગવર્નરો અને વિદેશ, નાણા અને આંતરિક મંત્રાલયો અને ગુપ્તચર નિર્દેશાલયના અધિકારીઓ હતા.

યુરોપિયન યુનિયનનું નેતૃત્વ અફઘાનિસ્તાન માટે યુરોપિયન યુનિયનના વિશેષ દૂત ટોમસ નિક્લાસન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં EEAS અને યુરોપિયન કમિશન ફોર હ્યુમેનિટેરિયન એઇડ, ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ અને માઇગ્રેશનના અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

માનવીય સ્થિતિ પર કરી ચર્ચા

યુરોપિયન યુનિયનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાને અફઘાનો માટે લેવામાં આવેલા પોતાના માફીના વાયદા પર કાયમ રહેવા પ્રતિબદ્ધતા દર્શાવે, જેઓએ અમેરિકા અને તેના સહયોગીઓ સાથે પશ્ચિમ સમર્થિત સરકાર દરમિયાન તાલિબાન વિરૂદ્ધ કામ કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, શિયાળાની શરૂઆત સાથે જ બંન્ને પક્ષોને અફઘાનિસ્તાનમાં બગડતી માનવીય સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

જેમાં જણાવામાં આવ્યું કે, યુરોપિયન યૂનિયને માનવીય સહાયતા આપવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. યુરોપિયન યૂનિયનને તાલિબાન પર સમાવેશી સરકાર બનાવા માટે દબાવ પણ કર્યું. તેઓએ યુવતીઓને શિક્ષણ પર પણ ભાર આપ્યો છે.

 

આ પણ વાંચો: 12 વર્ષનો ટેણીયો સાઈકલ લઈ લાલ કિલ્લો જોવા નીકળી તો પડ્યો પણ…

આ પણ વાંચો: ચાલબાજ ચીનના દેવાની જાળમાં વધુ એક દેશ ફસાયો, દેશના એકમાત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે ડ્રેગનનો કબજો

Published On - 2:56 pm, Mon, 29 November 21

Next Article