અફઘાનિસ્તાનમાં તાલિબાનને નિશાન બનાવીને કરાયો હુમલો, રસ્તાની બાજુમાં થયા બે બોમ્બ વિસ્ફોટ, નાગરિકોના થયા મોત

|

Oct 23, 2021 | 10:20 PM

Attack on Taliban Vehicle in Afghanistan: અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં તાલિબાનના વાહનને નિશાન બનાવીને રસ્તાના કિનારે કરાયેલા બોમ્બ વિસ્ફોટમાં શનિવારે એક બાળક સહિત બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા.

અફઘાનિસ્તાનમાં તાલિબાનને નિશાન બનાવીને કરાયો હુમલો, રસ્તાની બાજુમાં થયા બે બોમ્બ વિસ્ફોટ, નાગરિકોના થયા મોત
Bomb Blast in Afghanistan - symbolic picture

Follow us on

Attack on Taliban Vehicle in Afghanistan: અફઘાનિસ્તાનના પૂર્વ વિસ્તારમાં તાલિબાનના વાહનને નિશાન બનાવીને રસ્તાના કિનારે કરાયેલા બોમ્બ વિસ્ફોટમાં શનિવારે એક બાળક સહિત બે નાગરિકોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. તાલિબાન અને આરોગ્ય અધિકારીઓએ આ માહિતી (Afghanistan Blast) આપી છે. જિલ્લા પોલીસ વડા ઇસ્મતુલ્લા મુબારીઝે જણાવ્યું કે, તાલિબાનના વાહન પાસે બે બોમ્બ ધડાકામાં એક બાળકનું મોત થયું છે. તેમણે કહ્યું કે, તાલિબાન લડવૈયાઓને કોઈ નુકસાન થયું નથી.

કોઈએ હજુ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ ઇસ્લામિક સ્ટેટ (ISIS) જૂથ પૂર્વી નાંગરહાર પ્રાંતમાં સક્રિય છે, જ્યાં તેણે તાલિબાનને નિશાન બનાવીને વારંવાર હુમલા કર્યા છે. સ્થાનિક હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, ચાર ઘાયલ નાગરિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગયા સપ્તાહની શરૂઆતમાં, ISISએ દક્ષિણ અફઘાનિસ્તાનમાં શિયા મસ્જિદ પર ઘાતક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જેમાં 47 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

ISIS તાલિબાનનો કટ્ટર દુશ્મન છે

તાલિબાન અને વૈશ્વિક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ વચ્ચે ઉગ્ર દુશ્મનાવટ છે. આ સંગઠનની અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસન નામથી શાખા છે. જે તાલિબાન અને દેશના શિયા મુસ્લિમો (ISIS Attack Mosques)ને નિશાન બનાવી રહી છે. સતત બે અઠવાડિયા સુધી શુક્રવારની નમાઝ બાદ શિયા મસ્જિદોમાં આત્મઘાતી હુમલા થયા છે. આ સિવાય દેશના વિવિધ ભાગોમાં તાલિબાન લડવૈયાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જેમાં લડવૈયાઓ સાથે નાગરિકો પણ માર્યા ગયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કાબુલની વીજળી ગુલ કરવા પાછળ ઇસ્લામિક સ્ટેટનો હાથ

જે અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યા પછી તેને સ્થિર કરવાનો પ્રયાસ કરતા તાલિબાન (Taliban) માટે આ વધુ એક આંચકો હતો. તાલિબાને 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. ત્યારથી સમગ્ર દેશમાં ઈસ્લામિક સ્ટેટના હુમલામાં વધારો થયો છે.

શુક્રવારે તેની ટેલિગ્રામ ચેનલો પર પ્રકાશિત નિવેદનમાં ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન (IS-K) એ જણાવ્યું હતું કે, ખિલાફત સૈનિકોએ કાબુલમાં પાવર સેક્ટરને નુકસાન પહોંચાડવા માટે વીજળીના થાંભલા પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. કાબુલ અને કેટલાક અન્ય પ્રાંતોમાં આયાતી વીજળી સપ્લાય કરતી હાઇ-વોલ્ટેજ લાઇન પર વિસ્ફોટ થયો હતો. અફઘાનિસ્તાન મોટા ભાગે તેના ઉત્તરી પડોશીઓ ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનથી આયાત વીજળી પર નિર્ભર છે, જે ક્રોસ-કન્ટ્રી પાવર લાઇનોને લડવૈયાઓ માટે મુખ્ય ટાર્ગેટ બની ગયું છે.

 

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Next Article