Afghanistan: તાલિબાન સામે બંદૂક ઉઠાવનાર મહિલા સલિમા મઝારીને તાલિબાનોએ પકડી

|

Aug 18, 2021 | 5:57 PM

સલિમા છેલ્લી ક્ષણ સુધી તાલિબાન સામે લડતી રહી. અફઘાનિસ્તાનના અન્ય નેતાઓ દેશ છોડીને ભાગી રહ્યા હતા, ત્યારે સલિમા મઝારી એકલા હાથે પોતાના સમર્થકો સાથે તાલિબાન સામે ઉભી હતી. જ્યારે અફઘાનિસ્તાનનો બલ્ખ પ્રાંત તાલિબાનના કબ્જામાં આવ્યો ત્યારે સલીમા મઝારી ચાહર જિલ્લામાં તાલિબાનની પકડમાં આવી.   

અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ તાલિબાન (Taliban) એક તરફ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી બાજુ તેણે પોતાના અસલી રંગો પણ બતાવવાનું શરૂ કર્યું છે. અહેવાલો અનુસાર, સલિમા મઝારીને (Salima Mazari) તાલિબાનોએ પકડી લીધી છે. સલિમા અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ગવર્નર છે, જેમણે તાજેતરના સમયમાં તાલિબાન સામે અવાજ ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે સલિમા મઝારીએ તાલિબાન સામે લડવા માટે હથિયારો ઉપાડવાનો નિર્ણય પણ લીધો હતો.

 

 

મળતી માહિતી મુજબ સલિમા છેલ્લી ક્ષણ સુધી તાલિબાન સામે લડતી રહી. અફઘાનિસ્તાનના અન્ય નેતાઓ દેશ છોડીને ભાગી રહ્યા હતા, ત્યારે સલિમા મઝારી એકલા હાથે પોતાના સમર્થકો સાથે તાલિબાન સામે ઉભી હતી.  જ્યારે અફઘાનિસ્તાનનો બલ્ખ પ્રાંત તાલિબાનના કબ્જામાં આવ્યો ત્યારે સલીમા મઝારી ચાહર જિલ્લામાં તાલિબાનની પકડમાં આવી.

 

 

તાલિબાન સામે મહિલાએ ઉપાડી બંદૂક 

તમને જણાવી દઈએ કે સલીમા અફઘાનિસ્તાનમાં કુલ ત્રણ મહિલા ગવર્નરોમાં પ્રથમ હતી. તેમના વિસ્તાર ચાહરની કુલ વસ્તી 32 હજારથી વધુ છે. તેણે છેલ્લી ક્ષણ સુધી તાલિબાનને તેના પ્રદેશનો કબ્જો લેવા ન દીધો. તાલિબાનોને અહીં કબજો કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા.

 

સલીમા મઝારીનો જન્મ ઈરાનમાં થયો હતો, પરંતુ તે સોવિયેત યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાન આવી હતી. તેણે તેહરાન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પરંતુ ત્યારબાદ અફઘાનિસ્તાન માટે રાજકારણ તરફ વળ્યા અને પછી તાલિબાન સામે લડવા માટે બંદૂક ઉપાડી.

 

સલીમા તાલિબાનોએ પકડી લીધી 

તમને જણાવી દઈએ કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.  એક તરફ તાલિબાને જાહેરાત કરી છે કે મહિલાઓને તેમના શાસન હેઠળ આઝાદી મળશે, પરંતુ આ શરિયા કાયદા હેઠળ જ કરવામાં આવશે.  એટલું જ નહીં, આ વખતે તાલિબાને મહિલાઓને સરકારમાં જોડાવા માટે પણ કહ્યું છે. પરંતુ આવા વચનથી ઉપર તાલિબાન દ્વારા  સલીમા જાફરીને પકડી લેવામાં આવી છે.

 

 

આ પણ વાંચોતાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

 

આ પણ વાંચોAfghanistan : તાલિબાને સરકારી ન્યુઝ ચેનલમાં મહિલા એન્કર પર લગાવ્યો પ્રતિબંધ, એન્કરે કહ્યું- હવે શું કરીશું ?

Next Video