તાઇવાને ચીનને આપી ચેતવણી, કહ્યું – જો અમારા ટાપુ પર હુમલો કરશો તો ભોગવવા પડશે ગંભીર પરિણામ

|

Oct 05, 2021 | 6:42 PM

તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેને ફોરેન અફેર્સ મેગેઝિનમાં એક લેખ લખ્યો છે. તેમણે કહ્યું કે તાઇવાન લશ્કરી મુકાબલો ઇચ્છતુ નથી પરંતુ પોતાની સુરક્ષા માટે જે કરવાનું હોય તે કરવાનું તાઈવાન ચૂકશે નહીં.

તાઇવાને ચીનને આપી ચેતવણી, કહ્યું - જો અમારા ટાપુ પર હુમલો કરશો તો ભોગવવા પડશે ગંભીર પરિણામ
Tsai Ing wen and Xi Jinping ( file photo)

Follow us on

Taiwan warns China ચીન અને તાઇવાન વચ્ચે તંગદિલી વધી રહ્યી છે. બન્ને દેશ વચ્ચે વધતા જતા તણાવની વચ્ચે તાઇવાને ચીનને ચેતવણી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ચીન તેના યુદ્ધ વિમાનોની ધૂસણખોરી બાદ અમારા કોઈ પણ ટાપુ પર કબજો કરશો તો તેપ્રાદેશિક શાંતિ માટે વિનાશક પરિણામો આવશે. વિદેશી અખબારના અહેવાલ મુજબ તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ-વેને ચીનને ચેતવણી આપતુ નિવેદન આપ્યું છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો ચીને તાઇવાન ઉપર હુમલો કર્યો તો તેનુ સમગ્ર એશિયામાં ભયંકર અને વિનાશક પરિણામ આવશે. તાઇવાનના રાષ્ટ્રપતિએ ફોરેન અફેર્સ મેગેઝિનમાં એક લેખ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે તાઇવાન લશ્કરી મુકાબલો ઇચ્છતો નથી, પરંતુ તાઇવાન પોતાને બચાવવા માટે ગમે તે કરવા માટે અચકાશે નહીં. સોમવારે ચીનના 56 જેટ વિમાનો તાઇવાનમાં પ્રવેશ્યા હતા. શુક્રવારથી સોમવાર સુધીના ચાર દિવસમાં લગભગ 150 ચીની યુદ્ધ વિમાનોએ તાઇવાનના હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે.

તાઇવાન પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું છે ચીન

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

નોંધપાત્ર વાત એ છે કે તાઇવાનના રાષ્ટ્રપતિનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચીન તાઇવાનના હવાઇ ક્ષેત્રમાં બળજબરીથી તેના યુદ્ધ વિમાનો મોકલીને જબરદસ્ત દબાણ બનાવી રહ્યું છે. તાઇવાન પોતાને એક સ્વ-સંચાલિત લોકશાહી ટાપુ તરીકે જુએ છે, પરંતુ ચીન માને છે કે તાઇવાન તેનો ભાગ છે. વિદેશી અખબારના અહેવાલમાં જણાવાયું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે તાઇવાન ચોક્કસપણે ચીન સાથે જોડાઈ જશે.

નવા સુરક્ષા કરારથી ચીન નારાજ છે

તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ પર 2016 માં ‘સ્વતંત્ર’ તાઇવાનના આદેશ પર ચૂંટાયા બાદ બેઇજિંગે દબાણ વધાર્યુ છે. ચીનના સરકારી મીડિયાએ તાજેતરના દિવસોમાં ચેતવણીઓ ઉચ્ચારી છે, જેમાં ‘યુદ્ધમાં તોપના નિશાન બનવા માટે તાઇવાનનો સાથ આપનાર ઓસ્ટ્રેલિયા તૈયાર છે કે કેમ’ તાઈવાનના વિદેશ મંત્રી તેમના બચાવની તૈયારીમાં મદદ કરવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. યુકે અને અમેરિકાએ નવા સુરક્ષા સોદા પર હસ્તાક્ષર કર્યા બાદ ઓસ્ટ્રેલિયા છેલ્લા કેટલાક સપ્તાહથી ચીનના ક્રોધનો ભોગ બન્યુ છે.

નવા કરારથી દક્ષિણ ચીન સાગરમાં બદલાઈ પરિસ્થિતિ

ભૂતકાળમાં, વોશિંગ્ટન અને લંડન કેનબેરા સાથે પરમાણુ સબમરીન ટેકનોલોજી વહેંચવા સંમત થયા છે. આનાથી બેઇજિંગ ગુસ્સે થયું છે કારણ કે આ સોદો નાટકીય રીતે દક્ષિણ ચીન સાગરમાં શક્તિના સંતુલનને બદલશે. મંગળવારે પ્રકાશિત થયેલા એક લેખમાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈએ કહ્યું કે તેમણે યાદ રાખવું જોઈએ કે જો તાઈવાન તૂટી પડે તો તેના પરિણામો પ્રાદેશિક શાંતિ અને લોકશાહી ગઠબંધન વ્યવસ્થા માટે વિનાશક હશે.

આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં ઉતર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારમાંથી નૈઋત્યનુ ચોમાસુ પૂર્ણ થવાની થશે શરૂઆત, ગુજરાતમાં વરસ્યો છે 95 ટકા વરસાદ

આ પણ વાંચોઃ Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે, જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

Next Article