ચીનના વધતા વર્ચસ્વને કારણે તાઈવાન તણાવમાં, ઈન્ટરપોલમાં સામેલ થવા માટે ભારતની મદદ માંગી

|

Aug 20, 2022 | 8:35 AM

2016થી ચીન (China)પોતાની આર્થિક શક્તિના આધારે ઈન્ટરપોલ પર ઝડપથી પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.

ચીનના વધતા વર્ચસ્વને કારણે તાઈવાન તણાવમાં, ઈન્ટરપોલમાં સામેલ થવા માટે ભારતની મદદ માંગી
Taiwan, under tension due to China's growing dominance

Follow us on

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીની (Nancy Pelosi)મુલાકાતથી નારાજ ચીન તાઈવાન પાસે સતત સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે તાઈવાને ઈન્ટરપોલ(Interpol)માં સામેલ થવા માટે ભારતની મદદની વિનંતી કરી છે. તાઈવાનમાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશ કરી રહેલા ચીન પર ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (International Criminal Police Organization)નો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. 2016થી ચીન પોતાની આર્થિક શક્તિના આધારે ઈન્ટરપોલ પર ઝડપથી પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે.

ચીન ઈન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પણ પોતાના ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું છે. ડ્રેગન પર ઘણીવાર ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશનનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 2016થી ચીને ઈન્ટરપોલ પર પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કર્યું છે. રેડ કોર્નર નોટિસ સિસ્ટમના દુરુપયોગ માટે ડ્રેગનની ટીકા થઈ રહી છે. વાસ્તવમાં, રેડ કોર્નર નોટિસ સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે જેમાં કાયદાના અમલ સાથે સંબંધિત તમામ એજન્સીઓ સમગ્ર વિશ્વમાં વ્યક્તિને શોધવા અને અસ્થાયી રૂપે ધરપકડ કરવા માટે અપીલ કરે છે.

તાઈવાનને ભારત પાસેથી આશા છે

ઈન્ડિયા ટુડે અનુસાર, ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના કમિશનરે કહ્યું, “તાઈવાન ઈન્ટરપોલનો સભ્ય દેશ નથી. અમે અમારા પ્રતિનિધિમંડળને સામાન્ય સભામાં મોકલી શકતા નથી. ભારત યજમાન દેશ છે. તે અમને આમંત્રણ મોકલવાની શક્તિ ધરાવે છે. અમે આશા રાખીએ છીએ કે ભારત તાઈવાનને નિરીક્ષક તરીકે આમંત્રિત કરે.આપને જણાવી દઈએ કે ભારતમાં 90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી ઓક્ટોબરમાં યોજાવાની છે. દરમિયાન, તાઇવાન સ્ટ્રેટમાં તણાવ વધી રહ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે તાઈવાનની આસપાસ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં 50 થી વધુ ચીની સૈન્ય વિમાનોની હાજરી મળી આવી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

તાઈવાને પણ લશ્કરી કવાયત શરૂ કરી

રક્ષા મંત્રાલયે ટ્વીટ કર્યું કે 18 ઓગસ્ટે તાઈવાનની આસપાસના વિસ્તારમાં 6 ચીની નૌકાદળના જહાજો અને 51 સૈન્ય વિમાનો જોવા મળ્યા હતા. અગાઉ, 7 ઓગસ્ટના રોજ, તાઇવાનની આસપાસના વિસ્તારમાં 14 ચીની યુદ્ધ જહાજો અને 66 વિમાનોની હાજરી મળી આવી હતી. તાઈવાનના સુરક્ષા દળો ચીનની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. ચીનની વધતી દખલગીરીને જોતા તાઈવાને પણ સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે.

Published On - 8:35 am, Sat, 20 August 22

Next Article