તાઇવાનમાં વિશ્વનો સૌથી મોટો ટેક એક્સ્પો, ચીનના હુમલાની ધમકી વચ્ચે વિશ્વભરના CEOને આમંત્રણ

|

Sep 10, 2022 | 7:13 PM

ટેક એક્સપોમાં, તાઈવાને યુરોપ, મધ્ય પૂર્વ, અમેરિકા એશિયા સહિત વિશ્વભરમાંથી ઓટો, ઇલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નોલોજી મોબાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત કંપનીઓના સીઈઓને આમંત્રિત કર્યા છે.

તાઇવાનમાં વિશ્વનો સૌથી મોટો ટેક એક્સ્પો, ચીનના હુમલાની ધમકી વચ્ચે વિશ્વભરના CEOને આમંત્રણ

Follow us on

ચીન (China)તરફથી હુમલાની ધમકી વચ્ચે તાઈવાન (Taiwan) દુનિયાને તેની ટેક્નોલોજીની તાકાત બતાવવા માટે એક ટેક એક્સપોનું (Tech Expo) આયોજન કરી રહ્યું છે. તાઈવાનની રાજધાનીમાં વિશ્વના સૌથી મોટા ટેકનોલોજી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ટેક એક્સપોમાં, તાઈવાને યુરોપ, મધ્ય પૂર્વ, અમેરિકા એશિયા સહિત વિશ્વભરમાંથી ઓટો, ઇલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક્સ, ટેક્નોલોજી મોબાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત કંપનીઓના સીઈઓને આમંત્રિત કર્યા છે.

આ ખાસ ટેક એક્સ્પોનું આયોજન તાઈવાનની રાજધાની તાઈપેઈમાં કરવામાં આવ્યું છે, જે આગામી એક સપ્તાહ સુધી ચાલશે. તાઇવાન પણ તેના સેમિકન્ડક્ટર ઉપકરણની શક્તિને કારણે વિશ્વમાં એક અલગ ઓળખ ધરાવે છે. તાઈવાન આના દ્વારા સમગ્ર વિશ્વના તમામ દેશોની જરૂરિયાતો પૂરી કરે છે. ચિંતાનો વિષય છે કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો સમગ્ર વિશ્વના અનેક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જશે.

તાઈવાન પર હુમલો વિશ્વને નુકસાન પહોંચાડશે

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જ્યારે કોરોનાના સમયગાળા દરમિયાન તાઈવાનનો ઉદ્યોગ બંધ હતો, ત્યારે વિશ્વમાં હોબાળો થયો હતો. ઉદ્યોગો માટે સૌથી મોટી સમસ્યા સર્જાઈ હતી અને સેમી કંડક્ટર વિના અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. હવે તાઈવાન પર ચીનના હુમલાનો ખતરો છે, જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. જો ચીન તાઈવાન પર હુમલો કરીને યુદ્ધ શરૂ કરશે તો આખી દુનિયામાં વેપાર ઠપ્પ થઈ જશે. ઘણી રીતે, તાઇવાન વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

વિશ્વને સંદેશ આપશે

જો કે એવું માનવામાં આવે છે કે તાઈવાને આ ટેક એક્સ્પોનું આયોજન વિશ્વને તેની તાકાત બતાવવા તેમજ સમર્થન એકત્ર કરવા માટે કર્યું છે. ટેક્નોલોજી એક્સ્પોને ટેકો મેળવવાની એક અનોખી રીત તરીકે ગણવામાં આવે છે. આ એક્સ્પોના માધ્યમથી તાઇવાન વિશ્વને તેનું મહત્વ બતાવશે. વિશ્વભરના ઉદ્યોગો અને કંપનીઓના સીઈઓને બોલાવવા પાછળનો આ હેતુ છે જેથી વિશ્વને તાઈવાનની શક્તિ વિશે ખબર પડે. આ એકસપો દ્વારા વિશ્વભરમાં તાઇવાન ચીનની દાદાગીરીને ખુલ્લી પાડશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Next Article