Sydney News: સિડનીના ‘હાઉસ ઓફ હોરર્સ’માંથી 14 ભાઈ-બહેનોને બચાવી લેવાયા, માતા-પિતા બાળકોને આપતા હતા ત્રાસ

|

Sep 10, 2023 | 2:29 PM

કેટલાક મહિનાઓથી બાળકોને પાલતુ પશુ-પ્રાણીઓને આપવામાં આવતી ગુણવત્તાનું માંસ ખવડાવવામાં આવતું હતું. આ સાથે જ તેઓને માર મારવામાં આવ્યો હતો અને ઘરની બહાર જવા દેવામાં આવતા ન હતા. પોલીસનો આરોપ છે કે ભાઈ-બહેનોને શાળાએ જતા અટકાવવામાં આવ્યા હતા અને ફોન, પુસ્તક અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Sydney News: સિડનીના હાઉસ ઓફ હોરર્સમાંથી 14 ભાઈ-બહેનોને બચાવી લેવાયા, માતા-પિતા બાળકોને આપતા હતા ત્રાસ
Sydney Police

Follow us on

એક બાળક સહિત 14 ભાઈ-બહેનોને ‘હાઉસ ઓફ હોરર્સ’માંથી બચાવી લેવામાં આવ્યા છે, કારણ કે તેમના માતા-પિતા પર તેમના બાળકો સાથે દુર્વ્યવહાર કરવાનો, ત્રાસ આપવાનો અને તાળાબંધી કરવાનો આરોપ છે. બાળકોને ઉપનગરીય સિડનીમાં (Sydney) એક ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બે મોટી પુત્રીઓએ ગુપ્ત રીતે તેમની શાળાને (School) તપાસની વિનંતી કરવા માટે ઈમેલ કર્યો હતો.

શાળાએ જતા અટકાવવામાં આવ્યા

કેટલાક મહિનાઓથી બાળકોને પાલતુ પશુ-પ્રાણીઓને આપવામાં આવતી ગુણવત્તાનું માંસ ખવડાવવામાં આવતું હતું. આ સાથે જ તેઓને માર મારવામાં આવ્યો હતો અને ઘરની બહાર જવા દેવામાં આવતા ન હતા. પોલીસનો આરોપ છે કે ભાઈ-બહેનોને શાળાએ જતા અટકાવવામાં આવ્યા હતા અને ફોન, પુસ્તક અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

તેના રૂમમાંં તાળું મારી દીધું

તેના માતા-પિતા પર અનેક ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. 18 વર્ષની પુત્રીએ કહ્યું કે જ્યારે તે ખૂબ જ જિજ્ઞાસુ બની અને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા ત્યારે તેના માતા-પિતાએ તેના રૂમમાંં તાળું મારી દીધું હતું. તેણે ડેઈલી ટેલિગ્રાફને કહ્યુ કે, અમને પરવાનગી વિના બોલવા દેવાયા નહોતા. કોઈ મિત્રો નથી, કોઈ ઇન્ટરનેટ એક્સેસ નથી.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

બહેને શાળાને એક ઈમેલ મોકલ્યો

માતાના કહેવા પર તેના પિતાએ બાળકોને ઠપકો આપીને સજા કરતા હતા. એક બહેને દાવો કર્યો કે તેના માતા-પિતાએ તેની સાથે ભાવનાત્મક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. બહેનોએ ગુપ્ત રીતે ઈન્ટરનેટ પરથી બાળ દુર્વ્યવહાર, હુમલો અને માતા-પિતા માટે કાયદેસર રીતે શું સ્વીકાર્ય છે તે વિશે માહિતી એકત્રિત કરી હતી. તેણે કથિત દુર્વ્યવહારના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા, ખાસ કરીને તેના નાના ભાઈ-બહેનો જેમને માર મારવામાં આવતો હતો. એક બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે મોટી બહેને શાળાને એક ઈમેલ મોકલ્યો હતો.

આ પણ વાંચો : Chicago News: શિકાગોમાં યુવતીઓએ ઉબેર ડ્રાઇવર પર હુમલો કર્યો અને માર માર્યો, વાહનને પહોંચાડયું નુકશાન

મુખ્ય પોલીસ અધિકારીએ કહ્યું કે, પ્રાથમિકતા એ છે કે દરેક બાળક સાથે વાત કરીને શક્ય તેટલી વધુ માહિતી મેળવી શકાય અને તેમના સુધી સુરક્ષિત રીતે પહોંચી શકાય. એક મહિલા અધિકારી જે ઘટનાસ્થળે હતી અને હજુ પણ પરિવારના સંપર્કમાં છે તેને બાળકોને કહેવાનું કામ સોંપવામાં આવ્યું હતું કે તેમના માતા-પિતા ઘરે આવશે નહીં.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article