Sydney News: ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે દક્ષિણ સિડનીના એક ઘરમાં દરોડા પાડ્યા, ABFની રેડમાં મળી પરમાણુ સામગ્રી

|

Aug 17, 2023 | 1:54 PM

ઘટના સ્થળની આસપાસના લોકોને તાકીદની સેવાઓની તમામ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં આજુબાજુના વિસ્તારમાં જાહેર જનતાને કોઈ ખતરો ન હોવાનું જણાવાયું છે.

Sydney News: ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે દક્ષિણ સિડનીના એક ઘરમાં દરોડા પાડ્યા, ABFની રેડમાં મળી પરમાણુ સામગ્રી
ABF Raid - Sydney

Follow us on

Australia: દક્ષિણ સિડનીમાં (Sydney) અધિકારીઓએ ગુરુવારે સવારે 9 વાગ્યે આર્નક્લિફમાં કેલ્સી સ્ટ્રીટ પર રહેણાંક મકાન પર દરોડો (Raid) પાડ્યો હતો. દરોડા દરમિયાન પરમાણુ આઇસોટોપ્સ મળી આવ્યા હતા. ડેઇલી ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. બે હેઝમેટ ફાયર ટ્રક ઘટના સ્થળે હાજર છે. જેમાં રક્ષણાત્મક હેઝમેટ સૂટ પહેરેલા કેટલાક અધિકારીઓ, એમ્બ્યુલન્સ અને આસપાસની શેરીઓમાં પોલીસ હાજર છે.

જાહેર જનતાને કોઈ ખતરો ન હોવાનું જણાવાયું

આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષા એજન્સીના અધિકારીઓ પણ સવારથી ઘટના સ્થળ પર હાજર છે. હાલમાં આ ઘરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તપાસ ચાલી રહી છે. એબીએફના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે, ઓપરેશન દરમિયાન તમામ સુરક્ષા પગલા લાગુ કરવામાં આવી રહ્યા છે.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આ પણ વાંચો : Canada News: હ્યુમન ફોર હાર્મનીના નેજા હેઠળ બ્રેમ્પટન કેનેડા ખાતે ભારતના 77મા સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી, જુઓ Photos

ઘટના સ્થળની આસપાસના લોકોને તાકીદની સેવાઓની તમામ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. હાલમાં આજુબાજુના વિસ્તારમાં જાહેર જનતાને કોઈ ખતરો ન હોવાનું જણાવાયું છે. ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સને (ABF) સિડનીની દક્ષિણમાં એક ઘર પર દરોડા દરમિયાન ન્યુક્લિયર આઇસોટોપ્સ મળી આવ્યા હોવાનું કહેવાય છે. પરંતુ એએફબીએ પુષ્ટિ કરી નથી કે સામગ્રી શું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article