Sudan Conflict: સુદાન સંકટ પર એસ જયશંકરે યુએન ચીફ સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Sudan Conflict: સુદાનની રાજધાની ખાર્તુમમાં છેલ્લા એક સપ્તાહથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 300 લોકોના મોત થયા છે.

Sudan Conflict: સુદાન સંકટ પર એસ જયશંકરે યુએન ચીફ સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
| Edited By: | Updated on: Apr 21, 2023 | 3:34 PM

Sudan Conflict: ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકર ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે અમે G-20, યુક્રેન યુદ્ધ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. પરંતુ મોટાભાગની વાતચીત સુદાનના મુદ્દા પર થઈ હતી. એસ જયશંકરે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસ સાથે તેમની મુલાકાત સારી રહી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જયશંકરે કહ્યું કે યુએન સુદાનમાં યુદ્ધવિરામ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે જ્યાં સુધી યુદ્ધવિરામ ન થાય, જ્યાં સુધી કોરિડોર ન હોય ત્યાં સુધી લોકો માટે બહાર નીકળવું સુરક્ષિત નથી. તેમણે કહ્યું કે દિલ્હીમાં અમારી ટીમ સુદાનમાં ભારતીયોના સતત સંપર્કમાં છે, અને તેમને શાંત રહેવાની અને બિનજરૂરી જોખમ ન લેવાની સલાહ આપી રહી છે. સ્થિતિ સુધરવાની રાહ જોવી પડશે. હું આશા રાખું છું કે આ બધા પ્રયત્નો વધુ સારા પરિણામો લાવશે.

 

જયશંકરે ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી

સુદાન કટોકટી પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેમણે પોતે સાઉદી અરેબિયા અને યુએઈના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે. અમે અમેરિકનોના સંપર્કમાં છીએ. હું મારા બ્રિટિશ સમકક્ષ સાથે પણ સંપર્કમાં રહ્યો છું. આજે સવારે મેં ઇજિપ્તના વિદેશ પ્રધાન સાથે લાંબી વાતચીત કરી, કારણ કે તેઓ પાડોશી છે, તેમના ઊંડા હિત છે, તેઓ મજબૂત સમજણ ધરાવે છે.

આ પણ વાચો: Indian Army: PMનો બંધ રૂમમાં સેનાને સંદેશ, ચીન છેતરપિંડી કરશે, તો ત્રણેય સેના એકસાથે આપશે જવાબ

300 થી વધુ લોકોના મોત થયા છે

તમને જણાવી દઈએ કે સુદાનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. છેલ્લા એક સપ્તાહથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 300થી વધુ લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા ઘાયલ થયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…