SpaceX ISS: SpaceX રોકેટ પર 4 અવકાશયાત્રીઓ ISS માટે રવાના, ભારતીય અમેરિકન રાજા ચારીને બનાવાયા મિશન કમાન્ડર

|

Nov 11, 2021 | 11:30 AM

SpaceX ISS: સ્પેસએક્સના રોકેટ દ્વારા ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યા છે. અગાઉ આ મિશન ખરાબ હવામાનને કારણે વિલંબમાં પડી રહ્યું હતું.

SpaceX ISS: SpaceX રોકેટ પર 4 અવકાશયાત્રીઓ ISS માટે રવાના, ભારતીય અમેરિકન રાજા ચારીને બનાવાયા મિશન કમાન્ડર
Space-X

Follow us on

SpaceX’s Crew-3 Astronaut Launch: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (Nasa) અને સ્પેસએક્સે (SpaceX) ચાર અવકાશયાત્રીઓને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા છે. ખરાબ હવામાન સહિતના ઘણા કારણોસર લાંબા વિલંબ પછી સ્પેસએક્સ રોકેટ આખરે બુધવારે આ અવકાશયાત્રીઓ સાથે રવાના થયું. 

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે જર્મનીના મેથિયાસ મૌરેર બુધવારે અવકાશ માટે રવાના થયેલા ચાર લોકોમાં સામેલ હતા. જેમને અવકાશમાં જનાર 600મી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તે અને ત્રણ અન્ય નાસા અવકાશયાત્રીઓ લગભગ 22 કલાકની ઉડાન પછી ગુરુવારે સાંજે પૃથ્વીથી લગભગ 250 માઇલ એટલે કે 400 કિમી દૂર અવકાશ સ્ટેશન પર પહોંચશે. તેને ક્રૂ 3 નામ આપવામાં આવ્યું છે. તેમાં નાસાના ગ્રેજ્યુએશન ક્લાસના બે સભ્યો છે. તેમાંથી 44 વર્ષીય ભારતીય અમેરિકન રાજા ચારી છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જે અમેરિકન એરફોર્સના ફાઇટર જેટના પ્રશિક્ષિત પાઇલટ છે. તેમને મિશન કમાન્ડર બનાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સભ્ય 34 વર્ષીય કાયલા બેરોન છે. જે અમેરિકન નેવી સબમરીન ઓફિસર અને ન્યુક્લિયર એન્જિનિયર છે.

ટોમ માર્શબર્ન પણ ટીમનો ભાગ છે
ત્રીજા સભ્ય ટોમ માર્શબર્ન છે, જે ટીમના નિયુક્ત પાયલોટ છે અને કમાન્ડમાં બીજા વેટરન અવકાશયાત્રી છે. તેઓ 61 વર્ષના છે અને નાસાના ભૂતપૂર્વ ફ્લાઇટ સર્જન રહી ચૂક્યા છે. આ સિવાય યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી મેથિએલ મૌરર પણ છે. 51 વર્ષીય મૌરર જર્મનીનો છે અને તે મટિરિયલ સાયન્સ એન્જિનિયર છે.

ચારી, બેરોન અને મૌરેર લોન્ચ સાથે તેમની પ્રથમ અવકાશ ફ્લાઇટમાં અવકાશમાં જનારા 599મા, 600મા અને 601મા માનવીઓ છે. નાસાના આગામી આર્ટેમિસ મિશન માટે પસંદ કરાયેલા 18 અવકાશયાત્રીઓના પ્રથમ જૂથમાં ચારી અને બેરોન પણ છે, જેનો ઉદ્દેશ્ય એપોલો મિશનના લગભગ અડધી સદી પછી આ દાયકાના અંત સુધીમાં ચંદ્ર પર મનુષ્યોને પરત કરવાનો છે.

અવકાશયાત્રીઓ 200 દિવસ પછી પરત ફર્યા
બુધવારે રાત્રે ઝરમર વરસાદ વચ્ચે ચાર અવકાશયાત્રીઓએ તેમના પરિવારોને અલવિદા કહ્યું હતું. હવામાનશાસ્ત્રીઓએ હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરી હતી અને તેમાં સુધારો પણ થયો હતો. બે દિવસ પહેલા સ્પેસએક્સ અવકાશયાનમાંથી અન્ય ચાર અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પરત ફર્યું હતું.

તમને જણાવી દઈએ કે નાસાના અવકાશયાત્રીઓ શેન કિમ્બેરો અને મેગન મેકઆર્થર, જાપાનના અકીહિતો હોશીદે અને ફ્રાન્સના થોમસ પેસ્કેટ બે દિવસ પહેલા સ્પેસએક્સ કેપ્સ્યુલથી પૃથ્વી પર પાછા ફર્યા હતા. સ્પેસ સેન્ટરમાં 200 દિવસ વિતાવ્યા બાદ તે પરત ફર્યો હતો.

આ પણ વાંચો : Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

આ પણ વાંચો : Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

Next Article