Smash 2000: ભારત બાદ હવે અમેરિકા પણ ખરીદશે ઇઝરાયેલી રિમોટ કંટ્રોલ કીલર ગન, એક ગોળીએ ડ્રોનને દેવાશે ભડાકે, જાણો શું છે વિશેષ ?

|

Oct 07, 2021 | 7:02 AM

SMASH 2000 GUN ઇઝરાયેલી કંપની સ્માર્ટ શૂટર દ્વારા બનાવવામાં આવી છે, ઓટોમેટેકી ટાર્ગેટ શોધે છે અને તેને લોક કરે છે

Smash 2000: ભારત બાદ હવે અમેરિકા પણ ખરીદશે ઇઝરાયેલી રિમોટ કંટ્રોલ કીલર ગન, એક ગોળીએ ડ્રોનને દેવાશે ભડાકે, જાણો શું છે વિશેષ ?
Smash 2000

Follow us on

ભારત (India) બાદ હવે અમેરિકા (America) પણ ઇઝરાયલ (Israel) પાસેથી રિમોટ કંટ્રોલ કિલર ગન ખરીદવા જઇ રહ્યું છે. દાવો કરવામાં આવે છે કે ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક ડો. યુ એસ મરીન કોર્પ્સે SMASH 2000 કોમ્પ્યુટરાઈઝ્ડ ઓપ્ટિકલ સાઈટ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ સાઈટ સીસ્ટમ કોઈપણ નાના હથિયાર સાથે ફીટ કરી શકાય છે. આ સિસ્ટમ રાઇફલ વાઇલ્ડિંગ શૂટરને ચોક્કસ લક્ષ્ય રાખવાની ક્ષમતા પ્રદાન કરશે. એટલું જ નહીં, જો લક્ષ્ય તેની જગ્યાએથી બીજી જગ્યાએ ગયું હોય તો પણ તે તેને ટ્રેક કરી શકે છે.

SMASH 2000 ઇઝરાયેલી કંપની સ્માર્ટ શૂટર દ્વારા બનાવવામાં આવી છે. આ કંપનીનો દાવો છે કે ઓપ્ટિકલ સાઇટ સિસ્ટમ સાથે, કોઈપણ નાના ડ્રોનને તુરંત જ તોડી શકાય છે. સ્માર્ટ શૂટર કંપનીએ મરીન કોર્પ્સ રેપિડ કેપેબિલિટી ઓફિસ (MCRCO) ને SMASH 2000 કોમ્પ્યુટરાઈઝ્ડ ઓપ્ટિકલ સાઈટ સિસ્ટમોની અનિશ્ચિત સંખ્યા પૂરી પાડી છે. MCRCO મરીન કોર્પ્સ વોરફાઈટિંગ લેબોરેટરી (MCWL) નો એક ભાગ છે.

Smash 2000

સ્માર્ટ શૂટરના સીઈઓ મીચલ મોરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુએસ મરીન કોર્પ્સ વોરફાઈટિંગ લેબોરેટરી અને એનએસડબલ્યુસી ક્રેન્સે જમીન અને સમુદ્રમાં સતત વધતા જતા ડ્રોન ખતરા સામે વધુ સારી રીતે રક્ષણ આપવા માટે અમારી ટેકનોલોજી પસંદ કરી છે તે અંગે અમને ગર્વ છે. તેના ટાર્ગેટિંગ એલ્ગોરિધમની વિશેષતા એ છે કે તે સૌથી નાના ડ્રોનને પણ ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં, આ સિસ્ટમ તેમને મારવામાં પણ અસરકારક છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઇઝરાયેલી કંપની સ્માર્ટ શૂટરએ જુલાઈમાં SMASH પ્રોડક્ટ સાથે જોડાયેલી SMASH Hopper બંદૂક વિકસાવી હતી. આ બંદૂકને લાઇટ રિમોટ કન્ટ્રોલ્ડ હથિયાર સ્ટેશન (LRCWS) તરીકે પણ ઓળખવામાં આવે છે. સિસ્ટમમાં SMASH 2000 કોમ્પ્યુટરાઇઝ્ડ ગનસાઇટ અને રિમોટ કંટ્રોલ માઉન્ટનો સમાવેશ થાય છે. જે કોઈ પણ ટ્રાઇપોડ, જમીન કે કોઈપણ વાહન પર લગાવી શકાય છે.

SMASH 2000 ગનસાઇટને ઓટોમેટિક ગનમાઉન્ટની જરૂર નથી. તે ઓટોમેટેકી ટાર્ગેટ શોધે છે અને તેને લોક કરે છે. તે પછી, જ્યારે દૂર બેઠેલા ઓપરેટરને લાગે કે હવે ફાયરિંગથી ટાર્ગેટને વધુ નુકસાન થશે, તો તે રિમોટ કંટ્રોલ દ્વારા ફાયર કરી શકે છે.

ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસ નિમિત્તે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહે જાહેરાત કરી હતી કે નૌકાદળ ડ્રોન સ્ટ્રાઈકનો સામનો કરવા માટે આવી સ્મેશ -2000 સિસ્ટમો ખરીદી રહી છે. એવું માનવામાં આવે છે કે નૌકાદળને આ સ્મેશ -2000 ફાયર કંટ્રોલ સિસ્ટમની ડિલિવરી આગામી વર્ષની શરૂઆતથી શરૂ થશે. આ હથિયાર લગભગ 120 મીટરની ઊંચાઈ સુધી ઉડતા ડ્રોનને નીચે પાડી મરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો: Lakhimpur Kheri Violence: સુપ્રીમ કોર્ટેનો લખીમપુર ખીરી કેસમાં સુઓમોટો, આ મામલે આજે સુનાવણી હાથ ધરાશે

આ પણ વાંચો: નવરાત્રીનો આજથી પ્રારંભ, રાજ્યમાં માત્ર શેરી ગરબાને મંજૂરી, પાર્ટી પ્લોટ કે ક્લબોને પરવાનગી નહિ

 

Next Article