ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે ટેલિવિઝન પર પાંચ મહિલા સૈનિકોના ફૂટેજ ચલાવ્યા. આ એ જ સૈનિકો છે જેમને યુદ્ધ શરૂ થયા બાદ હમાસના આતંકવાદીઓએ બંદી બનાવી લીધા હતા. ફૂટેજમાં મહિલાઓએ પાયજામા પહેર્યા હતા. તેઓ બધા લોહીલુહાણ જોવા મળ્યા હતા. તેમને જીપમાં બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. આતંકવાદીઓમાંથી એકે અરબીમાં બૂમ પાડીને કહી રહ્યો છે કે – તમે કૂતરાઓ છો! અમે તમને કચડી નાખીશું, કૂતરાઓ.
ઇઝરાયેલ સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે, મહિલા સૈનિકો હજુ પણ હમાસની કેદમાં છે. તેમને પાછા લાવવામાં ઇઝરાયેલને સૌ કોઈએ ટેકો આપવો જોઈએ.
ગત ઓક્ટોબર 2023થી પેલેસ્ટાઈનના હુમલાખોરોએ બંધક બનાવેલા ઈઝરાયેલના 124 નાગરિકોના સંબંધીઓએ એક ફોરમની રચના કરી છે. જેને બંધક પરિવાર ફોરમ તરીકે ઓળખવામા આવે છે. આ બંધક પરિવાર ફોરમે જણાવ્યું હતું કે, જાહેર થયેલ ફૂટેજ પેલેસ્ટાઈનના લડવૈયાઓના બોડી કેમેરામાંથી મળી આવ્યા હતા. ફૂટેજમાં મૃત ઇઝરાયલના સૈનિકોની તસવીરો સામેલ નથી. ફોરમે કહ્યું કે ઈઝરાયેલ સરકારે હવે એક મિનિટ પણ બગાડવી જોઈએ નહીં. તેઓએ યુદ્ધવિરામ કરીને અને તમામ બંધકોની મુક્તિ માટે આજે જ વાટાઘાટો શરૂ કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 2023ના 7 ઓક્ટોબરની સવારે હમાસ દ્વારા ઇઝરાયેલના શહેરો પર લગભગ 5000 રોકેટ છોડવામાં આવ્યા હતા. જે બાદ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વચન આપ્યું છે કે, જ્યાં સુધી ગાઝામાં હમાસનો સંપૂર્ણ સફાયો ના થાય ત્યાં સુધી તેઓ યુદ્ધવિરામ નહીં કરે. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 35,000 થી વધુ પેલેસ્ટાઈનના નાગરિકોના મોત થયા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઈઝરાયેલ દ્વારા સતત કરતા બોમ્બમારાથી 80% વસ્તી વિસ્થાપિત થઈ ગઈ છે અને હજારો લોકો ભૂખમરાની અણી પર છે.
(TRIGGER WARNING)
A video of the instances in which female IDF observers were kidnapped from the IDF Nahal Oz base to the Gaza Strip on October 7 was published on Wednesday evening.
Read more: https://t.co/rSRzPIT3uy pic.twitter.com/klx2G1BoDS
— The Jerusalem Post (@Jerusalem_Post) May 22, 2024
હમાસે કહ્યું કે, આ ઇઝરાયેલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેને અપવિત્ર કરી હતી. ઇઝરાયેલની સેના સતત હુમલા કરી રહી છે અને હમાસના ઠેકાણાઓ પર હુમલાઓ કરી રહી છે. ઈઝરાયેલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે કહ્યું કે ઈઝરાયેલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.
આ વીડિયો જાહેર થયા બાદ, સમગ્ર ઈઝરાયેલમાં બંધકોની મુક્તિ માટેની માગ બળવતર બની છે. પેલેસ્ટાઈનના લડવૈયાઓએ, 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયેલમાં હુમલો કરીને મહિલા સૈનિક સહિતના અનેક ઈઝરાયેલીઓને બંધક બનાવ્યા હતા.
Published On - 1:30 pm, Thu, 23 May 24