Singapore: ભારતીયો સામે નફરત ફેલાવવાની ચીનની ચાલ નાકામ, સિંગાપોર સરકારે તુરંત ભડકાઉ પોસ્ટને હટાવવા જારી કર્યો નિર્દેશ

સિંગાપોર ગવર્નમેન્ટે ભારતીયો સામે નફરત ફેલાવનારી સોશિયલ મીડિયા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુખ્ય સોશિયલમીડિયા પ્લેટફોર્મ પરથી એ પોસ્ટને હટાવવા જણાવ્યુ છે જેમા ભારતીય સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છે.

Singapore: ભારતીયો સામે નફરત ફેલાવવાની ચીનની ચાલ નાકામ, સિંગાપોર સરકારે તુરંત ભડકાઉ પોસ્ટને હટાવવા જારી કર્યો નિર્દેશ
| Updated on: Jun 08, 2026 | 4:30 PM

સિંગાપોર સરકારે ભારતીય સમુદાય સામે જાતિય ટિપ્પણી સામે કડક કાર્યવાહી કરી છે. અધિકારીઓએ શનિવારે ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આવી 14 પોસ્ટ હટાવવાનો આદેશ આપ્યો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ પોસ્ટ ચીનથી આવી હતી અને તેમા જાણી જોઈને ભારતીય સમુદાય સામે જાતિય નફરત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશના ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે યુટ્યુબ, ફેસબુક અને X ને ભારતીય સમુદાયને નિશાન બનાવનારી 14 સોશિયલ મીડિયા પોસ્ટને બ્લોક કરવાનો નિર્દેશ જારી કર્યો છે.

વિદેશથી આવ્યુ નફરત ફેલાવવાનું અભિયાન

આ પોસ્ટમાં ભારતીયો સામે ભડકાઉ વાતો કહેવામાં આવી હતી. સરકારે તેને વિદેશી કનેકશન ધરાવતી ખોટી જાણકારી ફેલાવતા અભિયાન તરીકે જોયુ. સિંગાપોર પોલીસ ફોર્સે શનિવારે ઓનલાઈન ક્રિમિનલ હાર્મ્સ એક્ટ 2023 અંતર્ગત નિર્દેશ જારી કર્યા. આ કાયદો અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની તાકાત આપે છે. જેથી તેઓ પ્લેટફોર્મ્સને અપરાધિક ગતિવિધિને પ્રોત્સાહન આપનારા કન્ટેન્ટ ને હટાવવા અથવા તેના પર રોક લગાવવા માટેની ફરજ પાડી શકે.

નિર્દેશ માં કહેવાયુ છે કે આ પ્લેટફોર્મને સિંગાપોરના યુઝર્સે આ પોસ્ટની રિચને રોકવા માટે તમામ જરૂરી પગલા લીધા. ગૃહમંત્રાલયના બીજા મંત્રી એડવિન ટોંગે શનિવારે પત્રકારોને જણાવ્યુ કે અત્યાર સુધી જે કંઈ જાણકારી મળી છે, તે મુજબ ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવનારુ કન્ટેન્ટ વિદેશથી આવ્યુ છે.

ચીનના એક પ્લેટફોર્મથી કરાઈ ભડકાઉ પોસ્ટ

ચેનલ ન્યૂઝ એશિયા એ શનિવારે તેના રિપોર્ટમાં જણાવ્યુ કે પોસ્ટમાં આપત્તિજનક કન્ટેન્ટની તપાસ માં જે જાણકારી મળી છે, તે અનુસાર આ ચીનના પ્લેટફોર્મથી કરવામાં આવી છે. બાદમાં તેને અન્ય પ્લેટફોર્મ પર અને વેબસાઈટ પર શેર કરવામાં આવી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપોર પર ભારતીયોનો કબ્જો થઈ રહ્યો છે.

સિંગાપોરની 60 લાખની વસ્તીમાં 75% લોકો ચીની મૂળના છે, 15% વસ્તી મલય છે અને 7 થી 9% લોકો ભારતીય મૂળના છે. બાકી લોકો અન્ય જગ્યાએથી આવેલા છે. ટોંગ એ કહ્યુ, આ વીડિયો અમારા બહુજાતિય સમાજ પર હુમલો છે અને લોકોને જાતિગત રીતે અલગ પાડવાનો પ્રયાસ છે. જો કે અમે એવા નથી, ના તો તેનુ સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યુ સિંગાપોરમાં દરેક સમુદાયનુ મહત્વ છે અને દરેકને બરાબરનો દરજ્જો મળેલો છે.

Forbes Billionaires List: એશિયાના અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી નંબર 1 પોઝિશન પર, મુકેશ અંબાણીને પણ રાખી દીધા પાછળ

 

Follow Us
Loading...
Unable to load recommendations.