Shooting in Serbia: સર્બિયાના મ્લાડેનોવાક શહેરમાં ગોળીબારમા આઠના મોત, 10 ઘાયલ

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રાજધાની બેલગ્રેડમાં તાજેતરમાં એક 13 વર્ષના બાળકે તેના વર્ગમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 8 બાળકો અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.

Shooting in Serbia: સર્બિયાના મ્લાડેનોવાક શહેરમાં ગોળીબારમા આઠના મોત, 10 ઘાયલ
Eight killed, 10 injured in shooting in Mladenovac, Serbia
| Edited By: | Updated on: May 05, 2023 | 7:24 AM

સર્બિયાના એક શહેરમાં મોડી રાત્રે થયેલા ગોળીબારમાં આઠ લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શહેર સર્બિયાની રાજધાની બેલગ્રેડથી લગભગ 60 કિલોમીટર દૂર છે. સરકારી આરટીએસ ટેલિવિઝનના અહેવાલ મુજબ ફાયરિંગની આ ઘટના મ્લાડેનોવાક શહેરમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે ચાલતા વાહનમાંથી ઓટોમેટિક હથિયાર કાઢ્યું અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.

ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ હુમલાખોરને શોધી રહી છે. સર્બિયામાં બંદૂકોને લગતા નિયમો ખૂબ કડક છે. આ પછી પણ સતત ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાના થોડા દિવસો પહેલા એક સ્કૂલમાં પણ ગોળીબાર થયો હતો. લોકો આ ઘટનામાંથી હજુ સાજા થયા નથી કે મ્લાડેનોવાક શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હજુ સુધી એ જાણી શકાયું નથી કે હુમલાનું સાચું કારણ શું છે.

વિસ્તાર કોર્ડન કરી લીધો

EnOneના અહેવાલ મુજબ હુમલાખોર હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હુમલાખોર 21 વર્ષનો પુરુષ છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસને આશા છે કે હુમલાખોર ઘટનાસ્થળેથી દૂર ગયો નથી. આવી સ્થિતિમાં પોલીસ હુમલાખોરની જલ્દી ધરપકડ કરી શકે છે. એનવાનના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

ઈજાગ્રસ્તોના સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા લોકોને મ્લાડેનોવાકના ઈમરજન્સી સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલો અને મૃતકોના સંબંધીઓ પણ અહીં પહોંચવા લાગ્યા છે. પોલીસે જણાવ્યું છે કે હુમલાખોર હજુ પણ ફરાર છે. શહેરના છેવાડા સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રાજધાની બેલગ્રેડમાં તાજેતરમાં એક 13 વર્ષના બાળકે તેના વર્ગમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 8 બાળકો અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે.