Breaking News : US Latest Gun Violence : ટેક્સાસના શોપિંગ મોલમાં ફાયરિંગ, 9ના મોત, હુમલાખોર પણ માર્યો ગયો

જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનના તમામ પ્રયાસો છતાં, અમેરિકામાં બંદૂકની હિંસા અટકી રહી નથી. અહીં એક બંદૂકધારીએ ટેક્સાસના ડલાસ, એલેનમાં મોલ પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા.

| Edited By: | Updated on: May 07, 2023 | 9:52 AM

જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનના તમામ પ્રયાસો છતાં, અમેરિકામાં બંદૂકની હિંસા અટકી રહી નથી. અહીં એક બંદૂકધારીએ ટેક્સાસના ડલાસ, એલેનમાં મોલ પાસે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 9 લોકોના મોત થયા હતા. આશંકા છે કે મૃતકોમાં બાળકો પણ સામેલ હોઈ શકે છે. ગોળીબારની ઘટના સ્થાનિક સમયાનુસાર સવારે 3.40 વાગ્યે પ્રકાશમાં આવી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કાર્યવાહીમાં બંદૂકધારી માર્યો ગયો છે.

પાર્લે એલેન પોલીસે જણાવ્યું કે, જેટલા લોકો ઘાયલ થયા છે, તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડલ્લાસમાં મેડિકલ સિટી હેલ્થકેરે જણાવ્યું હતું કે 5-61 વર્ષની વયના ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમની સારવાર કરવામાં આવી રહી હતી.

ફાયરિંગ કરનારનું સ્થળ પર જ મોત

રોન ફિલિપકોવસ્કી નામના ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર ટ્વીટ કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે ટેક્સાસ મોલના શૂટરને પોલીસે કાર્યવાહીમાં મોતને ઘાટ ઉતાર્યો નાખવામાં આવ્યો છે. તેનું હથિયાર તેની લાશ પાસે પડેલું છે.

લોહીથી લથપથ જમીન પર પડેલા બાળકો

અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા બાળકો એકસાથે જમીન પર પડ્યા છે અને તેઓ લોહીથી લથપથ છે. જો કે TV9 આ વિડિયોને વેરિફાય કરતું નથી, પરંતુ આ ભયાનક વીડિયોથી આશંકા છે કે હુમલામાં ઘણા બાળકો માર્યા ગયા છે.

 

2023માં અત્યાર સુધીમાં ગન હિંસાના 198 કેસ

મોલની બહાર ફૂટપાથ પર લોહી જોઈ શકાય છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે આ ગોળીબારને “ભૂલી નહીં શકાય તેવી ઘટના” ગણાવી હતી. એલન જ્યાં ગોળીબાર થયો હતો ત્યાં એક લાખની વસ્તી છે. આ વર્ષ 2023માં અત્યાર સુધીમાં બંદૂક થી હિંસાના 198 કેસ નોંધાયા છે. રોયટર્સ અનુસાર, 2016ની સરખામણીએ હાલના સમયમાં વધુ ફાયરિંગ થયું છે.

આ પણ વાંચો : ‘નમસ્તે’ વિવાદ પર પાકિસ્તાનમાં હોબાળો, બિલાવલે બદલ્યો ટ્વિટર પ્રોફાઇલ ફોટો, પીએમ શરીફે ઈમરાન પર નિશાન સાધ્યું

કેલિફોર્નિયામાં ગોળીબારમાં છોકરીનું મોત

ઉત્તરી કેલિફોર્નિયામાં શનિવારના ગોળીબારમાં એક 17 વર્ષની છોકરીનું મોત થયું હતું. તે તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી, ત્યાં કોઈએ ગોળીબાર કર્યો. આ સિવાય ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સગીર છોકરીને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:24 am, Sun, 7 May 23