ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગમાં વ્યસ્ત હતી મહિલા, 10 મા માળેથી પટકાયા તેના 2 બાળકો

એન્ડ્રિયા લાઇવ સ્ટ્રીમિંગમાં એટલી વ્યસ્ત હતી કે તેને ખબર જ ન પડી કે ક્યારે તેના બાળકો પડી ગયા. તેણે બાળકોનો અવાજ પણ ન સાંભળ્યો

ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગમાં વ્યસ્ત હતી મહિલા, 10 મા માળેથી પટકાયા તેના 2 બાળકો
Twins fell down from 10th floor mother was busy on facebook live
| Edited By: | Updated on: Sep 14, 2021 | 5:50 PM

સોશિયલ મીડિયાનો ચસ્કો ઘણી વાર લોકોને ભારી પડે છે. પોતે શું કરે છે એ લોકો સાથે શેયર કરવા, સોશિયલ મીડિયા પર કુલ લાગવા અને પોપ્યુલર થવાના ચક્કરમાં લોકો ઘણી વાર પોતાનો અથવા તો અન્યનો જીવ જોખમમાં મુકી દે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે જેમાં એક મહિલાનું સર્વસ્વ તબાહ થઇ ગયુ અને એને ખબર પણ ન પડી. આ મહિલા ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગમાં એટલી મશગૂલ હતી કે તેને ખબર જ ન પડી કે ક્યારે તેના બંને બાળકો રમતા રમતા 10 મા માળેથી નીચે પડી ગયા.

આ મહિલાને પોલીસના માધ્યમથી ખબર પડી કે તેના બંને બાળકો હવે આ દુનિયામાં નથી. રોમાનિયામાં ઘટેલી આ ઘટના એ દરેક મા-બાપ માટે સબક છે જેઓ પોતાના બાળકને છોડીને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે.

એક અહેવાલ પ્રમાણે, આ ઘટના રોમાનિયાના પ્લોઇસ્ટી શહેરની છે. એન્ડ્રિયા નામની એક મહિલા પોતાના ઘરમાં ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગમાં વ્યસ્ત હતી. તે દરમિયાન તેના જુડવા બાળકો કથિત રીતે રમતા રમતા 10 મા માળ પરથી નીચે પટકાઇ ગયા. એન્ડ્રિયા લાઇવ સ્ટ્રીમિંગમાં એટલી વ્યસ્ત હતી કે તેને ખબર જ ન પડી કે ક્યારે તેના બાળકો પડી ગયા. તેણે બાળકોનો અવાજ પણ ન સાંભળ્યો

ચોંકાવનારી આ ઘટનાની માહિતી મળતા જ લોકલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. પોતાના જ બાળકોના મૃત્યુથી અજાણ એન્ડ્રિયા તેમને લાઇવ ચેટિંગ કરતી મળી. પોલીસ ઓફિસરે તેમને કહ્યુ કે તેમના બાળકો સાથે શું થયુ છે. જોકે એન્ડ્રિયાએ પોતાની જાતને નિર્દોષ જણાવી છે અને તેનું કહેવુ છે કે તે બીજા રૂમમાં પોતાના મોટા દિકરા સાથે હતી.

એન્ડ્રિયાએ પોતાના મિત્ર પર આરોપ લગાવતા કહ્યુ કે, બાળકો બારી સુધી ન પહોંચી શકે. પરંતુ સાક્ષીઓનું કહેવુ છે કે તેમણે આ બાળકોને બારી પર ચઢતા જોયા છે. બીજી તરફ એન્ડ્રિયાની મિત્રએ પણ પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા છે. તેણે જણાવ્યુ કે તે બાળકોનું ધ્યાન રાખી રહી હતી પરંતુ ખબર નહી આ બધુ કઇ રીતે થઇ ગયુ. આ ઘટના બાદ એન્ડ્રિયાની ચારે તરફ આલોચના થઇ રહી છે.

આ પણ વાંચો –

દિવ્યાંગો માટે IIT મદ્રાસ ટીમની અનોખી પહેલ, સ્વદેશી મોટર વ્હીલ ચેર તૈયાર કરીને આપી દિવ્યાંગોને અનોખી ભેટ

આ પણ વાંચો –

Maharashtra : કોલેજોમાં એક નવેમ્બરથી શરૂ થશે નવું સત્ર, શું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ?

આ પણ વાંચો –

Defamation Case : કંગના રનૌતની વધી શકે છે મુશ્કેલીઓ, જાણો કેમ જજે કહ્યું – ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે?