કેરળનો શિહાબ 8600 KM, 370 દિવસ પગપાળા પ્રવાસ કરીને મક્કા પહોંચ્યો, વાઘા બોર્ડર પર પાકિસ્તાને કર્યું શરમજનક કૃત્ય

કેરળથી મક્કા સુધી પગપાળા મુસાફરી કરનાર શિહાબ પોતાના મુકામ પર પહોંચી ગયો છે. તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં 370 દિવસ લાગ્યા હતા. લોકોએ દરેક જગ્યાએ તેમનું સ્વાગત કર્યું. શિહાબ ઘણા દેશોની સરહદ પાર કરીને અહીં પહોંચ્યો હતો.

કેરળનો શિહાબ 8600 KM, 370 દિવસ પગપાળા પ્રવાસ કરીને મક્કા પહોંચ્યો, વાઘા બોર્ડર પર પાકિસ્તાને કર્યું શરમજનક કૃત્ય
| Edited By: | Updated on: Jun 10, 2023 | 5:03 PM

Kerala: હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે. આ ધાર્મિક યાત્રામાં ભાગ લેવા માટે ભારતમાંથી લગભગ 175000 લોકો મક્કા પહોંચવાના છે. આ યાત્રા 21 મેથી શરૂ થઈ છે. કેરળના એક યુવાન શિહાબ છોટુરે પગપાળા મક્કા જવાનું નક્કી કર્યું. આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. કારણ કે ભારતથી મક્કાનું અંતર 8640 કિલોમીટર હતું. પણ શિહાબની મજબૂત શક્તિ સામે અંતર પણ ઓછું થઈ ગયું. એક વર્ષ અને પાંચ દિવસમાં એટલે કે (લગભગ 370 દિવસ) તેમણે યાત્રા પૂરી કરી અને મક્કા પહોંચ્યા. તે પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને સાઉદી અરેબિયા પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

કેરળના મલપ્પુરમ જિલ્લાના વાલાંચેરીના રહેવાસી શિહાબ ચોત્તુરએ 2 જૂન 2022ના રોજ પોતાનું ઘર છોડી દીધું હતું. આ પછી તે પોતાની યાત્રામાં ઘણા સ્ટોપ લઈને આ મહિને મક્કા પહોંચ્યા. સાઉદી પહોંચ્યા પછી, શિહાબ ઇસ્લામના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામ મદીના પહોંચ્યા. અહીં તેણે 21 દિવસ વિતાવ્યા. શિહાબે મક્કા અને મદીના વચ્ચેનું 440 કિલોમીટરનું અંતર નવ દિવસમાં કાપ્યું હતું. પાકિસ્તાને ધાર્મિક યાત્રાઓમાં પણ અડચણ ઊભી કરી હતી. ટ્રાન્ઝિટ વિઝાના નામે શિહાબને એક સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Russia-Ukraine War: યુક્રેનમાં બે વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, ઝેલેન્સકીએ કહ્યું- રશિયાએ યુદ્ધમાં 500 બાળકોને માર્યા

પાકિસ્તાને યુવકને સરહદ પર રોકયો

શિહાબ તેની માતા ઝૈનાબા સાઉદી પહોંચ્યા બાદ હજ કરશે. કેરળનો શિહાબ પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. દરરોજ તે દર્શકોને પોતાની સફર વિશે પણ જણાવતો ગયો. ગયા વર્ષે જૂનમાં તેની હજ યાત્રા શરૂ કર્યા પછી, શિહાબ વાઘા બોર્ડર પહોંચતા પહેલા દેશના ઘણા રાજ્યોમાંથી પસાર થયો હતો. તે વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશવા માંગતો હતો પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. કારણ કે શિહાબ પાસે વિઝા નહોતા. ટ્રાન્ઝિટ વિઝા મેળવવા માટે શિહાબને એક મહિના સુધી સ્કૂલમાં રાહ જોવી પડી. ફેબ્રુઆરી 2023માં શિહાબને ટ્રાન્ઝિટ વિઝા મળ્યો. આ પછી તેણે ફરી યાત્રા શરૂ કરી અને ચાર મહિના પછી પોતાના મુકામ પર પહોંચી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો