ચીનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ થવી જરૂરી 

|

Nov 22, 2021 | 8:54 PM

વિન્ટર ઓલિમ્પિક્સ ફેબ્રુઆરીમાં યોજાવાની છે અને જો ચીન સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવે તો ગેમ્સનો બહિષ્કાર થવાનું જોખમ ઉભુ થઈ શકે છે. તેથી, ચીની વિદેશ મંત્રાલય ઝડપથી ડેમેજ કંટ્રોલની કવાયતમાં લાગી ગયું છે.

ચીનના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ થવી જરૂરી 
Peng Shuai (File Image)

Follow us on

– બિક્રમ વ્હોરા

ચીનમાં (China), જ્યારે કોઈ વ્યક્તિ સત્તા માટે શરમનું કારણ બને છે, ત્યારે સરકાર તેને શિસ્તબદ્ધ કરવા માટે ડરાવી ધમકાવીને સમાજમાંથી બહિષ્કૃત કરે છે . તેને કહેવામાં આવે છે કે તેણે તેની વર્તણૂક સુધારવી જોઈએ નહીંતર… અને આ ‘નહીંતર’ નો અર્થ છે કે તેના પરિવારના સભ્યોને પણ તેના વર્તનનું પરિણામ ભોગવવું પડી શકે છે. આ પ્રકારનો દેશ નિકાલ નવો નથી, પરંતુ ટેનિસ ખેલાડી પેંગ શુઆઈનો કિસ્સો અન્ય અપહરણકર્તાઓથી તદ્દન અલગ છે.

સૌ પ્રથમ તો #MeToo નો મામલો હોવાના કારણે આ મુદ્દાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પછી ટેનિસ સર્કિટ (Tennis circuit) માં સૌથી વધુ પ્રિય ખેલાડી હોવાને કારણે પેંગ શુઆઈ (Peng Shuai) માટે સમર્થનનું પુર આવ્યુ છે. જ્યારે તેમના પહેલાં બીજા લોકોને તેમના વ્યાવસાયિક ક્ષેત્રમાંથી આટલું સમર્થન મળ્યું નથી. ઉદાહરણ તરીકે, અલી બાબાના અબજોપતિ માલિક જેક માને જ લઈ લો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કેનેડિયન બિઝનેસમેન ઝિઓ જિઆનહુઆને હોંગકોંગની એક હોટલની લોબીમાંથી નશીલી દવાઓ આપીને  બધાની સામે વ્હીલચેર પર લઈ જવામાં આવ્યા. ફિલ્મ સ્ટાર ઝાઓ વેઈને એક જ રાતમાં ગુમનામીના અંધકારમાં ધકેલવામાં આવ્યો. એ જ રીતે, કલાકાર એઇ વેઇવેઇને ચીનમાં ખુલીને બોલવા બદલ અને લેખક ગુઇ મિન્હાઈને શાસક વર્ગના સભ્યો વિશે કથિત રીતે લખવા બદલ સજા કરવામાં આવી હતી.

જ્યાં સેરેના, નાઓમી અને જોકોવિચ (Serena, Naomi and Djokovic) જેવા ટોચના ટેનિસ સ્ટાર્સે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રોજર ફેડરરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “પેંગ અમારા ટેનિસ ચેમ્પિયનમાંથી એક છે, તે વિશ્વની નંબર 1 ખેલાડી રહી ચૂકી છે, આ સ્પષ્ટપણે ખૂબ જ ચિંતાનો વિષય છે.” નિઃશંકપણે, બેઇજિંગ આ મુદ્દા પર સંપૂર્ણપણે ઘેરાયેલું છે. સ્કાય ઇટાલિયા સાથે વાત કરતા ફેડરરે કહ્યું, “મને આશા છે કે પેંગ સુરક્ષિત છે.

ટેનિસ પરિવાર હંમેશા એકબીજાની પડખે ઉભો રહ્યો છે. મેં હંમેશા મારા બાળકોને કહ્યું છે કે ટેનિસ પરિવાર મારો બીજો પરિવાર છે. હું 20-25 વર્ષથી પ્રવાસ કરી રહ્યો છું અને મને આ પ્રવાસો ગમે છે. હું લોકો અને ખેલાડીઓને ખૂબ પ્રેમ કરું છું, તેઓ મારા માટે ખાસ છે. પેંગ પણ તેમાંથી એક છે.”

35 વર્ષીય પેંગે આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું જેમાં તેણે શાસક પક્ષની સ્થાયી સમિતિના પૂર્વ સભ્ય ઝાંગ ગાઓલી પર અસંમતિપૂર્ણ યોન સંબંધ બનાવાનો આરોપ મૂક્યો હતો. પેંગના નિવેદનને કારણે સમગ્ર વિશ્વમાં ચીનની સરકારની નિંદા થઈ હતી. કારણ કે ઝાંગ ગાઓલી સત્તાના કોરિડોરમાં ખૂબ જ મજબૂત નેતા માનવામાં આવે છે.

વિન્ટર ઓલિમ્પિક્સ (Winter Olympics) ફેબ્રુઆરીમાં યોજાવાની છે અને જો ચીન સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવે તો ગેમ્સનો બહિષ્કાર થવાનું જોખમ ઉભુ થઈ શકે છે. તેથી, ચીની વિદેશ મંત્રાલય (Chinese Foreign Ministry) ઝડપથી ડેમેજ કંટ્રોલની કવાયતમાં લાગી ગયું છે. અપેક્ષા મુજબ, પેંગ ચિરાગમાંથી નીકળેલી જીનીની જેમ અચાનક એક જુનિયર ટેનિસ ઇવેન્ટમાં ખુશી ખુશી તેના ચાહકો માટે બોલ પર હસ્તાક્ષર કરતી અને ભીડનું અભિવાદન કરતી જોવા મળી. ત્યારબાદ તે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં પણ જોવા મળી હતી.

આ પ્રકારે હસતાં હસતાં ફરી પ્રગટ થવુ એ પણ ચીનની રમતનો એક ભાગ છે. અપહરણ કર્યા બાદ અનેક હાઈપ્રોફાઈલ વ્યક્તિઓને જબરદસ્તી લોકો સમક્ષ રજૂ કરાઈ રહી છે. તે પછી સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો વાંચે છે અને મજબૂરીના તમામ આરોપોને નકારી કાઢે છે.

પેંગની સ્વતંત્રતા કેટલી હદે પ્રતિબંધિત કરવામાં આવી છે તેનું મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે અને લોકોની સામે ‘હેલો, હું ઠીક છું’ કહેવાનો ટાઈમિંગ પણ  એક શંકા પેદા કરે છે કે બધું પહેલેથી જ સુનિયોજીત હતું. આવ સ્થિતિમાં જ્યારે વિશ્વના તમામ દેશો થોડા મહિનામાં વિન્ટર ઓલિમ્પિક માટે ભેગા થવાના છે, ત્યારે માત્ર સાંકળો ખુલ્લી બતાવવી પૂરતું નથી. તેના બદલે, સાચી સ્વતંત્રતા ત્યારે જ થશે જ્યારે પેંગ ટેનિસ સર્કિટ પર ધમાકેદાર રીતે પાછી ફરશે અને તેને દેશ છોડવાની મંજૂરી આપવામાં આવશે.

થઈ શકે કે આવું ન પણ બને અને ખબર પડે કે  તે કોઈ ઈજાને કારણે ઘાયલ થઈ ગઈ અથવા કોઈ રોગની લપેટમાં આવી ગઈ અથવા તેણે બંદૂકની અણી પર નિવૃત્તિની જાહેરાત કરી. સાચું કહેવામાં આવે તો વિશ્વ વિરોધનો અવાજ બુલંદ કરવા સિવાય ઘણું કરી શકતું નથી. મહિલા ટેનિસ એસોસિએશનના પ્રમુખ અને સીઈઓ સ્ટીવ સાઈમને રેસ્ટોરન્ટનો વીડિયો જાહેર થયા બાદ પેંગની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવતા કડક નિવેદન જાહેર કર્યું હતું, “જ્યાં તેમને પાછી જોવી એ એક સકારાત્મક બાબત છે, પરંતુ તેનાથી તે સ્પષ્ટ નથી કે તે ખરેખર સ્વતંત્ર છે અને કોઈપણ દબાણ અથવા દખલ વિના પોતાની જાતે નિર્ણય લઈ શકે છે.”

સાઈમને કહ્યું, “એકલો આ વિડિયો પૂરતો નથી. જેમ કે મેં હંમેશા કહ્યું છે કે, હું પેંગ શુઆઈના સ્વાસ્થ્ય અને સલામતી વિશે ચિંતિત છું અને તેમના જાતીય હુમલાના આરોપોને સેન્સર કરવામાં આવી રહ્યા છે. તેને રફે દફે કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગળ શું થવું જોઈએ તેના પર મારો અભિપ્રાય સ્પષ્ટ છે. ચીન સાથેના અમારા સંબંધો અત્યારે બે રાહ પર છે.” પરંતુ આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની કે તેમાં ભાગ લેવા માટે ચીનનો બહિષ્કાર ચોક્કસપણે એક મોટી છલાંગ સાબિત થશે. કારણ કે તેનો અમલ કરવો સરળ નહીં હોય. પરંતુ એટલું શક્ય છે કે બેઇજિંગ પેંગના આરોપોની સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે તપાસ કરે.

 

આ પણ વાંચો :  Mumbai Local Train પકડવાના ચક્કરમાં મહિલા પડી ગઈ, ગાર્ડની સતર્કતાએ બચાવ્યો જીવ, જુઓ Video

Next Article