સાઉદી ગઠબંધને મોટા હુમલાને બનાવ્યો નિષ્ફળ, વિસ્ફોટકોથી ભરેલી બે બોટને કરી દીધી તબાહ, 108 હૂતીઓ ઠાર મરાયા

|

Oct 13, 2021 | 9:50 PM

યમનમાં ચાલી રહેલી લડાઈ સતત વધી રહી છે. હૂતી વિદ્રોહીઓ સામે લડતા સાઉદી અરેબિયાના ગઠબંધને બુધવારે વિસ્ફોટકોથી ભરેલી બે બોટનો ઉડાવી દીધી કરવાનો દાવો કર્યો હતો.

સાઉદી ગઠબંધને મોટા હુમલાને બનાવ્યો નિષ્ફળ, વિસ્ફોટકોથી ભરેલી બે બોટને કરી દીધી તબાહ, 108 હૂતીઓ ઠાર મરાયા
Houthi Explosive Laden Boats

Follow us on

Saudi Arabia and Yemen Border Conflict: યમનમાં ચાલી રહેલી લડાઈ સતત વધી રહી છે. હૂતી વિદ્રોહીઓ સામે લડતા સાઉદી અરેબિયાના ગઠબંધને બુધવારે વિસ્ફોટકોથી ભરેલી બે બોટનો ઉડાવી દીધી કરવાનો દાવો કર્યો હતો. સાઉદી અરેબિયાની સરકારી ટીવી ચેનલનું કહેવું છે કે, ઈરાન સમર્થિત આ ઉગ્રવાદી સંગઠન (Iran Houthis) લાલ સમુદ્રના દક્ષિણમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યું હતું. જેને સમયસર નિષ્ફળ બનાવ્યો છે. જોકે સ્થાનિક મીડિયાએ સ્પષ્ટ કર્યું નથી કે કયા સ્થળે હુમલો થવાનો હતો.

સાઉદી ગઠબંધને પણ બીજો મોટો દાવો કર્યો છે. એએફપી ન્યૂઝ એજન્સી અનુસાર, ગઠબંધનનું કહેવું છે કે, તેણે મારિબ શહેરની દક્ષિણે હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 108 વિદ્રોહીઓને માર્યા છે. આ પહેલા મંગળવારે ગઠબંધને કહ્યું હતું કે, તેણે 134 બળવાખોરોને હવાઈ હુમલામાં (Saudi Arabia Yemen Conflict) માર્યા ગયા છે. ગઠબંધને એક નિવેદનમાં કહ્યું, “અમે અબ્દિયામાં હૂતી વિદ્રોહીઓના નવ લશ્કરી વાહનો પર હુમલો કર્યો, જેમાં તેના 134 સભ્યો માર્યા ગયા.” મારિબના અબડિયા જિલ્લામાં ડઝનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. મારિબ શહેર ઉત્તર યમનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનો છેલ્લો ગઢ છે.

બંને બાજુ સેંકડો લડવૈયાઓ માર્યા ગયા

વ્યૂહાત્મક રીતે મહત્વના મારિબમાં ગયા મહિને યુદ્ધ શરૂ થયું. ત્યારથી ગઠબંધન દળો અને હૌતી વિદ્રોહીઓના સેંકડો લોકો માર્યા ગયા છે. યમનમાં છેલ્લા સાત વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં, સાઉદીની આગેવાની હેઠળનું ગઠબંધન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરકાર (Yemen Civil War Reason) ના સમર્થનમાં હૂતી વિદ્રોહીઓ સામે લડી રહ્યું છે. 2014માં, હૂતીઓએ રાજધાની સના પર કબજો કર્યો. તેમણે અહીંથી સરકારને હાંકી કાઢી હતી. ત્યારથી શરૂ થયેલા આ સંઘર્ષમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે અને લાખો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સાઉદી અરેબિયા અને હૂતીની દુશ્મની

સાઉદી અરેબિયાએ માર્ચ 2015માં યમન સરકારને ટેકો આપવાની લડાઈમાં હસ્તક્ષેપ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, યમન યુદ્ધ વિશ્વના સૌથી મોટા માનવીય સંકટનું કારણ બન્યું છે. પરંતુ અહીં યુદ્ધ અટકવાને બદલે વધી રહ્યું છે (Saudi Arabia Yemen Conflict Explained). જો બાઈડને અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આ યુદ્ધમાં સાઉદી અરેબિયાને અમેરિકા તરફથી મળતી સહાય પણ બંધ કરી દીધી છે. પરંતુ સાઉદી અરેબિયા હજુ પણ યુદ્ધમાં છે. આનાથી હૂથી સંગઠનો દ્વારા તેની પોતાની સરહદોમાં અનેક હુમલાઓ થયા છે.

આ પણ વાંચો: IGNOU Exam 2021 Result: ઇગ્નૂએ જૂન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું, જાણો કેવી રીતે થશે ચેક

આ પણ વાંચા: Aryan Drug Case : આર્યનની મુશ્કેલીમાં વધારો, NCB એ પેડલર્સ સાથે આર્યનનું કનેક્શન હોવાનો કોર્ટમાં કર્યો દાવો

Next Article