આ મહિલાને રિટ્વિટ કરવું ભારે પડ્યુ ! કોર્ટે ફટકારી એવી સખ્ત સજા કે તમે પણ વિચારતા થઈ જશો

|

Aug 18, 2022 | 7:45 AM

સાઉદી અરેબિયામાં 34 વર્ષની સલમા અલ-શહાબ ટ્વિટરનો ઉપયોગ કરીને મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે તેના રિટ્વિટ બદલ ત્યાંની કોર્ટે તેને 34 વર્ષની સજા ફટકારી છે.

આ મહિલાને રિટ્વિટ કરવું ભારે પડ્યુ ! કોર્ટે ફટકારી એવી સખ્ત સજા કે તમે પણ વિચારતા થઈ જશો
Salma al-Shebab (File Photo)

Follow us on

સાઉદ અરેબિયાની (Saudi Arabia)એક મહિલાને રિટ્વિટ (Retweet) કરવા બદલ 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. લીડ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સાઉદી વિદ્યાર્થી સલમા અલ-શહાબ (Salma al-Shebab) રજા પર ઘરે આવી હતી,જે દરમિાન તેને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એવો આરોપ છે કે તેમનું ટ્વિટર પર એકાઉન્ટ છે અને તેના પર વિરોધીઓને ફોલો કરવાનો અને તેમના ટ્વીટને રીટ્વીટ કરવાનો આરોપ છ. તમને જણાવી દઈએ કે, સાઉદીની વિશેષ આતંકવાદી અદાલતે સલમાને આ સજા સંભળાવી હતી.

આ કેસ એનું ઉદાહરણ છે કે કેવી રીતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમના દમન અભિયાનમાં ટ્વિટર વપરાશકર્તાઓને નિશાન બનાવ્યા છે, તેમજ સાઉદીના સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF)ના માધ્યમથી આ અમેરિકન સોશિયલ મીડિયા કંપનીમા (Social media) એક પ્રમુખ અપ્રત્યક્ષ રીતે નિયંત્રિત કરી રહી છે.

સલમાને પહેલા 34 વર્ષની સજા ફટકારાઈ

મહત્વનું છે કે, 34 વર્ષની સલમા બે બાળકોની માતા છે. તેને અગાઉ ઈન્ટરનેટના (Internet)  ઉપયોગ બદલ 3 વર્ષની સજા થઈ ચૂકી છે. તેમના પર જાહેર અશાંતિ ફેલાવવાનો અને નાગરિક અને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવાનો આરોપ હતો. હવે 34 વર્ષની સજા સાથે તેના અન્ય દેશોના પ્રવાસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે તે તેના ટ્વિટર એકાઉન્ટ્સ દ્વારા જાહેર અશાંતિ ફેલાવવા અને નાગરિક અને રાષ્ટ્રીય સુરક્ષાને ડામાડોળ કરવા માગતા લોકોની મદદ કરી રહી હતી. માનવામાં આવે છે કે સલમા આ કેસમાં નવી અપીલની માગ કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સલમાના ટ્વિટર પર ઘણા ફોલોઅર્સ

સલમાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે વાત કરીએ તો, ટ્વિટર પર તેના 2500 થી વધુ ફોલોઅર્સ છે.તેમણે સાઉદી એક્ટિવિસ્ટનો (Saudi Activist) પ્રચાર કરી રહી છે અને તેનું નેતૃત્વ કરી રહી હોવાના આરોપોને ફગાવ્યા છે.ઈન્સ્ટાગ્રામ પર તેણે પોતાને ડેન્ટલ હાઈજિનિસ્ટ, મેડિકલ એજ્યુકેટર, PAD સ્ટુડન્ટ તરીકે પોતાની ઓળખ બતાવી છે. તમને જણાવવું રહ્યું કે તે પ્રિન્સેસ નૂરા બિંત અબ્દુલ રહેમાન યુનિવર્સિટીમાં લેક્ચરર પણ છે.ત્યારે હાલ સલમાને એક રિટ્વિટને કારણે 34 વર્ષની સજા ભોગવવી પડશે.

Next Article