Sputnik V રસી બનાવનાર રશિયન વૈજ્ઞાનિકની હત્યા, પોલીસ તપાસ શરૂ

|

Mar 04, 2023 | 5:18 PM

રશિયન વૈજ્ઞાનિક ગુરુવારે મોસ્કોમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હત્યાનો મામલો નોંધીને તપાસ હાથ ધરી છે.

Sputnik V રસી બનાવનાર રશિયન વૈજ્ઞાનિકની હત્યા, પોલીસ તપાસ શરૂ
Image Credit source: Google

Follow us on

રશિયાની કોરોનાની રસી સ્પુટનિક વી તૈયાર કરનાર વૈજ્ઞાનિકની હત્યા કરવામાં આવી છે. આ રશિયન વૈજ્ઞાનિકનું નામ આન્દ્રે બોટિકોવ જણાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, આન્દ્રે બોટિકોવને મોસ્કોને તેના ઘરમાં બેલ્ટ વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરી છે. રશિયન મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાચો: Russia On G-20: રશિયાના G-20માં પશ્ચિમી દેશો પર આકરા પ્રહાર, ભારતની કરી પ્રશંસા !

આ ઘટના ગુરુવારે બની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે, જ્યારે રશિયન વૈજ્ઞાનિક તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, રશિયન સમાચાર એજન્સી તાસે, રશિયન ફેડરેશનની તપાસ સમિતિને અહેવાલ આપ્યો હતો, જેણે ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ સંશોધક તરીકે કામ કર્યું હતું. 47 વર્ષીય બોટિકોવ ગુરુવારે તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પુતિનને વિશેષ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા

મળતી માહિતી મુજબ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોવિડ રસી પર કામ કરવા બદલ બોટિકોવને 2021માં ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ એવોર્ડ એનાયત કર્યો હતો. રિપોર્ટ અનુસાર, બોતિકોવ ઉન 18 વૈજ્ઞાનિકોમાંના એક હતા જેમણે 2020માં સ્પુટનિક વી રસી બનાવી હતી.

પહેલા ઝઘડો થયો અને પછી ગળું દબાવવામાં આવ્યું

આ કેસની તપાસ કરી રહેલી સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હત્યાના કેસ તરીકે તેની તપાસ કરવામાં આવશે. અહેવાલમાં જણાવાયું છે કે, તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, 29 વર્ષીય વ્યક્તિ અને બોટિકોવ વચ્ચે કોઈ મુદ્દા પર ઉગ્ર દલીલ થઈ હતી, ત્યારબાદ વ્યક્તિએ ગુસ્સામાં બેલ્ટ વડે બોટિકોવનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, તે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

રશિયાના યુરોપ પર પ્રહાર

બેંગલુરુમાં G-20 દેશોના નાણા મંત્રીઓની બેઠક કોઈપણ નિવેદન જાહેર કર્યા વિના સમાપ્ત થઈ ગઈ. આ દરમિયાન રશિયાએ પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા છે. રશિયાએ G-7 દેશો અને અમેરિકા પર પ્રહારો કર્યા હતા. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે મને ખેદ છે કે G-20ની ગતિવિધિઓ પશ્ચિમ સાથે એક થઈને અસ્થિર થઈ રહી છે. જો કે, રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ભારતની અધ્યક્ષતા પદની રચનાત્મક ભૂમિકાની પ્રશંસા કરી છે.

Next Article