રશિયાનો પોલેન્ડ પર હુમલોઃ અમેરિકાનું એલર્ટ, બાલીમાં જ રાષ્ટ્રપતિ બાઈડને યોજી ઈમરજન્સી બેઠક

|

Nov 16, 2022 | 7:48 AM

પોલેન્ડના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનની સરહદ નજીક એક ગામમાં મિસાઇલ પડતાં બે લોકોના મોત થયા છે. મિસાઈલ એવા વિસ્તારમાં પડી જ્યાં અનાજ સૂકવવામાં આવી રહ્યું હતું. આ ઘટના બાદ સ્થિતિ ફરી તંગ બની ગઈ છે.

રશિયાનો પોલેન્ડ પર હુમલોઃ અમેરિકાનું એલર્ટ, બાલીમાં જ રાષ્ટ્રપતિ બાઈડને યોજી ઈમરજન્સી બેઠક
America's President Biden held an emergency meeting in Bali

Follow us on

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન મિસાઈલ પોલેન્ડની સરહદમાં પડી હતી જ્યાં તેના બે નાગરિકોના મોત થયા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પોલેન્ડની સરહદમાં રશિયન મિસાઈલ પડતાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને પોલેન્ડના રાષ્ટ્રપતિને મળ્યા બાદ ઘટનાની તપાસમાં સંપૂર્ણ સહયોગની ઓફર કરી હતી. દરમિયાન, બાઈડને ઇન્ડોનેશિયાના બાલીમાં G-7 દેશો અને નાટોના સભ્ય દેશો સાથે ‘ઇમરજન્સી’ બેઠક યોજી છે.

અમેરિકાના પ્રમુખ જો બાઈડને ટ્વિટ કર્યું, “પૂર્વીય પોલેન્ડમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા અને વિસ્ફોટની તપાસ માટે પોલેન્ડને તેના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપવા માટે મેં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે વાત કરી.” તેમણે ઉમેર્યું હતું કે, “આ તપાસ આગળ વધતાં જ આગળના યોગ્ય પગલાં નક્કી કરવા માટે અમે નજીકના સંપર્કમાં રહીશું.”

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

મિસાઈલ પડવાના કારણે બે લોકોના મોત થયા છે

આ પહેલા અમેરિકાના એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)ના સભ્ય પોલેન્ડમાં રશિયન મિસાઈલ પડતાં બે લોકો માર્યા ગયા હતા. પોલેન્ડ સરકારના પ્રવક્તા પીઓટર મુલરે તરત જ આની પુષ્ટિ કરી ન હતી, પરંતુ કહ્યું હતું કે ટોચના નેતાઓ “કટોકટી પરિસ્થિતિ” પર કટોકટી બેઠક યોજી રહ્યા છે.

પોલેન્ડના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનની સરહદ નજીક એક ગામમાં મિસાઇલ પડતાં બે લોકો માર્યા ગયા હતા. મિસાઈલ એવા વિસ્તારમાં પડી જ્યાં અનાજ સૂકવવામાં આવી રહ્યું હતું.

રશિયાએ કહ્યું- આ ઉશ્કેરણીજનક

પોલેન્ડના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુકાઝ જેસીનાએ એક નિવેદનમાં જણાવ્યું કે, મંગળવારે બપોરે પોલેન્ડના પ્રઝેવોડો ​​ગામમાં રશિયન બનાવટની મિસાઈલના કારણે બે લોકોના મોત થયા. જેસીનાએ જણાવ્યું હતું કે, “રશિયન બનાવટની એક મિસાઇલ અચાનક પડી ગઈ, જેમાં રિપબ્લિક ઓફ પોલેન્ડના બે નાગરિકો માર્યા ગયા.” તેમણે કહ્યું કે પોલેન્ડમાં રશિયન રાજદૂતને આ ઘટના પર “તાત્કાલિક વિગતવાર ખુલાસો” આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

દરમિયાન, કેનેડાના સંરક્ષણ અને વિદેશ મંત્રીનું કહેવુ છે કે, નાટોના સભ્ય દેશ પોલેન્ડ ઉપર ત્રાટકેલી રશિયાની મિસાઈલ હુમલા અંગે, સરકાર ખુબ જ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

જો કે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ અહેવાલોને નકારી કાઢ્યા હતા અને તેમને ઇરાદાપૂર્વકની ઉશ્કેરણી ગણાવી હતી. ક્રેમલિનના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું હતું કે તેમને આ ઘટના વિશે “કોઈ માહિતી” નથી.+

Published On - 7:38 am, Wed, 16 November 22

Next Article