Ukraine Crisis : રશિયા-અમેરિકાના તણાવ વચ્ચે ઇમરાન ખાને કહ્યું કે, કોઈ કૃત્યમાં સામેલ નહીં હોય પાકિસ્તાન

શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે અમેરિકાએ હંમેશા પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે, પરંતુ ચીને સમયની કસોટી પર ખરું ઉતર્યું છે.

Ukraine Crisis : રશિયા-અમેરિકાના તણાવ વચ્ચે ઇમરાન ખાને કહ્યું કે, કોઈ કૃત્યમાં સામેલ નહીં હોય પાકિસ્તાન
imran khan (File photo)
| Edited By: | Updated on: Feb 14, 2022 | 1:18 PM

યુક્રેન સંકટને (Ukraine Crisis) લઈને રશિયા (Russia) અને અમેરિકા (America) વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને (Prime Minister Imran Khan) રવિવારે કહ્યું કે તેમનો દેશ વૈશ્વિક રાજકારણમાં કોઈ પણ શિબિરમાં જોડાશે નહીં.કારણ કે તેમની નીતિ દરેક દેશ સાથે સંબંધો જાળવી રાખવાની રહી છે. ઈસ્લામાબાદમાં પત્રકારો, પૂર્વ રાજદ્વારીઓ અને થિંક-ટેંકના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં ઈમરાન ખાને કહ્યું કે અમે એવી સ્થિતિ સુધી પહોંચવા માંગતા નથી. જેનાથી એવું લાગે કે અમે કોઈ ચોક્કસ શિબિરનો ભાગ છીએ. ઈમરાન ખાને એ વિચારને પણ નકારી કાઢ્યો હતો કે પાકિસ્તાન કોઈપણ અન્ય દેશ કરતા ચીનથી વધુ પ્રભાવિત છે. તેમણે કહ્યું કે દેશની નીતિ દરેક દેશ સાથે સંબંધો જાળવી રાખવાની છે.

આ સાથે જ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મીનું હેડક્વાર્ટર પણ આ દેશની નીતિને લઈને સ્પષ્ટ છે. દેશની આઝાદીના 74 વર્ષોમાંથી અડધા વર્ષ સુધી પાકિસ્તાનની સેનાએ શાસન કર્યું. આ પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને કહ્યું હોય કે નવા શીત યુદ્ધની સ્થિતિમાં તેઓ અમેરિકા અને ચીનને અનુસરશે નહીં. આ મહિનાની શરૂઆતમાં ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન અમેરિકા અને ચીનને સાથે લાવવામાં તેની ભૂમિકા ભજવવા માંગે છે કારણ કે બીજા શીત યુદ્ધથી કોઈને ફાયદો થશે નહીં.

ઘરેલુ પડકારો વિશે વાત કરતા ખાને કહ્યું કે દેશના સુધારામાં લાલફિતાશાહી સૌથી મોટો અવરોધ છે. તેમણે કહ્યું કે સંઘીય સરકારના ખર્ચે પ્રાંતોના સશક્તિકરણથી પણ સમસ્યાઓ સર્જાઈ છે. શનિવારે વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે અમેરિકાએ હંમેશા પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે, પરંતુ ચીને સમયની કસોટી પર ખરી ઉતરી છે. ઈમરાન ખાને કહ્યું છે કે અમેરિકાએ હંમેશા તેના વ્યૂહાત્મક લક્ષ્યોને પૂરા કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો છે અને જ્યારે ઉદ્દેશ્ય પૂરો થયો ત્યારે તેણે દેશ પર પ્રતિબંધો લગાવ્યા જ્યારે મિત્ર ચીન સમયની કસોટી પર ઊભું રહ્યું છે.

ચીન મિત્ર છે જે હંમેશા પાકિસ્તાનની સાથે છેઃ ઈમરાન ખાન

ઈમરાન ખાને કહ્યું કે જ્યારે 9/11નો આતંકી હુમલો થયો ત્યારે અમેરિકા-પાકિસ્તાનના સંબંધો ફરી સારા થયા. જો કે, જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં નિષ્ફળ ગયું ત્યારે હાર માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવ્યું. વડા પ્રધાને કહ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચે સંબંધો એવા નથી રહ્યા, ઈસ્લામાબાદ અને બેઈજિંગ સદાકાળના સાથી છે. ખાને કહ્યું, ચીન એક મિત્ર છે, જે હંમેશા પાકિસ્તાનની પડખે ઉભો રહ્યો છે. ખાને કહ્યું કે છેલ્લા 70 વર્ષોમાં બંને દેશોએ દરેક મંચ પર એકબીજાને ટેકો આપ્યો છે. ઈમરાન બેઈજિંગમાં વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે 3 થી 6 ફેબ્રુઆરી દરમિયાન ચીનનો પ્રવાસ પણ કર્યો હતો.

આ પણ વાંચો : Pulwama Attack: તે કાળો દિવસ જ્યારે આખો દેશ રડ્યો હતો, આતંકવાદીઓએ CRPFના 40 જવાનોને નિશાન બનાવ્યા હતા

આ પણ વાંચો : Vadodara: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટ પર આવતા રહેણાક મકાનો તોડવાની કામગીરી શરુ, મકાન માલિકોએ નોંધાવ્યો વિરોધ