ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’. મતલબ કે ભગવાન જેને બચાવવા માંગે છે તેને કોઈ મારી શકે નહીં. યુક્રેનમાં (Ukraine) પ્રકાશમાં આવેલી એક ઘટના પર આ કહેવત એકદમ બંધબેસે છે. આ દિવસોમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ (Russia-Ukraine War) ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા છે. અત્યાર સુધી આ યુદ્ધનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. આ દરમિયાન ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ફોનના કારણે યુક્રેનિયન સૈનિકનો જીવ બચી ગયો. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સ્તબ્ધ છે. કહેવાય છે કે દુશ્મન દ્વારા ચલાવવામાં આવેલી ગોળી સૈનિકને લાગવાને બદલે તેના ફોનને લાગી હતી અને તેનો જીવ બચી ગયો હતો.
યુદ્ધની વચ્ચે આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં યુક્રેન અને રશિયાના સૈનિકો બહાદુરી અને હિંમત બતાવતા જોવા મળી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ યુક્રેનિયન સૈનિકને રશિયન સૈનિકે ગોળી મારી હતી, પરંતુ તે જીવતો બચી ગયો હતો. યુક્રેનિયન સૈનિકનો જીવ તેના ફોનથી બચી ગયો હતો, કારણ કે 7.62 એમએમની બુલેટ તેને લાગવાને બદલે ફોનમાં વાગી હતી. બુલેટ પણ ફોનની અંદર ફસાયેલી જોવા મળી હતી. યુક્રેનના એક સૈનિકે વાયરલ વીડિયોમાં પોતાનો ક્ષતિગ્રસ્ત ફોન ફસાયેલી બુલેટ સાથે બતાવ્યો છે. તેમાં તે કહે છે, ‘સ્માર્ટફોને મારી જિંદગી બચાવી છે’.
https://twitter.com/L_Team10/status/1516130147589570570
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ બીજા મહિનામાં પ્રવેશવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આ યુદ્ધને રોકવાની કોઈ શક્યતા નથી. વાયરલ વીડિયોમાં સૈનિક તેના સાથી સૈનિક સાથે વાત કરતો જોઈ શકાય છે. તે તેનો ફોન બતાવી રહ્યો છે. જે સમયે આ વીડિયો બની રહ્યો છે તે સમયે ગોળીઓ અને વિસ્ફોટનો અવાજ પણ સંભળાય છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. રશિયાએ સતત કહ્યું છે કે તે યુક્રેનમાં સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે અને નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં નથી. પરંતુ પશ્ચિમી દેશોને મોસ્કો પર વિશ્વાસ નથી.
તે જ સમયે, રશિયાએ યુક્રેનના પૂર્વીય ઔદ્યોગિક ક્ષેત્રમાં કોલસાની ખાણો અને કારખાનાઓ પર નિયંત્રણ મેળવવા માટે મંગળવારે હુમલા તેજ કર્યા. તેણે શહેરો અને નગરોની નજીક સેંકડો માઈલ લાંબા મોરચાને નિશાન બનાવ્યું. રશિયન દળોનો મુખ્ય ધ્યેય પૂર્વીય ડોનબાસ પ્રદેશને કબજે કરવાનો છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાના નિષ્ફળ પ્રયાસ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના માટે અહીંની જીત અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ખાર્કિવ અને ક્રેમેટોર્સ્કના પૂર્વી શહેરો પહેલાથી જ ઘાતક હુમલાઓની ઝપેટમાં છે. રશિયાએ એમ પણ કહ્યું હતું કે તેણે ડોનબાસના પશ્ચિમમાં જાપોરિજિયા અને નિપ્રોના આસપાસના વિસ્તારો પર મિસાઇલ હુમલા કર્યા છે.
આ પણ વાંચો : China Attacks Taiwan: ‘ચીને તાઈવાન પર કર્યો હુમલો’, જાણો કેમ થયા આ સમાચાર વાયરલ