Russia Ukraine War: એક તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સમગ્ર વિશ્વમાં પરમાણુ હુમલાની (Nuclear attacks) ધમકી આપી રહ્યા છે. તેઓ યુક્રેનથી (Ukraine) લઈને યુરોપ સુધીના દેશોને ડરાવી રહ્યા છે, પરંતુ તેઓ પોતે ક્યાં છે, આ માહિતી પણ હવે સામે આવી છે. જો કે આ પહેલા પણ પુતિનના પરમાણુ બંકરો વિશે ઘણી વિગતો સામે આવી છે, પરંતુ આજે તેના વિશે કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. બ્રિટિશ અખબાર ‘ધ મિરર’ અનુસાર, હવે પુતિન ક્રેમલિન છોડીને ન્યુક્લિયર બંકરમાં રહે છે.
પુતિનના પરમાણુ બંકરમાં માત્ર તેમનો પરિવાર જ સામેલ છે. રશિયન પરમાણુ વૈજ્ઞાનિક પ્રોફેસર વેલેરી સોલોવેના જણાવ્યા અનુસાર, પુતિનના પરમાણુ બંકરમાં ઓછામાં ઓછા એક લાખ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અગાઉ એવા અહેવાલ પણ આવ્યા હતા કે પુતિનની ગર્લફ્રેન્ડ ઓલિમ્પિક જિમ્નાસ્ટ એલિના કાબેવા સ્વિટ્ઝર્લેન્ડમાં BOLTHOLE માં છુપાયેલી છે.
એવું પણ કહેવામાં આવ્યું હતું કે પુતિનની હિલચાલ હવે એકદમ પ્રતિબંધિત થઈ ગઈ છે અને તેના વિશે માત્ર થોડા લોકો જ જાણે છે. પ્રોફેસર વેલેરી સોલોવેએ પુતિનના સૌથી વિશ્વાસુ સહયોગી અને રશિયન રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુ વિશે પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે Urals mountain ની પુર્વ બાજુએ સિક્રેટ ફૈસિલિટીમાં તેઓ શિફ્ટ થયા છે. આ જગ્યાએ તેમનું પરમાણુ બંકર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે સમાચાર એ પણ છે કે આ સમયે ઘણા લોકો પુતિનની નજીકના પરમાણુ બંકર સુધી પહોંચી ગયા છે. પરંતુ પુતિનનું સિક્રેટ બંકર ક્યાં છે તે અંગે અલગ-અલગ દાવા કરવામાં આવ્યા છે. કેટલાક કહે છે કે પુતિન સાઇબિરીયાના અલ્તાઇ પર્વતોમાં હાઇટેક બંકરમાં છે. જ્યારે કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે પુતિન ઉત્તરી રશિયામાં Gazprom ફૈસિલિટીમાં શિફ્ટ થયા છે.
રશિયા-યુક્રેન યુદ્ધને પચાસ દિવસ વીતી ગયા છે, પરંતુ પુતિનની સેના હજુ સુધી યુક્રેનને કબજે કરી શક્યુ નથી.યુદ્ધના 50મા દિવસે, રશિયાએ દાવો કર્યો કે તેણે હવે બંદર શહેર મારિયુપોલ પર કબજો કરી લીધો છે. મોરીયુપોલના એક હજારથી વધુ સૈનિકોની શરણાગતિ સામે આવી, પરંતુ યુક્રેનએ તેની પુષ્ટિ કરી ન હતી. બીજી તરફ માયકોલાઈવ અને ઓડેસામાં રશિયન સેના (Russian Army) આગળ વધી રહી છે.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં રશિયાના 7 જનરલ અને 33 કર્નલ સહિત 40 રશિયન અધિકારીઓના મોત થયા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-