Russia-Ukraine: યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાની નજર, કબજે કરવા માટે આગળ વધી રશિયન સેના

|

Mar 06, 2022 | 5:21 PM

યુઝનુક્રેન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુક્રેનના પાંચ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી એક છે અને દેશમાં બીજા નંબરનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે.

Russia-Ukraine: યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાની નજર, કબજે કરવા માટે આગળ વધી રશિયન સેના
Russian Army

Follow us on

Russia-Ukraine War : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમરી ઝેલેન્સકીએ (Volodymry Zelenskiy)અમેરિકી સાંસદો સાથે વાત કરતા કહ્યું કે, રશિયાએ યુક્રેનના બે પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. હવે રશિયન સેના ત્રીજા પરમાણુ પ્લાન્ટને કબજે કરવા માટે આગળ વધી રહી છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે હાલમાં યુઝ્નોક્રેઇન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલેવ પ્રદેશથી (Mykolayiv region) લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે જે જોખમમાં છે. આ પ્લાન્ટ ગમે ત્યારે રશિયાના હાથમાં જવાનો ભય છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધને 11 દિવસ થઈ ગયા છે.

ગોળીબારના કારણે અહીં આગ લાગી હતી

રશિયાએ 3-4 માર્ચના રોજ દક્ષિણ-પૂર્વ યુક્રેનમાં ડિનીપર નદીની નજીક ઝાપોરિઝ્ઝ્યા પરમાણુ પ્લાન્ટ પર ગોળીબાર કરીને તેના પર કબજો કર્યો. ગોળીબારના કારણે અહીં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. જ્યારે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલાના પહેલા દિવસે જ રશિયન સેનાએ ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કર્યો હતો. વિશ્વની સૌથી ખરાબ પરમાણુ આપત્તિ 1986 માં કિવની ઉત્તરે આવેલા ચેર્નોબિલ પ્લાન્ટમાં જોવા મળી હતી,ત્યારથી ચેર્નોબિલ સંપૂર્ણપણે ખાલી પડેલું હતું.

પ્લાન્ટમાં ત્રણ વોટર રિએક્ટર

યુઝનુક્રેન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુક્રેનના પાંચ પરમાણુ પાવર પ્લાન્ટમાંથી એક છે અને દેશમાં બીજા નંબરનો સૌથી મોટો પાવર પ્લાન્ટ છે. તે સધર્ન યુક્રેનિયન એનર્જી કોમ્પ્લેક્સનો એક ભાગ છે. આ ઉર્જા સંકુલમાં તાશલિક પમ્પ્ડ-સ્ટોરેજ પાવર પ્લાન્ટ અને ઓલેકસાન્ડ્રીવસ્કા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. આ પ્લાન્ટમાં ત્રણ વોટર રિએક્ટર છે અને તે 2,850 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. 2013માં અહીં મોટું અપગ્રેડ કરવામાં આવ્યું હતું. રશિયાના સતત હુમલાને કારણે પ્લાન્ટની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ કારણે મોટો ખતરો ટળી ગયો

ઉલ્લેખનીય છે કે, ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાના હુમલાને કારણે અહીં આગ લાગી હતી. જોકે, થોડી જ વારમાં આગ ઓલવાઈ ગઈ હતી અને કોઈ રેડિયેશન જોવા મળ્યું ન હતું. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) એ જણાવ્યું કે રશિયન મિસાઇલ ટ્રેનિંગ સેન્ટર પર પડી.આ મિસાઈલ ત્યાં હાજર છ રિએક્ટરમાંથી કોઈ પર પડી ન હતી. જેના કારણે મોટો ખતરો ટળી ગયો હતો.

આ પણ વાંચો : Russia Ukraine War : રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યુ છે રશિયા, યુક્રેનના ઓવરુચ શહેર પર કર્યો મિસાઈલ હુમલો

Next Article