Russia Ukraine War: અમેરિકા દ્વારા યુક્રેનને મિસાઈલ આપવા પર ગુસ્સે થયેલા પુતિને કહ્યું, ‘જ્યાં અત્યાર સુધી હુમલા નથી થયા ત્યાં હુમલો થશે’

|

Jun 05, 2022 | 5:57 PM

યુક્રેને રશિયા સાથે (Russia Ukraine War) વ્યવહાર કરવા માટે M270 અને M142 HIMARS જેવી બહુવિધ રોકેટ લોન્ચ સિસ્ટમ્સની જરૂરિયાત વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં અગાઉ અમેરિકાએ તેને લાંબા અંતરની મિસાઇલો આપવાની ના પાડી હતી.

Russia Ukraine War: અમેરિકા દ્વારા યુક્રેનને મિસાઈલ આપવા પર ગુસ્સે થયેલા પુતિને કહ્યું, જ્યાં અત્યાર સુધી હુમલા નથી થયા ત્યાં હુમલો થશે
Putin

Follow us on

રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ રશિયન સૈનિકો (Russian Army) યુક્રેનના શહેરો પર કબજો જમાવી રહ્યા છે તો બીજી તરફ યુક્રેનમાં હવે હથિયારોની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન યુક્રેને અમેરિકા પાસેથી લાંબા અંતરની મિસાઈલોની માંગણી કરી હતી, જે અમેરિકા હવે આપવા માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અંગે ચેતવણી આપી છે.

રશિયન મીડિયા મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોની સપ્લાય કરશે તો રશિયા નવા ટાર્ગેટ પર હુમલો કરશે. જોકે પુતિને આ નવા લક્ષ્યોના નામ આપ્યા નથી. હકીકતમાં યુક્રેને રશિયા સાથે વ્યવહાર કરવા માટે M270 અને M142 HIMARS જેવી બહુવિધ રોકેટની જરૂરિયાત વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પહેલા તો યુએસએ તેને લાંબા અંતરની મિસાઈલો આપવાની ના પાડતા કહ્યું કે તે રશિયા સુધી પહોંચી શકે તેવી મિસાઇલો નહીં આપે.

અમેરિકા યુક્રેનને રોકેટ સિસ્ટમ આપશે

આ પછી યુએસ પ્રમુખ જો બાઈડેને આ અઠવાડિયે જાહેરાત કરી છે કે યુએસ દ્વારા યુક્રેનને HIMARS રોકેટ સિસ્ટમ આપવામાં આવશે. જો કે બદલામાં યુક્રેન તરફથી ખાતરી લેવામાં આવી છે કે તે રશિયાની અંદરના કોઈપણ લક્ષ્ય પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરશે નહીં. રશિયન અધિકારીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકા તરફથી યુક્રેનને રોકેટ સિસ્ટમ આપ્યા બાદ યુદ્ધની સ્થિતિ વધુ વણસી શકે છે. પુતિને કહ્યું છે કે આ સિસ્ટમને કારણે યુદ્ધના મેદાનમાં કંઈપણ બદલાવાનું નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યુક્રેનના શસ્ત્રોનો નાશ કર્યોઃ પુતિન

પુતિને એમ પણ કહ્યું છે કે યુક્રેનને યુએસ અને અન્ય દેશો તરફથી અદ્યતન રોકેટ સિસ્ટમ્સ આપવાનો અર્થ એ છે કે આ સૈન્ય ઉપકરણો બરબાદ થઈ જશે. તેણે કહ્યું કે આમાં કંઈ નવું નથી. આનાથી યુદ્ધના મેદાનમાં કંઈપણ બદલાવાનું નથી. આ સાથે પુતિને એમ પણ કહ્યું છે કે રશિયન એન્ટી એરક્રાફ્ટ ફોર્સે યુક્રેનના તમામ હથિયારોને નષ્ટ કરી દીધા છે.

કિવ પર મિસાઈલ છોડવામાં આવી હતી

રશિયા દ્વારા વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા તરફથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. આ રશિયન હુમલામાં કોઈના મોતના અહેવાલ નથી. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Next Article