Russia-Ukraine War: યુક્રેનિયન શહેરોને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા, કિવ અને લ્વિવની બહારના વિસ્તારો પર છોડી મિસાઇલો

|

Mar 18, 2022 | 6:11 PM

રશિયન સેનાએ શુક્રવારે યુક્રેનના શહેરો પર તેના હુમલા ચાલુ રાખ્યા છે અને રાજધાની કિવ અને પશ્ચિમી શહેર લ્વિવની બહારના વિસ્તારોમાં મિસાઇલો છોડી હતી.

Russia-Ukraine War: યુક્રેનિયન શહેરોને તબાહ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે રશિયા, કિવ અને લ્વિવની બહારના વિસ્તારો પર છોડી મિસાઇલો
ફાઈલ ફોટો

Follow us on

રશિયન સેનાએ (Russian Army) શુક્રવારે યુક્રેનના શહેરો પર તેના હુમલા ચાલુ રાખ્યા છે અને રાજધાની કિવ (Kyiv) અને પશ્ચિમી શહેર લ્વિવની બહારના વિસ્તારોમાં મિસાઇલો છોડી હતી. તે જ સમયે વિશ્વના નેતાઓએ શાળાઓ, હોસ્પિટલો અને રહેણાંક વિસ્તારો જેવા નાગરિક લક્ષ્યો પર રશિયાના વારંવારના હુમલાઓની તપાસની માંગ કરી છે. યુક્રેનમાં, લ્વિવના મેયર, આન્દ્રે સડોવીએ શુક્રવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, લશ્કરી વિમાનોનું સમારકામ કરતી ફેક્ટરી પર ઘણી મિસાઇલો છોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ સાથે બસો રિપેર કરતી ફેક્ટરીને નુકસાન થયું છે પરંતુ તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

મેયરે કહ્યું કે હુમલા પહેલા જ ફેક્ટરી બંધ હતી. યુક્રેનિયન એરફોર્સના પશ્ચિમી કમાન્ડે ફેસબુક પર જણાવ્યું હતું કે, બ્લેક સીમાંથી લ્વીવ પર મિસાઇલો છોડવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, છ મિસાઈલ છોડવામાં આવી હતી જેમાંથી બે નાશ પામી છે. સ્થળની નજીક તૈનાત એક સૈનિકે જણાવ્યું કે, સવારે છ વાગ્યાની આસપાસ એક કે ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા. નજીકમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે તેમનું ઘર વિસ્ફોટથી હચમચી ગયું હતું અને લોકો ગભરાઈ ગયા હતા.

આશ્રય ઇમારતોને નિશાન બનાવવામાં આવી રહી છે

લ્વિવ અને તેની આસપાસના વિસ્તારો રશિયાના હુમલા હેઠળ આવ્યા છે. ગયા સપ્તાહના અંતમાં શહેરની નજીકના એક ટ્રેનિંગ સેન્ટર પર થયેલા હુમલામાં લગભગ ત્રણ ડઝન લોકો માર્યા ગયા હતા. દરમિયાન, લ્વિવની વસ્તીમાં લગભગ બે લાખનો વધારો થયો છે કારણ કે યુક્રેનના અન્ય ભાગોમાંથી પણ લોકો ત્યાં આશરો લઈ રહ્યા છે. ઈમરજન્સી સર્વિસ અનુસાર, વહેલી સવારે કિવના પોડિલ વિસ્તારમાં થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. યુક્રેનના જુદા જુદા શહેરોમાં હોસ્પિટલો, શાળાઓ અને ઈમારતો જ્યાં લોકો આશ્રય લઈ રહ્યા છે ત્યાં બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. બચાવ કર્મચારીઓ થિયેટરના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધી રહ્યા છે. મેરીયુપોલ શહેરમાં સ્થિત આ થિયેટરમાં લોકોએ આશરો લીધો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

યુ.એસ. યુદ્ધ અપરાધોનું મૂલ્યાંકન કરે છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે વહેલી સવારે રશિયન હવાઈ હુમલામાં 21 લોકો માર્યા ગયા હતા અને મેર્ફામાં એક શાળા અને એક સમુદાય કેન્દ્ર તબાહ થઈ ગયું હતું. તે ખાર્કિવ નજીક સ્થિત છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ગુરુવારે જણાવ્યું હતું કે, યુએસ અધિકારીઓ સંભવિત યુદ્ધ અપરાધોનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને જો રશિયા દ્વારા નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાની પુષ્ટિ થાય છે, તો તેના “વ્યાપક પરિણામો” આવશે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને સેના એકબીજાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, યુક્રેનની સાથે સાથે રશિયન સેનાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. યુક્રેને યુદ્ધના 22માં દિવસે મોટો દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, તેઓ અત્યાર સુધીમાં 14,000 રશિયન સૈનિકોને મારી ચૂક્યા છે, જ્યારે રશિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ઘણા ઓછા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેનાએ અત્યાર સુધી યુક્રેનને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ તેનાથી વિપરીત યુક્રેન દ્વારા રશિયન સેનાને નુકસાન પહોંચાડવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેનને રશિયન સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

પૂર્વ યુક્રેનમાં 21 લોકોના મોત

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 22મો દિવસ છે. રશિયન મિસાઇલો અને રોકેટ હજુ પણ યુક્રેન પર બોમ્બમારો કરી રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે મોડી રાત્રે હુમલો થયો હતો. યુક્રેનિયન મીડિયા અનુસાર, રશિયન દળોએ રહેણાંક ઇમારતો પર ગોળીબાર કર્યો, જેના કારણે ત્યાં નુકસાન થયું. આ સ્થળ રાષ્ટ્રપતિ ભવનથી લગભગ અઢી કિલોમીટર દૂર હોવાનું કહેવાય છે. બીજો હુમલો ખાર્કિવમાં થયો હતો. રશિયન હુમલાઓને કારણે આ શહેર ખંડેરમાં ફેરવાઈ ગયું છે. ગુરુવારે, ખાર્કિવને ફરીથી રશિયન મિસાઇલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: યુક્રેન યુદ્ધ પર ભારતે યુએનમાં કરી વાત, બગડતી પરિસ્થિતિથી ચિંતિત, 22500 ભારતીયો સહિત 18 દેશોના નાગરિકોને બહાર કાઢવામાં કરી મદદ

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં 150 લોકોના ટોળાએ ઇસ્કોન મંદિરમાં કરી તોડફોડ, પૈસા અને કિંમતી સામાનની કરી લૂંટ, ઘણા લોકો થયા ઘાયલ

Published On - 6:10 pm, Fri, 18 March 22

Next Article