Russia-Ukraine war live updates: છેલ્લા બે અઠવાડિયાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia-Ukraine war) ચાલી રહ્યું છે. એક તરફ રશિયા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે, તો યુક્રેન (Ukraine) પણ જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. છતા યુક્રેનના ઘણા શહેરોમાં સર્વત્ર તબાહી જોવા મળી રહી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે ઓપરેશન ગંગા (Opreation Ganga) હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Volodymyr Zelensky) યુકેના સાંસદોને રશિયાને “આતંકવાદી દેશ” જાહેર કરવા અને રશિયા દ્વારા તેમના દેશ પરના હુમલા પછી વધુ કડક પ્રતિબંધો મૂકવા હાકલ કરી છે જેથી દેશની એરસ્પેસ સુરક્ષિત રહે.
અમેરિકાએ પોલેન્ડમાં બે એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ બેટરી તૈનાત કરી છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે.
ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું, ‘મારીયુપોલ. પ્રસૂતિ હોસ્પિટલ પર રશિયન સૈનિકો દ્વારા સીધો હુમલો. લોકો, બાળકો કાટમાળ નીચે દટાયેલા છે. અત્યાચાર! દુનિયા ક્યાં સુધી આતંકને નજરઅંદાજ કરતી રહેશે? હત્યાઓ બંધ કરો! તમારી પાસે શક્તિ છે પણ તમે માનવતા ગુમાવી રહ્યા છો.
યુક્રેનનું કહેવું છે કે રશિયન આક્રમણ બાદ માર્યુપોલમાં 1,170 નાગરિકો માર્યા ગયા છે.
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ ઓફિસે યુક્રેન સંઘર્ષમાં જાનહાનિનો તાજેતરનો આંકડો જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 516 લોકો માર્યા ગયા છે અને 908 લોકો ઘાયલ થયા છે.
ફિલિપાઈન સરકાર રશિયા પાસેથી 17 મિલિટરી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ખરીદવાના સોદા સાથે આગળ વધશે, જેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને યુક્રેન પર રશિયન આક્રમણ પહેલા આંશિક ચૂકવણી કરવામાં આવી હતી. સંરક્ષણ વડાએ બુધવારે આ માહિતી આપી. સંરક્ષણ પ્રધાન ડેલ્ફીન લોરેન્ઝાનાએ જણાવ્યું હતું કે Mi-17 હેલિકોપ્ટરની ખરીદી માટે 12.7 બિલિયન પેસો ($249 મિલિયન)નો કરાર નવેમ્બરમાં કરવામાં આવ્યો હતો અને ફિલિપાઈનસે જાન્યુઆરીમાં પ્રારંભિક ચુકવણી કરી હતી. તેમણે કહ્યું. “અમને અત્યારે તેને રદ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી,”
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે કહ્યું કે તે રશિયન સંસ્થાઓ સાથેના તમામ સંબંધો તોડી રહ્યું છે. તેણે કહ્યું છે કે તે પ્રતિબંધોની સૂચિ પરના કોઈપણને દાવોસમાં વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેવાની મંજૂરી આપશે નહીં.
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનું લક્ષ્ય 30 લાખથી વધુ યુક્રેનિયનોને મદદ કરવાનો છે. યુદ્ધના કારણે ત્યાંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે.
યુક્રેનની રાજધાની કીવમાં બુધવારે હવાઈ હુમલાના સાયરન વાગવા લાગ્યા. તે સિવાય 12 શહેરમાં મિસાઈલ એટેકનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અધિકારીઓએ કહ્યું કે રશિયન સેનાથી ખતરા
રશિયા અને યુક્રેન બોમ્બગ્રસ્ત શહેરોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે વધુ માનવતાવાદી કોરિડોર ખોલવા સંમત થયા છે. મોસ્કોએ કહ્યું કે, કિવ સાથે વાતચીતમાં થોડી પ્રગતિ થઈ રહી છે.
યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, રશિયાએ માર્યુપોલ શહેરમાં 4 લાખ લોકોને બંધક બનાવ્યા છે. અહીં માનવતાવાદી કોરિડોર થોડા દિવસો પહેલા જ ખોલવામાં આવ્યો હતો, જેથી લોકો બહાર આવી શકે.
યુએસ કોંગ્રેસના સભ્યો બુધવારે દ્વિપક્ષીય ઠરાવના ડ્રાફ્ટ પર સંમત થયા હતા જે યુક્રેન અને યુરોપિયન સાથીઓને સહાય કરવા માટે 13.6 બિલિયનનું ડોલરનું ભંડોળ પૂરું પાડવા માંગે છે. ધારાસભ્યોએ રોગચાળા સાથે વ્યવહાર કરવા માટે જાહેર કરાયેલા 15 ટ્રિલિયન ડોલરના બાકીના બજેટના ભાગ રૂપે ફેડરલ એજન્સીઓને અબજો ડોલરની વધારાની સહાય પૂરી પાડવા માટે પણ સંમત થયા હતા.
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે, રશિયન સૈન્ય દ્વારા સંચાલિત ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ અને તેની તમામ પરમાણુ સુવિધાઓને સપ્લાય કરતી એકમાત્ર ઇલેક્ટ્રિકલ ગ્રીડને નુકસાન થયું છે. ન્યુક્લિયર પ્લાન્ટનો પાવર સપ્લાય બંધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે રશિયા તાત્કાલિક આગ બુઝાવે અને રિપેર યુનિટને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની મંજૂરી આપે. ચેર્નોબિલને પાવર આપવા માટે અનામત ડીઝલ જનરેટર માત્ર 48 કલાક કામ કરી શકે છે. તે પછી સ્ટોરેજ ફેસિલિટીની કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જશે. આ રેડિયેશનનું જોખમ વધારશે. પુતિનનું બર્બર યુદ્ધ સમગ્ર યુરોપને જોખમમાં મૂકશે.
યુરોપિયન યુનિયને બુધવારે કહ્યું કે તે યુક્રેન પર રશિયાના હુમલાને લઈને પ્રતિબંધો લાદી રહ્યું છે. મોસ્કોના સાથી બેલારુસમાં વધુ રશિયન વ્યક્તિઓને નિશાન બનાવવા અને બેંકો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.
સુમીથી ભારતીય વિદ્યાર્થીઓ લવિવિ પહોંચી ગયા છે અને ટ્રેન દ્વારા પોલેન્ડ જશે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલ ભારતીયોનું આ છેલ્લું જૂથ છે. આગામી થોડા દિવસોમાં તેને પોલેન્ડથી સ્વદેશ લાવવામાં આવશે.
યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટના કર્મચારીઓનું કહેવું છે કે, રશિયાના હુમલાને કારણે અહીં કામ ઠપ થઈ ગયું છે. યુક્રેનના એનર્જી ઓપરેટર યુક્રેનર્ગોએ બુધવારે જણાવ્યું હતું કે, ચેર્નોબિલ પાવર પ્લાન્ટ અને તેની સુરક્ષા પ્રણાલીઓની વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી છે.
ચીને કહ્યું કે, તે યુક્રેનને 5 મિલિયન યુઆન (લગભગ 7.91 લાખ ડોલર)નું અનાજ અને અન્ય દૈનિક જરૂરિયાતોનો સામાન મોકલી રહ્યું છે. જો કે, તેણે પૂર્વ યુરોપિયન દેશ સામે લશ્કરી કાર્યવાહીને લઈને રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાનો વિરોધ ચાલુ રાખ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને પત્રકારોને જણાવ્યું હતું કે, સહાયની પ્રથમ શિપમેન્ટ બુધવારે યુક્રેનને સોંપવામાં આવી હતી અને શક્ય તેટલી વહેલી તકે અન્ય કન્સાઇનમેન્ટ મોકલવામાં આવશે. ચીન મોટાભાગે રશિયાને સમર્થન આપી રહ્યું છે અને ઝાઓએ પુનરોચ્ચાર કર્યો કે બેઇજિંગ મોસ્કો સામેના આર્થિક પ્રતિબંધોનો વિરોધ કરે છે.
યુકેના સંરક્ષણ અધિકારીઓનું કહેવું છે કે, રશિયા કિવમાં કોઈ પ્રગતિ પણ કરવામાં નિષ્ફળ રહ્યું છે,. પરંતુ યુક્રેનના કેટલાંક શહેરો ભારે તોપમારોનો સામનો કરી રહ્યાં છે. સંરક્ષણ મંત્રાલયે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “લડાઈ કિવના ઉત્તર-પશ્ચિમમાં ચાલુ છે, રશિયન સેના કોઈ નોંધપાત્ર સફળતા મેળવવામાં નિષ્ફળ રહી છે. તેમાં જણાવ્યું હતું કે, ખાર્કિવ, ચેર્નિહિવ, સુમી અને મેરીયુપોલ શહેરો રશિયન દ્વારા ઘેરાયેલા છે. સેના અને તેમના પર ભારે તોપમારો કરવામાં આવી રહ્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે, પશ્ચિમી દેશોમાંના અમારા સહયોગીઓ જો નો-ફ્લાય ઝોનનો અમલ નહીં કરે તો માનવતાવાદી વિનાશ માટે જવાબદાર હશે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું, ‘મેં હમણાં જ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાત કરી છે. મેં તેમને કહ્યું કે કેનેડા યુક્રેનને અલ્ટ્રા-સ્પેશિયાલિટી લશ્કરી સાધનોનો બીજો સ્ટોક મોકલશે. રશિયા સામેના પ્રતિબંધો અને યુક્રેનને માનવતાવાદી સહાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમને કેનેડાની સંસદને સંબોધવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
રશિયા કહે છે કે, તે યુક્રેનની સરકારને “ઉથલાવવાનો” કરવાનો પ્રયાસ નથી કરી રહ્યું. બંને દેશો વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.
(Photo/news source – AFP)
વિશ્વ વિખ્યાત શરાબ બનાવતી કંપની Heinekenને રશિયામાં બીયરનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી દીધું છે.
#Heineken stops producing and selling #beer in #Russia. pic.twitter.com/998XQqAHEu
— NEXTA (@nexta_tv) March 9, 2022
યુક્રેનના સેવેરોડનેત્સ્કમાં 10 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સેવેરોડનેત્સ્ક યુક્રેનના ઉત્તરપૂર્વમાં આવેલું એક શહેર છે.
#BREAKING: 10 dead in shooting in Ukraine’s eastern city of Severodonestk – AFP citing local official pic.twitter.com/4MGGVp9DNi
— TRT World Now (@TRTWorldNow) March 9, 2022
બે ફાસ્ટ ફૂડ ચેઈનની મૂળ કંપની, યમ બ્રાન્ડ્સ ઇન્કે આજે જણાવ્યું હતું કે, તે રશિયામાં રોકાણ અટકાવી રહી છે અને તેની રેસ્ટોરન્ટમાં કામગીરી અટકાવી રહી છે. કંપની રશિયામાં ઓછામાં ઓછા 1,000 KFC અને 50 પિઝા હટ કેન્દ્રો ધરાવે છે.
સુમીમાં મંગળવારે રાત્રે રશિયન હવાઈ હુમલામાં 22 લોકો માર્યા ગયા છે. સુમી પ્રાદેશિક રાજ્ય વહીવટીતંત્રના વડા દિમિત્રો ઝિવિત્સ્કીએ જણાવ્યુ હતુ કે, ઉત્તરપૂર્વીય શહેરમાં માર્યા ગયેલા લોકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.
⚡️ Russian air strikes kill 22 people in Sumy overnight on March 8.
Head of Sumy regional state administration Dmytro Zhyvytskyy said that three children were among those killed in the northeastern city.
— The Kyiv Independent (@KyivIndependent) March 9, 2022
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ 12 હજારથી વધુ સૈનિકો ગુમાવ્યા છે. જ્યારે 317 ટેન્ક, 120 આર્ટિલરી સિસ્ટમ, 81 હેલિકોપ્ટર અને 60 ઈંધણ ટેન્ક નષ્ટ થઈ છે. રશિયાને અત્યાર સુધીમાં ભારે નુકસાન થયું છે.
ખાર્કિવમાં રશિયન હુમલા બાદ સર્વત્ર તબાહી જોવા મળી રહી છે.
The city of #Izyum in the #Kharkiv region lies in ruins pic.twitter.com/OWFs2pcfXQ
— NEXTA (@nexta_tv) March 9, 2022
યુક્રેનના ગંભીર રીતે બીમાર 11 બાળકો તેમના પરિવાર સાથે ઈઝરાયેલ પહોંચી ગયા છે. ઇઝરાયેલની શ્રાઈડર ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવશે.
યુક્રેનના સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફે આજે જણાવ્યું હતું કે, રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ગેર માન્ય રાજ્ય ટ્રાન્સનિસ્ટ્રિયામાંથી 800 સૈનિકોને સામેલ કરવાની સંભાવનાને નકારી શકતું નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે શરૂ કરાયેલ ઓપરેશન ગંગા હેઠળ બાંગ્લાદેશી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા બદલ ભારતનો આભાર માન્યો છે. તમને જણાવી દઈએ કે,ભારતે યુક્રેનમાં ફસાયેલા બાંગ્લાદેશના 9 નાગરિકોને બચાવ્યા છે. આ સિવાય ભારતે નેપાળ અને ટ્યુનિશિયાના લોકોને પણ ત્યાંથી બહાર કાઢ્યા છે.
આયર્લેન્ડના વિદેશ પ્રધાન, સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ યુક્રેનિયન મહિલાઓની સહનશક્તિ, હિંમત અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. મંગળવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના નિમિતે યુએન સુરક્ષા પરિષદે યુદ્ધ વિસ્તારોમાં મહિલાઓના સશક્તિકરણ પર એક બેઠક બોલાવી હતી, જેમાં ઘણા દેશોના વક્તાઓ યુક્રેન પર રશિયાના યુદ્ધ અને મહિલાઓ પર તેની અસરની નિંદા કરી હતી. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના વડાએ કહ્યુ કે, અમે તમારી હિંમતની કદર કરીએ છીએ અને અમે તમારી સાથે ઊભા છીએ.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે જાપાને યુક્રેન માટે બુલેટપ્રૂફ જેકેટ મોકલ્યા છે.
TASS એ વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને જણાવ્યુ હતુ કે, UAE અને સાઉદી અરેબિયાના નેતાઓએ યુએસ પ્રમુખ જો બાઈડન સાથે યુક્રેનની આસપાસની સ્થિતિ અને વિશ્વમાં તેલના ભાવમાં થયેલા વધારા વિશે ટેલિફોન પર વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે.
યુક્રેનના સામ્બો સ્પોર્ટના ચેમ્પિયન આર્ટીઓમ પ્રિમેન્કોનુ સુમી શહેરમાં થયેલા એક હવાઈ હુમલામાં મોત થયુ છે. આ હુમલામાં તેના બે નાના ભાઈઓ સહિત તેનો આખો પરિવાર માર્યો ગયો છે.
🥀In #Sumy, 16-year-old Artyom Pryimenko, the champion of #Ukraine in sambo, was killed during an airstrike. His entire family died with him, including two younger brothers. pic.twitter.com/MAov4aobaX
— NEXTA (@nexta_tv) March 9, 2022
Evacuation of people in #Sumy pic.twitter.com/Xyy0P62xqu
— NEXTA (@nexta_tv) March 9, 2022
યુક્રેનમાં UN હ્યુમન રાઇટ્સ મોનિટરિંગ મિશન અનુસાર, રશિયાના હુમલામાં યુક્રેનના અત્યાર સુધીમાં 474 નાગરિકો માર્યા ગયા છે અને 861 ઘાયલ થયા છે.જ્યારે 38 બાળકોના મોત થયા અને 71 ઘાયલ થયા. જોકે, એજન્સીનો દાવો છે કે આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.
યુક્રેનની રાજધાની કિવ, ઝાયટોમીર અને વાસિલ્કિવમાં એરસ્ટ્રાઈક સાયરન વગાડવામાં આવ્યા છે. સાથે જ અહીંના લોકોને તાત્કાલિક નજીકના આશ્રયસ્થાનમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
પોલ્ટાવા ઓબ્લાસ્ટ સૈન્ય વહીવટના વડા દિમિત્રો લુનિનના જણાવ્યા અનુસાર, 8 માર્ચે સુમી શહેરથી પોલ્ટાવા ઓબ્લાસ્ટમાં 5,000 લોકોનુ સફળતાપૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરાયેલા લોકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો તેમજ તુર્કીના નાગરિકો હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી કહ્યુ છે કે, તેઓ NATO માં જોડાઈને “શાંત” છે અને રશિયન સમર્થિત અલગતાવાદી પ્રદેશોને નિયંત્રિત કરવા અંગેની ચર્ચાઓ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે “જ્યારે અમે સમજી ગયા કે NATO યુક્રેનને સ્વીકારવા તૈયાર નથી.” આવી સ્થિતિમાં હવે તેમની માનસિકતા બદલાઈ ગઈ છે.
રોઇટર્સેના અહેવાલ અનુસાર, USAએ યુક્રેનને રશિયન નિર્મિત ફાઇટર પ્લેન પહોંચાડવાની પોલેન્ડની ઓફરને ફગાવી દીધી છે. પોલેન્ડે યુક્રેનને મિગ-29 ફાઈટર પ્લેનની જાહેરાત કરી હતી.
રોઇટર્સે કહ્યું છે કે, રશિયન સેન્ટ્રલ બેંકે આદેશ આપ્યો છે કે 10,000 ડોલરથી વધુ ઉપાડનારા ગ્રાહકોએ બેલેન્સ રૂબલમાં લેવાનુ રહેશે. તમને જણાવી દઈએ કે,રશિયન સેન્ટ્રલ બેંકે રશિયન લોકો પર કડક પ્રતિબંધો લાદ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, આ પહેલાથી જ સ્પષ્ટ છે. પુતિન ક્યારેય યુક્રેન જીતશે નહીં. પુતિન એક શહેર કબજે કરી શકે છે, પરંતુ તે ક્યારેય દેશ પર કબજો કરી શકશે નહીં.
This much is already clear: Ukraine will never be a victory for Putin.
Putin may be able to take a city — but he will never be able to hold the country.
— President Biden (@POTUS) March 9, 2022
Published On - 7:54 am, Wed, 9 March 22