Russia-Ukraine War Updates: કિવમાં ગોળી વાગતા ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીને IAF એરક્રાફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો

|

Mar 08, 2022 | 12:34 AM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. રશિયા તરફથી સતત હુમલા થઈ રહ્યા છે તો બીજી તરફ યુક્રેન પણ રશિયન સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે.

Russia-Ukraine War Updates: કિવમાં ગોળી વાગતા ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થીને IAF એરક્રાફ્ટ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યો
Russia Ukraine war live update

Follow us on

Russia-Ukraine war live updates: રશિયા અને યુક્રેન(Russia Ukraine War)  વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે.રશિયન સેના (Russian Army) સતત હુમલા કરી રહી છે. યુક્રેનના (Ukraine)  ઘણા શહેરોમાં સર્વત્ર તબાહી જોવા મળી રહી છે. UNના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રવિવારે કહ્યું હતું કે, સંઘર્ષ દરમિયાન ખાર્કિવ અને સુમી જેવા વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુક્રેનમાં લડાઈ અટકાવવી જરૂરી છે.ઉલ્લેખનીય છે કે,યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પરત લાવવાની કામગીરી હાલ “અંતિમ તબક્કામાં” છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Mar 2022 06:40 PM (IST)

    યુક્રેનના પડોશી દેશોમાંથી 1,314 ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા

    સોમવારે યુક્રેનના પડોશી દેશોમાંથી 1,314 ભારતીયોને 7 નાગરિક ફ્લાઇટ્સ દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી.

  • 07 Mar 2022 06:18 PM (IST)

    યુક્રેને માયકોલાઈવ એરપોર્ટ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું

    યુક્રેનિયન સૈન્યએ માયકોલાઇવ પ્રાદેશિક એરપોર્ટ પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે. શહેરના ગવર્નરે આ માહિતી આપી છે.

  • 07 Mar 2022 06:04 PM (IST)

    ભારતીયોના પરત ફરવા માટે રોમાનિયાથી બે ફ્લાઈટ ચલાવવામાં આવશે

    ઉડ્ડયન મંત્રાલયનું કહેવું છે કે, 400 થી વધુ ભારતીયોને પરત લાવવા માટે મંગળવારે રોમાનિયાથી બે નાગરિક ઉડાનનું સંચાલન કરશે.

  • 07 Mar 2022 05:36 PM (IST)

    સાંજે 7.30 કલાકે ત્રીજા રાઉન્ડની વાતચીત થશે

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીના સલાહકારે જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજી રાઉન્ડની વાતચીત સોમવારે સાંજે 7.30 વાગ્યે થશે.

  • 07 Mar 2022 05:27 PM (IST)

    રશિયન વિદેશ મંત્રી યુક્રેનિયન સમકક્ષ સાથે કરસશે મુલાકાત

    તુર્કીના વિદેશ મંત્રીએ કહ્યું છે કે, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને યુક્રેનના દિમિત્રી કુલેબા અંતાલ્યામાં મળશે. માનવામાં આવે છે કે, આ બેઠકમાં યુદ્ધ રોકવા પર ચર્ચા થશે.

  • 07 Mar 2022 04:58 PM (IST)

    યુક્રેને માનવતાવાદી કોરિડોરને નકારી કાઢ્યો

    યુક્રેને સોમવારે રશિયા અને બેલારુસ તરફ માનવતાવાદી કોરિડોર માટે મોસ્કોના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. બંને દેશો વચ્ચે યુદ્ધ 12મા દિવસે પણ ચાલુ છે.

  • 07 Mar 2022 04:35 PM (IST)

    રશિયા-યુક્રેનની વાતચીત બે કલાકમાં થશે શરૂ

    રશિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, રશિયા-યુક્રેન પ્રતિનિધિમંડળની બેઠક 2 કલાકથી ઓછા સમયમાં શરૂ થઈ શકે છે. રશિયન પ્રતિનિધિમંડળ હાલમાં બેલારુસના બ્રેસ્ટમાં રાહ જોઈ રહ્યું છે.

  • 07 Mar 2022 03:58 PM (IST)

    પુતિને પીએમ મોદીને મધ્યસ્થી અંગે માહિતી આપી

    વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની વાતચીત દરમિયાન પુતિને યુક્રેન અને રશિયા દ્વારા કરવામાં આવી રહેલી મધ્યસ્થતા વિશે જણાવ્યું હતું.

  • 07 Mar 2022 03:50 PM (IST)

    પીએમ મોદીએ પુતિન સાથે કરી વાત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. બંને નેતાઓએ યુક્રેનમાં ઉભી થયેલી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે.

  • 07 Mar 2022 03:34 PM (IST)

    યુક્રેને રશિયાની યોજનાને નકારી કાઢી

    AFP અનુસાર, યુક્રેનની સરકારે રશિયાના પ્રસ્તાવિત બેલારુસ કોરિડોરને ફગાવી દીધો છે.

     

  • 07 Mar 2022 03:16 PM (IST)

    રશિયન પ્રતિનિધિમંડળ બેલારુસ જવા રવાના થયું

    રશિયન સરકાર સાથે સંબંધિત સૂત્રોએ દાવો કર્યો છે કે, રશિયન પ્રતિનિધિમંડળ યુક્રેન સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત માટે બેલારુસ જવા રવાના થઈ ગયું છે.

  • 07 Mar 2022 03:00 PM (IST)

    યુક્રેનમાં 6 માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવી રહ્યા છે: રશિયન સંરક્ષણ મંત્રાલય

    રશિયન સંરક્ષણ મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, યુક્રેનના પ્રદેશ પર છ માનવતાવાદી કોરિડોર ખોલવામાં આવી રહ્યા છે.

  • 07 Mar 2022 02:38 PM (IST)

    46,000 રશિયન સૈનિકો માર્યા ગયા હોવાનો અંદાજ: સેન્ટ્રલ કમાન્ડ

    યુએસ સેટેલાઇટ ઇન્ટેલિજન્સ દાવો કરે છે કે 5 માર્ચ સુધીમાં રશિયનોએ પહેલેથી જ યુક્રેનમાં ઉપલબ્ધ દળોના 90% અથવા 110,000 જમીન દળોને તૈનાત કરી દીધા છે. હાલમાં રશિયામાં 11,000 માર્યા ગયા અને 30,000 થી 35,000 ઘાયલ થયા હોવાનો અંદાજ છે. જો કે, રશિયાને વાસ્તવિક નુકસાન આના કરતા ઘણું વધારે હોઈ શકે છે. સેન્ટ્રલ કમાન્ડનો અંદાજ છે કે, રશિયાએ લગભગ 46,000 સૈનિકો ગુમાવ્યા છે.

  • 07 Mar 2022 02:28 PM (IST)

    યુક્રેનને 17 હજાર એન્ટી ટેન્ક આપ્યા – મીડિયા

    NYtimesએ દાવો કર્યો છે કે યુએસ અને નાટોએ એક સપ્તાહની અંદર કિવને 17,000 થી વધુ એન્ટી ટેન્ક હથિયારો આપ્યા છે.

  • 07 Mar 2022 01:04 PM (IST)

    યુક્રેન રશિયન સેનાને ચોંકાવી દેશે : સંરક્ષણ પ્રધાન

    યુક્રેનના સંરક્ષણ પ્રધાન રેઝનિકોવે જણાવ્યું હતું કે, દેશને શસ્ત્રો અને દારૂગોળાના સપ્લાયમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.સાથે જ તેમણે વચન આપ્યું હતું કે યુક્રેન રશિયન સેનાને ચોંકાવી દેશે.

  • 07 Mar 2022 01:02 PM (IST)

    PM મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરી

    એક સરકારી સૂત્રએ જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુક્રેનની વર્તમાન ઘટનાક્રમ અંગે ચર્ચા કરી છે.

  • 07 Mar 2022 01:00 PM (IST)

    હુમલામાં 211 શાળાઓ નાશ પામીઃ શિક્ષણ મંત્રી

    યુક્રેનના શિક્ષણ પ્રધાન સેરહી શકારલેટે (Serhiy Shkarlet)જણાવ્યું હતું કે યુક્રેનમાં 11 દિવસના યુદ્ધ દરમિયાન 211 માધ્યમિક શાળાઓમાંથી કેટલીક સંપૂર્ણપણે નાશ પામી છે,જ્યારે કેટલીકને નુકસાન થયું છે

  • 07 Mar 2022 12:21 PM (IST)

    Netflix એ રશિયામાં સેવાઓ સ્થગિત કરી

    નેટફ્લિક્સે કહ્યું છે કે, તે રશિયામાં તેની સેવા સસ્પેન્ડ કરી રહ્યું છે. કંપનીએ રવિવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં રશિયામાં તેની સેવાઓ સ્થગિત કરવાના નિર્ણય માટે “જમીની સ્થિતિ”ને જવાબદાર ઠેરવી હતી.

  • 07 Mar 2022 11:20 AM (IST)

    લુહાન્સ્કમાં તેલના ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી

  • 07 Mar 2022 11:18 AM (IST)

    લગ્નના પાનેતરને બદલે આર્મી યુનિફોર્મ!

    રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન એક યુવતીએ તેના લગ્નમાં વેડિંગ ડ્રેસ પહેરવાને બદલે સૈનિકનો યુનિફોર્મ પહેર્યો હતો.

  • 07 Mar 2022 11:15 AM (IST)

    યુક્રેનમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત

    રશિયન સૈન્યએ યુક્રેનમાં અનેક માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે.

     

  • 07 Mar 2022 11:08 AM (IST)

    બે ટોચના રશિયન અધિકારીઓ માર્યા ગયા: યુક્રેન

    યુક્રેનની સેનાએ બે ઉચ્ચ કક્ષાના રશિયન અધિકારીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યુ કે, રશિયન સશસ્ત્ર દળોની 61મી સેપરેટ મરીન બ્રિગેડના કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ દિમિત્રી સેફ્રોનોવ અને 11મી સેપરેટ એરબોર્ન એસોલ્ટ બ્રિગેડના ડેપ્યુટી કમાન્ડર લેફ્ટનન્ટ કર્નલ ડેનિસ ગ્લેબોવ માર્યા ગયા છે.

  • 07 Mar 2022 11:05 AM (IST)

    50 રશિયન રાજદ્વારીઓ રશિયા પરત ફર્યા

    CNNએ RIA ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યું કે,50 રશિયન રાજદ્વારીઓ તેમના પરિવારના સભ્યો સહિત ન્યૂયોર્ક સિટીથી મોસ્કો પરત ફર્યા છે.

  • 07 Mar 2022 11:03 AM (IST)

    Mykolaiv માં દિવસની શરૂઆત

  • 07 Mar 2022 10:27 AM (IST)

    લુહાન્સ્કમાં જોરદાર વિસ્ફોટ

    લુહાન્સ્કમાં જોરદાર વિસ્ફોટ થયો છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે આ વિસ્ફોટને કારણે તેલના ડેપોમાં આગ લાગી છે.

  • 07 Mar 2022 10:08 AM (IST)

    યુદ્ધ માત્ર મૃત્યુ અને વિનાશ લાવે છે: પોપ ફ્રાન્સિસ

    પોપ ફ્રાન્સિસે યુક્રેન પર રશિયાના હુમલા અંગે કહ્યું કે, યુક્રેનમાં લોહી અને આંસુની નદીઓ વહી રહી છે. તે માત્ર સૈન્ય અભિયાન નથી,પરંતુ એક યુદ્ધ છે જે મૃત્યુ અને વિનાશ લાવે છે.

  • 07 Mar 2022 09:46 AM (IST)

    Mykolaiv પર રશિયન સેનાએ હુમલો કર્યો

    યુક્રેનના શહેર Mykolaiv પર અનેક રોકેટ લોન્ચરથી રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.

  • 07 Mar 2022 09:29 AM (IST)

    રશિયા મોટા હુમલાની તૈયારીમાં

    રશિયા હવે રાજધાની કિવ, ખાર્કિવ અને માયકોલાઈવ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ રશિયન સેના છેલ્લા 36 કલાકથી હુમલાની તૈયારી કરી રહી છે.

  • 07 Mar 2022 09:00 AM (IST)

    PM મોદી ઝેલેન્સકી સાથે વાત કરશે

    PM નરેન્દ્ર મોદી આજે સવારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરશે.

  • 07 Mar 2022 08:55 AM (IST)

    પોલેન્ડ પહોંચ્યા હરજોત સિંહ

    ઈન્ડિયન વર્લ્ડ ફોરમના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે કહ્યું કે, હરજોત સિંહે સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે ભારતીય રાજદ્વારીઓ પણ હાજર છે.તમને જણાવી દઈએ કે, તેને સરહદ પર પોલિશ રેડ ક્રોસ દ્વારા પ્રદાન કરવામાં આવેલી એમ્બ્યુલન્સમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે.

  • 07 Mar 2022 08:27 AM (IST)

    યુક્રેનમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય નાગરિકની વતન વાપસી

    યુક્રેનની રાજધાની કિવમાં ગોળીબાર દરમિયાન ઘાયલ થયેલા ભારતીય નાગરિક હરજોત સિંહ આજે ભારત પરત ફરી રહ્યા છે. મળતી માહિતી મુજબ પોલેન્ડ બોર્ડર થઈને તેઓ સ્વદેશ પરત ફરી રહ્યા છે.

  • 07 Mar 2022 08:24 AM (IST)

    યુક્રેન પર 600 મિસાઇલો છોડવામાં આવી: રિપોર્ટ

    અમેરિકન ન્યૂઝ ચેનલ CNNએ અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી પાસેથી મળેલી માહિતીના આધારે જણાવ્યુ છે કે, રશિયાએ 600 મિસાઈલો છોડી છે અને યુક્રેનમાં તેના 95 ટકા સૈનિકો તૈનાત કર્યા છે.

  • 07 Mar 2022 08:21 AM (IST)

    રશિયાને ઈન્ટરપોલમાંથી સસ્પેન્ડ કરવું જોઈએઃ પ્રીતિ પટેલ

    બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલે ટ્વિટર પર લખ્યુ હતુ કે તેણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએસમાં તેના સહયોગીઓ સાથે મળીને ઇન્ટરપોલને રશિયન સભ્યપદ સ્થગિત કરવા અને ઇન્ટરપોલ સિસ્ટમની ઍક્સેસ આપવા વિનંતી કરી હતી.વધુમાં તેમણે કહ્યું કે રશિયાની કાર્યવાહી વ્યક્તિઓની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય કાયદા અમલીકરણ સહયોગ માટે સીધો ખતરો છે.

Published On - 8:15 am, Mon, 7 March 22