રશિયા (Russia) ના હુમલા બાદ યુક્રેને (Ukraine) પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે (Embassy of India in Hungary) ગુરુવારે કહ્યું કે તેણે સંકટગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian Citizens) ની મદદ માટે એક ટીમ મોકલી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે હંગેરીમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા માટે જોહાની બોર્ડર પોસ્ટ પર મોકલવામાં આવ્યા છે. આ લોકો યુક્રેનમાંથી ભારતના નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરશે. હંગેરિયન સરકાર પણ દૂતાવાસને સંપૂર્ણ મદદ કરી રહી છે. એમ પણ કહ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સ્થળાંતર યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતાં ત્યાંથી ભારતીય નાગરિકોને લાવવા ગુરુવારે રવાના થયેલા એર ઈન્ડિયાના વિમાનને પરત દિલ્હી બોલાવવામાં આવ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ ગુરુવારે સવારે દિલ્હીથી પ્લેન ઉપડ્યા પછી એક NOTM (નોટિસ ટુ એરમેન) જારી કર્યું, જેમાં જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન માટે સંભવિત જોખમને કારણે યુક્રેનની અંદર સિવિલ એરક્રાફ્ટ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.
Team from Embassy of India in Hungary has been despatched to the border post Zohanyi to coordinate and provide assistance to facilitate exit of Indians from Ukraine. Mission is working with with Govt of Hungary to provide all possible assistance. @IndiainUkraine @MEAIndia contd.
— Indian Embassy in Hungary (@IndiaInHungary) February 24, 2022
અધિકારીઓએ જણાવ્યું કે ત્યારબાદ એર ઈન્ડિયા અને કેન્દ્ર સરકારે પ્લેનને દિલ્હી પરત લાવવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યું કે ત્યારબાદ વિમાન ઈરાનના એરસ્પેસથી દિલ્હી પરત ફર્યું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 1947 પાછી આવી રહી છે કારણ કે કિવએ નોટમ જારી કર્યું છે. વિમાને સવારે 7.30 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી કિવ માટે ઉડાન ભરી હતી. ગુરુવારે લગભગ 1 વાગે વિમાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યું હતું.
દરમિયાન, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન કિવથી સવારે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. STIC ગ્રૂપના ડિરેક્ટર અંજુ વરિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 182 ભારતીય નાગરિકો સવાર હતા અને તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. અઠવાડિયાના વધતા તણાવ પછી, રશિયાએ ગુરુવારે યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી.
Published On - 9:48 pm, Thu, 24 February 22