ટ્રમ્પે રશિયા પર હુમલાનો બનાવ્યો ‘માસ્ટર પ્લાન’ ! કહ્યું ‘ ચીનનો ધ્વજ લગાવીને US ફાઈટર પ્લેન કરે બોમ્બમારો’

|

Mar 06, 2022 | 6:25 PM

આ પહેલા એક અન્ય કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે, 21મી સદીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ રહ્યા છે, જેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ કોઈ દેશ પર હુમલો કર્યો નથી.

ટ્રમ્પે રશિયા પર હુમલાનો બનાવ્યો માસ્ટર પ્લાન ! કહ્યું  ચીનનો ધ્વજ લગાવીને US ફાઈટર પ્લેન કરે બોમ્બમારો
Former American President Donald Trump

Follow us on

Russia Ukraine War : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) શનિવારે રિપબ્લિકન નેશનલ કમિટીના ટોચના દાતાઓને સંબોધિત કર્યા હતા.આ દરમિયાન તેણે કંઈક એવું કહ્યું જે રશિયા(Russia)  અને ચીન (China) બંનેમાં હલચલ મચાવી શકે છે. ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાએ F-22 ફાઇટર પ્લેન પર ચીનનો ધ્વજ લગાવવો જોઈએ અને રશિયા પર બોમ્બમારો કરવો જોઈએ.’ US મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે કહ્યું હતુ કે,’બોમ્બમારા બાદ આપણે કહેવું જોઈએ કે ચીને આ કર્યું. આ રીતે બંને એકબીજા સાથે લડવા લાગશે અને અમે બેસીને આનંદ કરીશું.’ જો કે લોકોએ આ વાતને મજાક તરીકે લીધી અને ખૂબ હસ્યા.

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રિપબ્લિકન સાંસદો રશિયા-યુક્રેન યુદ્ધને(Russia Ukraine Crisis)  લઈને તેમની બેજવાબદાર હરકતો અને નિવેદનો માટે ટીકાનો સામનો કરી રહ્યા છે. એક રિપબ્લિકન સેનેટરે શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથેની ઝૂમ મીટિંગનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતા. આ કારણે ઝેલેન્સકીની સુરક્ષા જોખમમાં આવી હતી, કારણ કે દુશ્મન દેશ તેના લોકેશનને ટ્રેસ કરી શકે છે. અગાઉ દક્ષિણ કેરોલિનાના સાંસદ લિન્ડસે ગ્રેહામે રશિયન લોકોને યુક્રેન યુદ્ધ રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવા હાકલ કરી હતી.

ટ્રમ્પે રશિયા સામે વલણ બદલ્યું

આ સંબોધન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે NATOને ‘કાગળ પરનો વાઘ’ ગણાવ્યો અને કહ્યું,’આપણે હવે માનવતા વિરુદ્ધ આટલા મોટા ગુનાને સહન કરી શકીએ નહીં ? અમે આ થવા દઈ શકીએ નહીં. અમે આવું થવા દઈશું નહીં.’ તમને જણાવી દઈએ કે,રશિયાને લઈને ટ્રમ્પનું વલણ બદલાયું છે અને તેઓ યુક્રેન પર હુમલો કરવા બદલ બાઈડન પર પ્રહારો કરી રહ્યા છે. સાથે જ તે રશિયાની ટીકા પણ કરી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો તેઓ સત્તામાં હોત તો પુતિને યુક્રેન પર હુમલો ન કર્યો હોત.

શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ
અભિનેત્રી એક કે બે નહીં પણ 4 બિઝનેસ સંભાળી રહી છે, જુઓ ફોટો
4 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 90 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ ડેટાનો લાભ

રશિયાએ મારા કાર્યકાળ દરમિયાન કોઈ દેશ પર હુમલો કર્યો નથી: ટ્રમ્પ

આ પહેલા એક અન્ય કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું હતું કે 21મી સદીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ રહ્યા છે, જેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ કોઈ દેશ પર હુમલો કર્યો નથી. ટ્રમ્પે કહ્યું, બુશના કાર્યકાળમાં રશિયાએ જ્યોર્જિયા પર હુમલો કર્યો હતો. ઓબામાના કાર્યકાળ દરમિયાન રશિયાએ ક્રિમીઆ પર કબજો કર્યો હતો. જ્યારે બાઈડનના શાસનમાં યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો.

આ પણ વાંચો : Russia-Ukraine: યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાની નજર, કબજે કરવા માટે આગળ વધી રશિયન સેના

Next Article