રશિયાએ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં યુક્રેન (Russia Ukraine War) પર હુમલો કર્યો હતો અને હજુ પણ યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી રશિયન સેનાએ (Russian Army) યુક્રેનમાં ઘણી તબાહી મચાવી છે. રશિયન સેનાના આ હુમલામાં માત્ર યુક્રેનની સેના (Attacks In Ukraine) જ નહીં પરંતુ ત્યાંના લોકો પણ તેનાથી ખૂબ પ્રભાવિત થયા છે. યુક્રેનમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે અને લોકો હવે ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે તરસી રહ્યા છે. યુક્રેન તરફથી વારંવાર એવા દાવા કરવામાં આવે છે કે તેણે રશિયન સેનાના ઘણા સૈનિકોને મારી નાખ્યા છે.
આવી સ્થિતિમાં, સવાલ એ થાય કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કયા દેશને કેટલુ નુકસાન થયું છે અને કેટલા લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે ? તો જાણો યુક્રેને તેના સૈનિકો અને નાગરિકોના મોતથી શું ગુમાવ્યું છે, જ્યારે રશિયન સેનાને કેટલું નુકસાન થયું છે
તમને જણાવી દઈએ કે યુદ્ધમાં થયેલા નુકસાનને લઈને ઘણા પ્રકારની વિગતો સામે આવી રહી છે અને દરેક દ્વારા અલગ-અલગ આંકડાઓ અને વિગત રજૂ કરાઈ રહી છે. અત્યારે, યુનાઈટેડ નેશન્સ, મીડિયા રિપોર્ટ્સ, યુક્રેનિયન અધિકારીઓ, અમેરિકા તરફથી ઘણા પ્રકારના ડેટા સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન હુમલાને કારણે યુક્રેનમાં ઓછામાં ઓછી 1000 ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે અને લગભગ 3000 લોકો માર્યા ગયા છે. સૌથી વધુ અસર યુક્રેનના શહેર મેરિયુપોલને થઈ છે, જેના પર રશિયા દ્વારા સતત બોમ્બમારો થઈ રહ્યો છે. આ શહેર અંગે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અત્યાર સુધીમાં લગભગ 1000 લોકોના મોત થયા છે.
મેરીયુપોલમાં રશિયન સેના દ્વારા હોસ્પિટલો, શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી છે અને ત્રણ લાખથી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકો હવે વીજળી, પાણી અને ખોરાક માટે વલખા મારી રહ્યાં છે અને રશિયા દ્વારા હુમલો કરાયેલા ડઝન શહેરોમાંથી, મેરીયુપોલમાં સૌથી વધુ હુમલા થયા છે. હકીકતમાં, કિવ પર રશિયાની નિષ્ફળતા પછી, આ શહેર પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને હજારો નાગરિકોને બંધક જેવા બનાવવામાં આવ્યા છે. મેરીયુપોલથી લોકોને બળજબરીથી રશિયા મોકલવામાં આવી રહ્યા છે.
યુક્રેનના સૈનિકો વિશે અલગ-અલગ આંકડાઓ સામે આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે 5000 થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 117 નિર્દોષ લોકોના મોત થયા છે અને 155 બાળકો ઘાયલ થયા છે. યુક્રેન પરના યુદ્ધની એવી અસર છે કે રશિયન આક્રમણ બાદથી 3.5 મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. અને આસપાસના દેશમાં આશ્રય લઈ રહ્યાં છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે કહ્યું છે કે યુદ્ધમાં ઓછામાં ઓછા 902 નાગરિકો માર્યા ગયા છે અને 1459 ઘાયલ થયા છે.
જોકે, હાઈ કમિશનરની ઓફિસનું કહેવું છે કે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. મેરીયુપોલના અધિકારીઓનો દાવો છે કે એકલા આ (મરિયુપોલ) શહેરમાં 2400 થી વધુ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે બંને દેશ નાગરિકો અને સૈનિકોની હત્યાને લઈને અલગ-અલગ દાવા કરી રહ્યા છે.
યુક્રેન દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ અત્યાર સુધીમાં 15,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સિવાય યુક્રેન દ્વારા રશિયાની 252 આર્ટિલરી સિસ્ટમને નષ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત યુક્રેને 509 રશિયન ટેન્કને નષ્ટ કરી દીધી છે અને ઘણી જગ્યાએ ટેન્કને દફનાવવામાં આવી છે. યુક્રેને કરેલા દાવા મુજબ, રશિયાના 123 હેલિકોપ્ટર, 99 ફાઈટર જેટ, 80 MLRS, 45 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમને નષ્ટ કરી છે. યુક્રેન રશિયન સેનાનું મનોબળ ઘટાડવા માટે સતત આવા આંકડાઓ જાહેર કરી રહ્યું છે અને શરૂઆતથી જ તે યુક્રેનથી રશિયન સેનાને નુકસાન પહોચાડવાાં આવ્યુ હોવાના અહેવાલો જાહેર કરી રહ્યું છે.
રશિયાનું માનવું છે કે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 9861 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 27 દિવસના આ યુદ્ધમાં 16153 સૈનિકો ઘાયલ થયા છે. જો કે, આના થોડા દિવસો પહેલા, રશિયા તેના 500 સૈનિકોના મૃત્યુની વાત કરી રહ્યું હતું, પરંતુ હવે આ સંખ્યા લગભગ 10 હજાર કહેવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ