રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન વિદેશ મંત્રીનુ મોટુ નિવેદન, ત્રીજા વિશ્વયુદ્ધની આપી ચેતવણી

|

Apr 26, 2022 | 10:46 AM

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ (Russia Ukraine War) ચાલી રહ્યું છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન વિદેશ મંત્રીનુ મોટુ નિવેદન, ત્રીજા વિશ્વયુદ્ધની આપી ચેતવણી
Russian Foreign Minister Sergei Lavrov (File Photo)

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ  (Russia Ukraine war) અટકવાનુ નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન સોમવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે (Foreign Minister Sergei Lavrov) એક મોટું નિવેદન આપ્યું છે. તેણે યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો ચાલુ રાખવાની વાત કરી છે પણ ત્રીજા વિશ્વ યુદ્ધના “વાસ્તવિક” ખતરાની ચેતવણી પણ આપી છે. આ સાથે જ રશિયન સમાચાર એજન્સીઓ સાથે વાત કરતા સર્ગેઈ લવરોવે યુક્રેનના  (Ukraine) શાંતિ વાટાઘાટોના અભિગમની ટીકા કરતા કહ્યું કે, સારપની મર્યાદા હોય છે. જો તે બંને પક્ષે સમાન ન હોય તો તે વાટાઘાટો થઈ શકતી નથી.

સર્ગેઈ લવરોવે વધુમાં કહ્યું કે અમે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની (President Volodymyr Zelensky) ટીમ સાથે વાતચીત કરી રહ્યા છીએ અને આ વાતચીત ચાલુ રહેશે.’ જો કે, આ સમય દરમિયાન તેણે ઝેલેન્સકી પર વાતચીતનો “ડોળ” કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તે એક સારો અભિનેતા છે. તેણે આગળ કહ્યું, ‘જો તમે ધ્યાનથી જોશો અને ધ્યાનથી વાંચશો તો તે શું કહે છે તમને હજારો વિરોધાભાસ જોવા મળશે.’ હાલના તણાવને જોતાં રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે ‘ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી છે.તેણે કહ્યું કે આ ખતરો ગંભીર છે, તમે તેને ઓછો આંકી શકતા નથી.

કરાર પર હસ્તાક્ષર કરવાથી યુદ્ધનો અંત આવશે  ?

યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સમજૂતી પર હસ્તાક્ષર થતાની સાથે જ બધું ચોક્કસ સમાપ્ત થઈ જશે. રશિયાના વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે આ સમજૂતીના માપદંડો જ્યારે સમજૂતી વાસ્તવિકતા બનશે ત્યારે લડાઈની સ્થિતિને આધારે નક્કી કરવામાં આવશે.રશિયન વિદેશ મંત્રીએ ચેતવણી આપી હતી કે પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને શસ્ત્રો મોકલવામાં આવી રહ્યા છે. રશિયન સૈન્યના કાયદેસર લક્ષ્યો હશે. અગાઉ લવરોવે કહ્યું હતું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેમાં ખતરનાક હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે અને તે વિનાશક હશે. લવરોવના નિવેદન પર યુક્રેનના વિદેશ મંત્રી કુલેબાએ કહ્યું કે રશિયાએ યુક્રેનનું સમર્થન કરીને દુનિયાને ડરાવવાની છેલ્લી આશા પણ ગુમાવી દીધી છે. જેના કારણે રશિયાના વિદેશ મંત્રી ત્રીજા વિશ્વ યુદ્ધની વાત કરી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિદેશ મંત્રીઓ કિવમાં વ્લાદિમીર ઝેલેન્સકી સાથે મુલાકાત

રવિવારે યુએસ સંરક્ષણ અને વિદેશ પ્રધાનોએ કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. એક રિપોર્ટ અનુસાર પોલેન્ડમાં મીડિયા સાથેની વાતચીતમાં યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે, અમેરિકા રશિયાને “નબળું” જોવા માંગે છે જેથી તે અન્ય દેશો માટે ખતરો ન બને. તમને જણાવી દઈએ કે, યુ.એસ.એ યુક્રેનની સરકાર અને અન્ય 15 સહયોગી યુરોપીયન સરકારોને વધારાની યુએસ $713 મિલિયન લશ્કરી સહાયની જાહેરાત કરી છે.

 

 

આ પણ વાંચો : Birth Anniversary : મહાન સાહિત્યકાર શેક્સપિયર ક્યારેય પોતાના નામની જોડણી બરાબર લખી શક્યા નહોતા, જાણો તેમના જીવન વિશે કેટલીક ખાસ વાતો

Published On - 10:23 am, Tue, 26 April 22

Next Article