Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દેશના નામે મોટી જાહેરાત, પૂર્વી યુક્રેનને અલગ દેશની માન્યતા, ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર

|

Feb 22, 2022 | 6:53 AM

રાષ્ટ્રને સંબોધન દરમિયાન, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ડોનબાસમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે ડોનવાસ એ રશિયાના ઈતિહાસ સાથે જોડાયેલો વિસ્તાર છે. આપણે ઈતિહાસ જાણવો જોઈએ.

Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દેશના નામે મોટી જાહેરાત, પૂર્વી યુક્રેનને અલગ દેશની માન્યતા, ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર
Russia Ukraine Conflict: Russian President Putin

Follow us on

Russia Ukraine Conflict:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(President Vladimir Putin) રાષ્ટ્રને સંબોધનમાં મોટી જાહેરાત કરી છે. તેમણે પૂર્વ યુક્રેન(Ukraine)ને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. વ્લાદિમીર પુતિન પૂર્વીય યુક્રેન બનાવવાના ઓર્ડર પર હસ્તાક્ષર કરે છે. પુતિને લુહાન્સ્ક અને ડોનેસ્કની રચનાને અલગ દેશો તરીકે માન્યતા આપી હતી. તમને જણાવી દઈએ કે લુહાન્સ્ક અને ડોન્સ્ક પૂર્વ યુક્રેનમાં છે.

આ દરમિયાન પુતિને કહ્યું કે ડોનબાસમાં સ્થિતિ ઘણી ગંભીર છે. ડોનવાસ એ રશિયાના ઇતિહાસ સાથે સંકળાયેલ વિસ્તાર છે. આપણે ઈતિહાસ જાણવો જોઈએ. પુતિને વધુમાં કહ્યું કે યુક્રેન અમારું જૂનું સાથી છે.પૂર્વી યુક્રેનને લઈને મારે મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો. અમે યુક્રેનને સામ્યવાદનું સત્ય બતાવવા તૈયાર છીએ. પુતિને કહ્યું કે રશિયાની સંસદ પાસે તમામ સત્તા છે.

રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે યુક્રેન આપણા ઈતિહાસનો અભિન્ન હિસ્સો છે. 1991 થી 2013 સુધી, રશિયાએ યુક્રેનને મદદ કરી. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે સોવિયત સંઘના તમામ રાજ્યોને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. યુક્રેનમાં હજુ સુધી સ્થિર સરકાર બની શકી નથી. રશિયાએ આધુનિક યુક્રેન બનાવ્યું છે. યુક્રેને જાહેર હિતમાં કામ કર્યું નથી. યુક્રેનની અર્થવ્યવસ્થાની હાલત ખૂબ જ ખરાબ છે. પુતિને કહ્યું કે સ્ટાલિને યુક્રેનને રશિયાથી અલગ કર્યું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, શું યુક્રેનના લોકોને ખબર છે કે તેમનો દેશ કોલોની બની ગયો છે. યુક્રેનના લોકો પાસે પૈસા નથી. દરેક જગ્યાએથી રશિયન ભાષાને ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શાળા કાર્યાલયમાંથી રશિયન ભાષા નાબૂદ કરવામાં આવી રહી છે. રશિયા પાસે પુરાવા છે જે દર્શાવે છે કે યુક્રેનમાં રશિયન લોકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન પાસે એટમ બોમ્બ છે. યુક્રેન ક્રિમીઆ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેન રશિયા પર એટમ બોમ્બથી હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. અમે યુક્રેનને રશિયા માટે ખતરો નહીં બનવા દઈએ. તેમણે કહ્યું કે યુક્રેનમાં કોઈ સ્વતંત્ર કોર્ટ નથી. વાસ્તવમાં, રશિયન રાષ્ટ્રપતિ સોવિયત સંઘને ફરીથી બનાવવા માંગે છે.

તેમણે વધુમાં કહ્યું કે યુક્રેનની સેનાને નાટો હેડક્વાર્ટરથી કમાન્ડ કરવામાં આવે છે. જો યુક્રેન નાટોમાં જોડાય તો રશિયા જોખમમાં આવી શકે છે. રાષ્ટ્રપતિ પુતિને વધુમાં કહ્યું કે અમેરિકાએ યુક્રેન અને જ્યોર્જિયાનો ઉપયોગ કર્યો. અમેરિકા રશિયાને મજબૂત જોવા નથી માંગતું. અમેરિકાનું રાજકારણ નબળા રશિયા પર કેન્દ્રિત છે. તેમણે કહ્યું કે રશિયાએ અમેરિકા સાથે નાટોમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ક્લિન્ટને આ મુદ્દે સારી પ્રતિક્રિયા આપી ન હતી.

પુતિને કહ્યું કે, જે રીતે બે દેશો વચ્ચે વિશ્વાસ છે તે હવે બંને દેશોએ ગુમાવી દીધો છે. તેમણે કહ્યું કે, યુક્રેન સંકટ પર અમે વાતચીત દ્વારા તણાવને ઉકેલવા માટે તૈયાર છીએ. અમારી સામે કાર્યવાહીનો જવાબ આપશે. આપણને આપણા દેશની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કોઈ અમારા પર હુમલો કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે કહ્યું કે યુક્રેને ડોનવાસમાં સેનાની ભારે તૈનાતી કરી છે. અહીં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ હાજર છે, તેમ છતાં યુક્રેને ત્યાં મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે.

યુરોપિયન યુનિયને પુતિનના નિર્ણયની નિંદા કરી હતી. યુનિયને કહ્યું કે પુતિને આંતરરાષ્ટ્રીય મિન્સ્ક કરારનું ઘોર ઉલ્લંઘન કર્યું છે. યુરોપિયન યુનિયનએ કહ્યું છે કે તે યુક્રેનની સાથે મજબૂતીથી ઊભું છે. તે જ સમયે, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે પુતિનનો નિર્ણય યુક્રેનની સંપ્રભુતા અને અખંડિતતાનું ઉલ્લંઘન છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન અને બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન સાથે ફોન પર વાત કરી હતી.

Published On - 6:51 am, Tue, 22 February 22

Next Article