બેંકિંગથી લઈને સ્પોર્ટ્સ ફેડરેશન સુધી દુનિયાથી અલગ પડ્યુ રશિયા, વોડકા’ પર પણ લાગ્યો પ્રતિબંધ

|

Mar 01, 2022 | 3:22 PM

Russia Ukraine War: યુક્રેન પર કરેલા હુમલા બાદ વિશ્વભરના દેશો અને સંગઠનોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધ ઈરાન અને ઉત્તર કોરિયા સામે લાદવામાં આવેલા પ્રતિબંધો કરતાં વધુ કડક છે.

બેંકિંગથી લઈને સ્પોર્ટ્સ ફેડરેશન સુધી દુનિયાથી અલગ પડ્યુ રશિયા, વોડકા પર પણ લાગ્યો પ્રતિબંધ
Russian President Vladimir Putin (file photo)

Follow us on

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) આક્રમણ પછી, વિશ્વએ એકતા દર્શાવવા માટે વિવિધ ક્ષેત્રે એક હોવાનો પુરાવો આપ્યો છે. રશિયાને અલગ કરવા માટે, ઘણા દેશ તેના પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે, જેના કારણે રશિયા ઘણા મોરચે અચાનક વિશ્વથી અલગ પડી ગયુ છે. બેંકના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાની ક્ષમતાઓ ઓછી થઈ ગઈ છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં (International sports) પણ રશિયાનો દબદબો ઘટે તેવી સ્થિતિ સર્જાઈ છે. યુક્રેન પર કરેલા હુમલાને કારણે વિશ્વના અનેક દેશ રોજબરોજ કોઈને કોઈ પ્રકારે રશિયા ઉપર નાના મોટા પ્રતિબંધ લગાવી રહ્યા છે.

યુરોપમાં રશિયાના વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસ રાજ્યોએ તેના ‘વોડકા’ (એક પ્રકારનો દારૂ) આયાત કરવાનું બંધ કરી દીધું છે. પોતાની તટસ્થતા માટે જાણીતું સ્વિટ્ઝર્લેન્ડ પણ સાવધાનીપૂર્વક રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામેથી મ્હો ફેરવી લીધુ છે. યુક્રેન પર આક્રમણ કરવા બદલ, માત્ર પાંચ દિવસમાં જ રશિયાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બહિષ્કાર કરાયો છે અને રશિયાના વિદેશી મિત્રો પણ, એક યા અન્ય કારણોસર સાથ આપતા ઓછા થઈ રહ્યાં છે.

ત્રણથી ચાર દિવસમાં અનેક મોટા પગલા લેવામાં આવ્યા હતા.

મેકલેસ્ટર કોલેજના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર અને ભૂ-રાજકીય નિષ્ણાત એન્ડ્રુ લાથમે જણાવ્યું હતું કે, “પરિસ્થિતિ એવી રીતે બદલાઈ ગઈ છે કે ત્રણ-ચાર દિવસ પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી.” આ બધું જોવું ખરેખર વિચિત્ર છે.’ માત્ર છેલ્લા ત્રણ દિવસમાં ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે. રશિયા સામેની વૈશ્વિક કાર્યવાહીની અસર ધીરેધીરે દેખાવા લાગશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઈરાન-ઉત્તર કોરિયા કરતાં વધુ સખત પ્રતિબંધો

ઘણા દેશોની સરકારોથી લઈને ઘણા ગઠબંધન, સંગઠનોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂક્યા છે. આ પ્રતિબંધો ઈરાન અને ઉત્તર કોરિયા સામેના પ્રતિબંધો કરતાં વધુ કડક છે. યુરોપિયન દેશો ખાસ કરીને આ મુદ્દે એક થઈને રશિયન વિમાનને તેમની હવાઈ ક્ષેત્રમાં ઉડવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. SWIFT (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન) આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીએ રશિયાને મોટો ફટકો આપતા સપ્તાહના અંતે મોટી રશિયન બેંકો પર પ્રતિબંધ મૂક્યો હતો.

રશિયાની સેન્ટ્રલ બેંકને નિશાન બનાવવામાં આવી રહી છે

વિશ્વભરની 11,000 થી વધુ બેંકો અને અન્ય સંસ્થાઓ માટે અબજો ડોલરની લેવડદેવડ કરવા સક્ષમ છે. જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જાપાન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો યુએસની સાથે પ્રતિબંધો દ્વારા રશિયાની કેન્દ્રીય બેંકને નિશાન બનાવી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે પણ રશિયાને એકલુ પાડવાનો પ્રયાસ કરાયો છે. વિશ્વ અને યુરોપિયન સંસ્થાઓએ સોમવારે રશિયન ટીમને 2022 વર્લ્ડ કપની ‘ક્વોલિફાઇંગ’ મેચો સહિત તમામ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધાઓમાંથી સસ્પેન્ડ કરી હતી.

રમતગમતના ક્ષેત્રમાં પણ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે

અગાઉ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમત સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાંથી રશિયન ખેલાડીઓ અને અધિકારીઓને બાકાત રાખવા માટે હાકલ કરી હતી. ઓલિમ્પિક સમિતિની હાકલને ધ્યાને લઈને, ઇન્ટરનેશનલ આઇસ હોકી ફેડરેશન અને નેશનલ હોકી લીગે પણ રશિયા સામે અનેક પ્રતિબંધો લાદ્યા છે. ઇલિનોઇસમાં નોર્થ સેન્ટ્રલ કોલેજમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના નિષ્ણાત વિલિયમ મકએ કહ્યું: “શરૂઆતમાં, આ પ્રતીકાત્મક હતા, પરંતુ પછીથી વ્યાપક પ્રતિબંધોમાં ફેરવાયા છે.” હાલ આ બાબત નજીવી લાગે છે, પરંતુ તેમને એકસાથે જોતા ખબર પડે છે કે આખી સિસ્ટમ રશિયાની વિરુદ્ધ આવી છે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે ભારતીય એમ્બેસીએ જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- કોઈપણ પરિસ્થિતિમાં આજે જ કીવ છોડો

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝ પર કર્યો મોટો હુમલો, ગોળીબારમાં 70થી વધુ સૈનિકો માર્યા ગયા

Next Article