દુશ્મનોની જાણકારી મેળવવા રશિયાએ ‘સ્પાય રોક’ વિકસાવ્યો, જાણો કેવી રીતે કામ કરે છે

|

Dec 01, 2021 | 12:51 PM

રશિયાએ દુશ્મનોને શોધવા માટે એક ખાસ પ્રકારનો જાસૂસી પથ્થર વિકસાવ્યો છે. તે દુશ્મનોની સ્થિતિ અનુસાર તેની સ્થિતિ બદલી શકે છે. જાણો તે કેવી રીતે કામ કરે છે ?

1 / 5
રશિયાએ દુશ્મનોને શોધવા માટે એક ખાસ પ્રકારનો જાસૂસી પથ્થર વિકસાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયની ટીવી ચેનલનું કહેવું છે કે, આ એક ખાસ પ્રકારનો 'સ્પાય રોક' છે, જે દુશ્મનોની સ્થિતિ અનુસાર પોતાની સ્થિતિ બદલી શકે છે. તેથી તે યુદ્ધના સમયે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

2 / 5
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દુશ્મનોને શોધવા માટે સ્પાય રોકમાં એક નાનો કેમેરા લગાવવામાં આવ્યો છે, જે તસવીરો લઈ શકશે. આ સિવાય તેમાં વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. તે કેવી રીતે કામ કરે છે, તે રક્ષા મંત્રાલય દ્વારા વીડિયો ડેમોસ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું છે. તેને મોસ્કો મિલિટરીના સંશોધકો દ્વારા દુશ્મનો સાથે કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.

3 / 5
રિપોર્ટ અનુસાર આ 'સ્પાય રોક'ને રેડિયો સિગ્નલની મદદથી દોઢ કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ ઓપરેટ કરી શકે છે. કેમેરાથી જોઈ શકાય છે કે તે દુશ્મનને દેખાય છે કે નહીં, પરિસ્થિતિના આધારે ઓપરેટર તેને ત્યાંથી હટાવી શકે છે અને તેને એવી જગ્યાએ સેટ કરી શકે છે જ્યાંથી દુશ્મનની ગતિવિધિ પર નજર રાખી શકાય.

4 / 5
તેને તૈયાર કરનાર એરફોર્સ એકેડમીના ડિઝાઈનર કહે છે કે, તે તમારો અવાજ સાંભળીને પણ પ્રતિક્રિયા આપે છે. સત્તાવાર રીતે તેને 'ઓબ્ઝર્વેશન કોમ્પ્લેક્સ' નામ આપવામાં આવ્યું છે. જો કે તેને સામાન્ય ભાષામાં 'સ્પાય રોક' પણ કહેવામાં આવે છે. તેનો વિચાર બ્રિટિશ સ્નૂપર સ્ટોન પરથી આવ્યો હતો, જેનો ઉપયોગ રશિયા દ્વારા જાસૂસી માટે કરવામાં આવતો હતો.

5 / 5
 સંરક્ષણ મંત્રાલયની ટીવી ચેનલે દાવો કર્યો છે કે આ જાસૂસી રોકના કારણે દૂર રહીને દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. આ સાથે, ત્યાંની તસવીરો દૂર રહીને જોઈ શકાય છે. જાસૂસી રોકની મદદથી સેનાના જવાનો પોતાની રણનીતિ બદલી શકશે અને પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ શકશે.

Next Photo Gallery