કારો તણાઈ, પાવર કટ, અંધારામાં વિતાવી રાત… કરાચીમાં વરસાદે મચાવી તબાહી, જુઓ પાકિસ્તાનની બરબાદીના વીડિયો

પાકિસ્તાનના કરાચીમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે. ભારે વરસાદને કારણે કરાચીના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. પાણી ભરાયા બાદ કરાચીના રસ્તાઓ પર જામ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે કરાચીમાં 700થી વધુ વીજળી ફીડરો ઉડી ગયા છે. પાવર ફીડર ફેલ થવાને કારણે અડધી કરાચી અંધારામાં ડૂબી ગઇ હતી.

કારો તણાઈ, પાવર કટ, અંધારામાં વિતાવી રાત... કરાચીમાં વરસાદે મચાવી તબાહી, જુઓ પાકિસ્તાનની બરબાદીના વીડિયો
| Updated on: Feb 04, 2024 | 9:02 AM

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. કરાચી સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં આખી રાત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તે દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોની રાત અંધારામાં વીતવી પડી હતી. તે જ સમયે, રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા છે.

કરાચી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પછી, રસ્તાઓ પર જામના કારણે સ્થિતિ વધુ વણસી હતી. પાકિસ્તાનના હવામાન વિભાગે 4 ફેબ્રુઆરીએ શહેરની આસપાસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી.

શનિવાર સાંજથી જ ભારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી. કરાચીના 700 પાવર ફીડરો બંધ થઈ ગયા હતા. આ પછી અડધાથી વધારે શહેર અંધારામાં ડૂબી ગયું હતું અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

 

સ્થાનિક મીડિયા અનુસાર વરસાદી પાણી ઘરો અને હોસ્પિટલોમાં ઘૂસી ગયા હતા. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે તેમાં બાલ્દી ટાઉન, ઓરંગી ટાઉન, નોર્થ કરાચી, સુરજની ટાઉન, ગુલશન-એ-મેમર, ઓરંગી ટાઉન, બહરિયા ટાઉન, સદર, નોર્થ નાઝીમાબાદ, ટાવર, લિયાકતાબાદ અને નાઝીમાબાદનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

 

મળતી માહિતી મુજબ, શહેરના ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા અને મુસાફરો તેમના વાહનોમાં ફસાઈ ગયા હતા કારણ કે પાકિસ્તાનના હવામાન વિભાગ (PMD) એ એક દિવસ અગાઉ ભારે વરસાદની ચેતવણી આપી હતી અને આગાહી કરી હતી. છતાં, શહેરના વહીવટીતંત્રે વરસાદને પહોંચી વળવા માટે કોઈ પગલાં લીધા ન હતા. કરાચીના મેયર મુર્તઝા વહાબે ભારે વરસાદ પછી શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ખુબ જરૂરી કામ સિવાય બહાર ન નીકળવાની ચેતવણી આપી હતી.

 

 

હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં પાણી ઘુસી ગયા હતા

તેમણે કહ્યું કે કેટલાક વોટર પમ્પિંગ સ્ટેશનોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. વરસાદી નાળાઓ તેમની સંપૂર્ણ ક્ષમતાથી વહી રહ્યા છે. મેયરે શહેરના તમામ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે તમામ જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશનોને માર્ગો પરથી વરસાદી પાણી દૂર કરવા સૂચના આપી હતી.

પાકિસ્તાનના હવામાન વિભાગની આગાહી છતાં સિંધ સરકારે વરસાદને પહોંચી વળવા માટે કોઈ પગલાં લીધાં નથી. જિન્નાહ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટર (JPMC) અને સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 3ના ગાયનેકોલોજી વોર્ડના ઓપરેશન થિયેટરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ફરી હિંસા, કરાચીમાં પાર્ટીના કાર્યકરો વચ્ચે અથડામણમાં એકનું મોત