હવામાનના કારણે ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું ન હોવાનો ખુલાસો, માત્ર 1.30 સેકન્ડમાં છુપાયેલું છે મોતનું રહસ્ય

|

May 23, 2024 | 2:36 PM

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટર અકસ્માતને લઈને નવો ખુલાસો થયો છે. કાફલામાં સામેલ બે હેલિકોપ્ટરના અધિકારીઓએ રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટ અનુસાર ખરાબ હવામાન અંગે કોઈ માહિતી નથી. હવામાન ચોખ્ખું હતું અને અકસ્માત સ્થળે કોઈ ધુમ્મસ ન હતું.

હવામાનના કારણે ઇરાનના રાષ્ટ્રપતિ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું ન હોવાનો ખુલાસો, માત્ર 1.30 સેકન્ડમાં છુપાયેલું છે મોતનું રહસ્ય

Follow us on

રવિવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના મોત થયા હતા. રઇસી અઝરબૈજાનમાં કિઝ કલાસી અને ખોડાફરીન ડેમનું ઉદ્ઘાટન કરીને પરત ફરી રહ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ ઈરાન જ નહીં પરંતુ દુનિયા આઘાતમાં આવી ગઈ હતી. રઇસી જે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા તેનું ક્યારે, કેવી રીતે અને શું થયું તે વિશે રાષ્ટ્રપતિના ચીફ ઓફ સ્ટાફે પ્રત્યક્ષદર્શી નિવેદન આપ્યું છે.

હવામાન ચોખ્ખું હતું-રિપોર્ટ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના હેલિકોપ્ટર અકસ્માતને લઈને નવો ખુલાસો થયો છે. કાફલામાં સામેલ બે હેલિકોપ્ટરના અધિકારીઓએ રિપોર્ટ આપ્યો છે. રિપોર્ટ અનુસાર ખરાબ હવામાન અંગે કોઈ માહિતી નથી. હવામાન ચોખ્ખું હતું અને અકસ્માત સ્થળે કોઈ ધુમ્મસ ન હતું. રઇસીના હેલિકોપ્ટરનું એલર્ટ ટેકઓફના 45 મિનિટ બાદ મળ્યું હતું. હેલિકોપ્ટરને વાદળની ઉપર જવાની સૂચના આપવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રઇસીના ગુમ થવાના 1.30 સેકન્ડ પહેલા તેના હેલિકોપ્ટરમાંથી એલર્ટ મળ્યુ હતુ.

ગાયબ થયા બાદ રઇસીના હેલિકોપ્ટરમાં સવાર એક જ વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હેલિકોપ્ટરમાં સવાર આયાતુલ્લાએ કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. આયાતુલ્લાએ નજીકના વૃક્ષો વિશે પણ જણાવ્યું હતું. ઈબ્રાહીમ રઇસીના હેલિકોપ્ટર અકસ્માતનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યા બાદ જે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે વધુ મજબૂત થઈ રહી છે. આ સમગ્ર દુર્ઘટનામાં દોઢ સેકન્ડનો હિસાબ આપી શકાય તેમ નથી. રઇસીના મૃત્યુનું રહસ્ય આ દોઢ સેકન્ડમાં છુપાયેલું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

એ દોઢ સેકન્ડમાં શું થયું?

હેલિકોપ્ટર 19 મેના રોજ 1 વાગે ઉડાન ભરી હતી. 45 મિનિટ પછી રઇસીના પાયલોટે ચેતવણી આપી. અન્ય બે હેલિકોપ્ટરને વાદળોથી ઉપર જવાની સૂચના આપવામાં આવી હતી. જો અકસ્માતના દોઢ સેકન્ડ પહેલા એલર્ટ આપવામાં આવ્યું હતું તો શું ખરેખર રઇસીની હત્યા થઈ હતી? કારણ કે જે કંઈ પણ બહાર આવ્યું છે તે એ વાત તરફ ઈશારો કરે છે કે દાળમાં કંઈક કાળું છે. હવામાન ચોખ્ખું હતું, ધુમ્મસનો કોઈ પ્રશ્ન જ ન હતો, તેથી તે દિવસે જે કંઈ થયું તે જ્યારે છેલ્લી એલર્ટ મોકલવામાં આવી ત્યારે જ થયું.

રઇસીનું મૃત્યુ વિશ્વ માટે સારુંઃ એન્ટની બ્લિંકન

ઈરાનના રાષ્ટ્રપતિ રઇસીના મોત પર અમેરિકાએ વાહિયાત અને ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે રઇસીનું મૃત્યુ વિશ્વ માટે સારું છે. ઈરાનના લોકો માટે સારું. રઇસીએ પોતાના જ લોકો પર જુલમ કર્યો.

Next Article