ગંભીર આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાન હવે વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અહીં એક મોટા ભૂસ્ખલનની દુર્ઘટના બની છે. જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટના મંગળવારે સવારે બની હતી. જ્યારે પાકિસ્તાન-અફઘાન સરહદ નજીક ખૈબર જિલ્લાના નગર તોરખામમાં ભૂસ્ખલન થયું હતું. આ ભૂસ્ખલન એટલો ગંભીર હતો કે 4 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ સિવાય 20 ટ્રક જમીનદોસ્ત થવાના પણ સમાચાર છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
આ ઘટનાના બીજા દિવસે એટલે કે બુધવારે બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ રેસ્ક્યુ ઓપરેશનમાં રેસ્ક્યુ ટીમની સાથે સેનાના એન્જિનિયર, બુલડોઝર અને હેવી મશીનરી પણ લોકોને બચાવવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં લાગેલી છે. પાકિસ્તાની મીડિયા બોલ ન્યૂઝના અહેવાલ મુજબ બચાવ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 12 ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ મોટા પથ્થરો તોડીને લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા પણ વધી શકે છે, કારણ કે કાટમાળમાં 4 મૃતદેહો દટાયા હોવાની આશંકા છે. તે જ સમયે, રેસ્ક્યૂ ટીમે અત્યાર સુધીમાં રોડ પરથી 15 મીટર કાટમાળ હટાવી લીધો છે અને બાકીના કાટમાળને હટાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ભૂસ્ખલન બાદ અનેક ટ્રકોમાં આગ લાગવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે, જોકે રેસ્ક્યુ ટીમે તાત્કાલિક આગને કાબૂમાં લીધી હતી.
મળતી માહિતી મુજબ, અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી બે અફઘાન નાગરિક છે. રિપોર્ટ અનુસાર ખૈબર જિલ્લાના ડેપ્યુટી કમિશનર અબ્દુલ નાસિરે જણાવ્યું કે કાટમાળ ઘણો મોટો છે અને તેને ભારે મશીનરીની મદદથી હટાવવામાં આવી રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આમાં બે અફઘાન નાગરિકોના પણ મોત થયા છે. અને કાટમાળમાં દટાયેલા બાકીના મૃતદેહોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે, વધુ ત્રણ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને મૃત્યુઆંક વધુ વધી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…