Tarek Fatah Death: પ્રખ્યાત પાકિસ્તાની લેખક તારીક ફતેહનું 73 વર્ષની વયે નિધન, પુત્રીએ કરી પુષ્ટિ

પાકિસ્તાની લેખક તારીક ફતેહનું નિધન થયું છે. તારીક ફતેહનો જન્મ 1949માં કરાચીમાં થયો હતો. 1987માં તેઓ કેનેડા ગયા. તેમના રિપોર્ટિંગ માટે તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા. આ સિવાય મોટા અખબારોમાં તેમના લેખો પ્રકાશિત થતા હતા. ભારતમાં પણ તે પોતાના નિવેદનો માટે પ્રખ્યાત હતા.

Tarek Fatah Death: પ્રખ્યાત પાકિસ્તાની લેખક તારીક ફતેહનું 73 વર્ષની વયે નિધન, પુત્રીએ કરી પુષ્ટિ
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 24, 2023 | 6:59 PM

પ્રખ્યાત પાકિસ્તાની પત્રકાર અને લેખક તારીક ફતેહનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમને કેન્સર હતું અને ઘણા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી નતાશા ફતાહે કરી હતી.

આ પણ વાચો: Pakistan Jihad Video : પાકિસ્તાનના લગ્નમાં દુલ્હન લગાવી રહી છે  અલ્લાહ-હુ-અકબર ના નારા, લોકોએ કહ્યું- જેહાદી વિચારધારા

આ પહેલા શુક્રવારે તેમના નિધનની અફવા સામે આવી હતી, ત્યારબાદ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. તારીક ફતેહે થોડી જ વારમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ થયું હતું. જો કે, તારેક ફતહ સાથે સીધા સંબંધિત લોકોએ આ વાતને નકારી કાઢી હતી. જોકે, આ વખતે તેમના મૃત્યુની સીધી પુષ્ટિ તેમની પુત્રીએ કરી છે.

 

 

તારીક ફતેહની પુત્રીએ તેના પિતાના નિધન પર ટ્વિટ કર્યું કે, ‘પંજાબનો સિંહ, ભારતનો પુત્ર, કેનેડિયન પ્રેમી, જે સાચું બોલે છે ન્યાય માટે લડનાર, પીડિત અને વંચિતોનો અવાજ તારેક ફતહે તેમના અભિયાનને આગળ વધાર્યું છે. તેની ક્રાંતિ તે બધા સાથે જીવશે જેઓ તેમને જાણતા અને પ્રેમ કરતા હતા. શું તમે આમા જોડાશો?’ પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

પત્રકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી

કેનેડામાં રહેતા અન્ય એક પત્રકાર તાહિર ગોરાએ તારીક ફતેહ સાથેના છેલ્લા શોની લિંક શેર કરી અને લખ્યું, ‘ભારે હૃદય સાથે એ દુઃખદ સમાચાર શેર કરું છું કે અમારા મિત્ર, લેખક અને કાર્યકર્તા તારીક ફતેહનું આજે સવારે નિધન થયું છે, ઓમ શાંતિ. રેસ્ટ ઈન પીસ. તેમનો છેલ્લો શો મારી સાથે’ આ સાથે જ જયપુર ડાયલોગે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી અને તેમનો છેલ્લો શો તેમની સાથેનો શેર કર્યો હતો.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…